scorecardresearch

Airtel એ 5G સપોર્ટ કરતા ફોનની યાદી કરી જાહેર, શું તમારી પાસે છે આ ફોન?

એયરટેલે તમામ એન્ડ્રોઇડ ફોન અને આઇફોનની એક સૂચિ તૈયાર કરી છે. જે એયરટેલ 5Gની સાથે કમ્પેટિબલ છે. એયરટેલે તૈયાર કરેલી યાદીમાં Xiaomi, Realme, Vivo, Oppo, Apple, iQOO, Samsung તેમજ OnePlus સહિત અન્ય બ્રાન્ડ્સના કુલ 116 હૈંડસેટ્સનો સમાવેશ થાય છે.

Airtel એ 5G સપોર્ટ કરતા ફોનની યાદી કરી જાહેર, શું તમારી પાસે છે આ ફોન?
5G Network

તાજેતરમાં ટેલીકોમ સર્વિસ પ્રોઇવાડર ભારતી એયરટેલે સિલેક્ટેટ શહેરોમાં 5G સેવાનો પ્રારંભ કર્યો છે. જેમાં દિલ્હી, મુંબઇ, વારાણસી તેમજ બેંગ્લોર, ગુરુગ્રામ તથા કોલકાતા, હૈદરાબાદ સહિત ચેન્નઇનો સમાવેશ થાય છે. વધુમાં વધુમાં એન્ડ્રોઇડ મોબાઇલમાં 5G સર્વિસને શરૂ કરાવવા માટે અપડેટ મળવાની શરૂઆત થઇ ગઇ છે. જોકે એવા ઘણા ફોન છે જે 5G સેવાથી વંચિત છે. એવામાં Apple અને samsungએ મોટી જાહેરાત કરી છે જે સાંભળી યુઝર્સ ઝુમી ઉઠશે. Apple અને samsungએ જાહેરાત કરી છે કે, તેમના યોગ્ય ફોનને આ વર્ષના ડિસેમ્બરમાં 5G અપડેટ મળશે. એટલે યુઝર્સ ડિસેમ્બરથી 5G સેવાનો લાભ લઇ શકશે.

જો તમને એ મૂંઝવણ હોય કે, શું તમારો ફોન એયરટેલ 5G સાથે કમ્પેટિબલ છે કે નહીં તો તમે એ વિષે ચિંત્તા કરવાની છોડી દો. કારણ કે અમે તમને જણાવીશું કે તમે તમારા મોબાઇલમાં 5G સર્વિસનો ઉપયોગ કરી શક્શો કે નહીં. એયરટેલે તમામ એન્ડ્રોઇડ ફોન અને આઇફોનની એક સૂચિ તૈયાર કરી છે. જે એયરટેલ 5Gની સાથે કમ્પેટિબલ છે. એયરટેલે તૈયાર કરેલી યાદીમાં Xiaomi, Realme, Vivo, Oppo, Apple, iQOO, Samsung તેમજ OnePlus સહિત અન્ય બ્રાન્ડ્સના કુલ 116 હૈંડસેટ્સનો સમાવેશ થાય છે. આ સાથે કંપનીએ એ મોડલના નામ વિષે પણ જણાવ્યું છે જે એયરટેલ 5Gની સર્વિસ સાથે સપોર્ટ કરવા માટે સોફ્ટવેરને અપડેટ કરવાની જરૂર પડશે.

રિયલીમીના આ ફોનમાં થશે ઉપયોગ

એયરટેલની આ સૂચિમાં ટોચ પર રિયલીનું નામ છે. જે અંતર્ગત રિયલમી 9I રિયલમી 8s 5G રિયલમી X7 Max 5G, રિયલમી નાર્જો 30 પ્રો, રિયલમી X7 પ્રો 5G, રિયલમી X50,પ્રો, રિયલમી GT 5G, રિયલમી GT NEO2 રિયલમી 9 5G, રિયલમી 9 પ્રો, Realme Narzo 30 5G, રિયલમી 9 SE, Relame GT2, Realme Narzo 50 5G, Realme GT Neo 3T સહિત Realme GT 3T 150w વગેરે સ્માર્ટ ફોનમાં તમે 5G સેવાનો લાભ લઇ શક્શો.

Xiaomiમીના 5G કમ્પેટિબલ ફોન

શાઓમી અંગે વાત કરીએ તો Mi 10, Xiaomi Mi 11 Ultra, Xiaomi Redmi Note 11T 5G, શાઓમી 11T Pro, શાઓમી 11i હાઇપરચાર્જ, Xiaomi Redmi Note 10T તેમજ શાઓમી Mi 11, વગેરે ફોનમાં 5Gની મજા માણી શકાશે.

આ ફોન સિવાય પોકોના પોકો M3 Pro 5G, પોકો F3 GT, પોકો M3 Pro 5G, પોકો F3 GT,પોકો M3 Pro 5G તથા M3 Pro 5G પ્રકારમા ફોનમાં આ સર્વિસનો ઉપયોગ થઇ શકશે. જ્યારે ઓપોના Oppo Reno 5G Pro, ઓપો Reno 6, ઓપો A53s, Oppo Reno 7 Pro 5G તેમજ ઓપોF21 Pro 5G વગેરે ફોનમાં 5G સપોર્ટ કરે છે.

આ પણ વાંચો: એરટેલની મફત 5G સર્વિસનો લાભ ઉઠાવવા ક્યો સ્માર્ટફોન જોઇએ? આ રહી સંપૂર્ણ યાદી

ઓપો ઉપરાંત iQooના આઇક્યૂના Z6 Pro,આઇક્યૂ Neo 6, આઇક્યૂ Z6 Lite 5G, આઇક્યૂ Z6 Lite 5G, આઇક્યૂ 3 5G, આઇક્યૂ 7, iQOO Z3, iQOO Z5 5G, આઇક્યૂ 9, આઇક્યૂ Z6 અને iQOO 9Tના આ મોબાઇલમાં આ સેવાનો આનંદ માણી શકાશે. આ સાથે વનપ્લસના OnePlus Nord, OnePlus 9, OnePlus Nord CE, OnePlus 10R, OnePlus 9RTમાં આ સવાનો લાભ લઇ શકાશે.

એપલની વાત કરીએ તો એપલના iPhone 12 mini,આઇફોન 12, આઇફોન 13 મિની, આઇફોન 13, iPhone SE-2022 અને iPhone 14માં આ સેવા ઉપલ્બધ છે.

આ પણ વાંચો: સેફ હેવન ગણાતા સોનાની ચમક કેમ ઝાંખી પડી? શું સોનામાં રોકાણ કરવું જોઈએ?

સેમસંગ બ્રાન્ડના Samsung Galaxy A53 5G, સેમસંગ S21 FE, Samsung Flip 4 તેમજ સેમસંગ ગેલેક્સી S22 સહિત અન્ય મોડેલમાં આ સેવા સપોર્ટ કરે છે. એયરટેલે બહાર પાડેલી યાદી પ્રમાણે, Nothing Phone (1), Infinix Zero 5G તેમજ Infinix Note 12 5G ફોન પણ 5G કમ્પેટિબલ છે.

આ ફોનને હજુ અપડેટ મળવાના બાકી

એરટેલે એવા ફોનની યાદી પણ બહાર પાડી છે જેને અપડેટ મળવાનું બાકી છે. જેમાં Motorola edge 30 ultra, Motorola edge 30 fusion, Moto g62 5G, Motorola edge 30, Moto g71 5G, Asus ROG Phone 3, Asus ROG Phone 5, Asus ROG Phone 8z, Google Pixel 6A, Honor 50, LG Pixel 6A નો સમાવેશ થાય છે. વિંગ, નોકિયા XR20, Techno Powa 5G, OnePlus 8, OnePlus Nord 2, Samsung Galaxy Note 20 Ultra અને Samsung Galaxy S21 જેવા ફોનનો સમાવેશ થાય છે

Web Title: Airtel 5g supported phone list announce latest news

Best of Express