એર ઇન્ડિયાને ઉડ્ડયન નિયમનકાર DGCA એ 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ઉપરાંત તેના પાયલોટને 3 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. શુક્રવારે ડાયરેક્ટોરે જનરલ ઓફ સિવિલ એવિએશને ગત 27 ફેબ્રુઆરીના રોજ દુબઈ-દિલ્હી ફ્લાઇટ દરમિયાન એક પાયલોટે પોતાના મહિલા મિત્રને એરક્રાફ્ટની કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપવાના “સુરક્ષા સંવેદનશીલ” બાબતે એર ઇન્ડિયાને 30 લાખ રૂપિયાનો ફટકાર્યો છે.
DGCAનો એરઇન્ડિયાને ઝટકો, પાટલોટનું લાઇસન્સ સસ્પેન્ડ
એરલાઇન્સના સુરક્ષા સંબંધિત નિમયોનું ઉલ્લંખન કરવાના મામલે DGCAએ કડક અપનાવી એર ઇન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને કસૂરવાર પાયલોટનું લાઇસન્સ પણ 3 મહિનાની માટે સસ્પેન્ડ કરી દીધું છે. આ કેસની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ક્રૂ મેમ્બરને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.
DGCAએ જણાવ્યું કે, ગત 27 ફેબ્રુઆરીના રોજ એર ઇન્ડિયાની એક ફ્લાઇટ – જે દિલ્હીથી દુબઇ જઇ રહી હતી તે દરમિયાન ફ્લાઇટના કમાન્ડિંગ પાયલોટે પેસેન્જર તરીકે પ્રવાસ કરી રહેલા એર ઇન્ડિયાના કર્મચારીને કોકપિટમાં પ્રવેશાની મંજૂરી આપી હતી, જે DGCAના નિયમોની વિરુદ્ધ છે. સુરક્ષા સંવેદનશીલ મુદ્દાનો તાત્કાલિક અને અસરકારક રીતે ઉકેલ ન લાવવ માટે એર ઇન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.
આ પણ વાંચોઃ ગો ફર્સ્ટ પર સંકટના વાદળો, ભારતમાં 3 દાયકામાં 27 એરલાઇન્સ કંપનીઓના પાટિયા પડી ગયા
DGCAના મતાનુસાર એર ઇન્ડિયાના સીઇઓને ફ્લાઇટના ઓપરેટિંગ ક્રૂડ મેમ્બર પૈકીના એક સભ્ય દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જો કે કંપનીએ આ મામલે તાત્કાલિક ધોરણે કોઇ પગલાં લીધા નહીં, ત્યારબાદ ફરિયાદીએ DGCAને ફરિયાદ કરી હતી.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.