scorecardresearch

અલીબાબા ગ્રૂપની મેગા IPOની યોજના, Cainiao કંપની 2 અબજ ડોલરનો પબ્લિક ઇશ્યૂ લાવશે

Alibaba Cainiao ipo : ચીનના અગ્રણી અલીબાબા ગ્રૂપ તેની લોજિસ્ટિક્સ ફર્મ Cainiao નેટવર્ક ટેકનોલોજીનો બે અબજ ડોલરનો આઇપીઓ લાવવાની યોજની ઘડી રહી છે.

alibaba
અલીબાબા ગ્રૂપ ખરીદદારો અને વેચાણકર્તાઓ માટે એક વિશાળ ઓનલાઈન માર્કેટપ્લેસ તરીકે કામગીરી કરે છે,

અલીબાબા ગ્રૂપની લોજિસ્ટિક્સ કંપની Cainiao નેટવર્ક ટેક્નોલૉજી 2 અબજ ડોલરનો આઇપીઓ લાવવાની યોજના ઘડી રહી છે. આ કંપની આગામી વર્ષની શરૂઆતમાં હોંગકોંગમાં લિસ્ટિંગ મારફતે 2 અબજ ડોલર સુધીનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે, આ માહિતી જાણકાર સૂત્રોએ જણાવી છે. અલીબાબા ગ્રૂપના આઇપીઓથી નબળું સેન્ટિમેન્ટ ધરાવતા એશિયન માર્કેટને ટ્રિગર મળશે.

Cainiao નેટવર્ક ટેક્નોલૉજીના IPOની યોજના અલીબાબા દ્વારા માર્ચના અંતમાં કરેલી ઘોષણાના લાઇન-અપમાં આવી છે, જેમાં તેણે બિઝનેસને છ કંપનીઓમાં વિભાજીત કરવાની અને મૂડી એકત્રીકરણ અથવા ભાવિ વૃદ્ધિ માટે નાણાંકીય મદદ કરવા શેરબજારમાં લિસ્ટિંગ કરવાની યોજના ધરાવે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર IPO પર કામગીરી શરૂ કરનાર Cainiao 1 અબજ અને 2 અબજ ડોલરની વચ્ચે મૂડી એકત્ર કરવાનું વિચારે છે. આ આઇપીઓ વર્ષ 2024ની શરૂઆતમાં લોન્ચ થવાની સંભાવના છે. આઇપીઓ માટે હજી સુધી રેગ્યુલેટરીને કોઇ દસ્તાવેજો ફાઇલ કર્યા નથી અને તે ફેરફારોને આધીન છે.

Cainiao જણાવ્યું હતું કે. તે બજારની અટકળો પર ટિપ્પણી કરશે નહીં.

તો અલીબાબા ગ્રૂપે પણ આ મામલે કોઇ ટિપ્પણી કરી નથી.

ચીનનુ અગ્રણી કોર્પોરેટ ગ્રૂપ અલીબાબા, જે ખરીદદારો અને વિક્રેતાઓ માટે એક વિશાળ ઓનલાઈન માર્કેટપ્લેસ તરીકે કામગીરી કરે છે, તેણે પાછલા વર્ષોમાં વિશ્વસનીય સેવાઓની ખાતરી કરવા માટે ટોચના એક્સપ્રેસ ડિલિવરી પ્લેયર્સમાં હિસ્સો ખરીદ્યો છે.

તેણે 2013માં ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિક ઇન્ટાઇમ ગ્રૂપ, સમૂહ ફોસુન ગ્રૂપ અને મુઠ્ઠીભર લોજિસ્ટિક કંપનીઓ સહિતના ભાગીદારો સાથે Cainiaoની સહ-સ્થાપના કરી હતી. અલીબાબાએ ચાર વર્ષ પછી કેનિઆઓ પર નિયંત્રણ મેળવ્યું અને તેનો હિસ્સો 47% થી વધારીને 67% કર્યો. અલીબાબ ગ્રૂપની અન્ય પાંચ કંપનીઓમાં ક્લાઉડ ઇન્ટેલિજન્સ, તાઓબાઓ ત્માલ કોમર્સ, લોકલ સર્વિસિસ, ગ્લોબલ ડિજિટલ કોમર્સ અને ડિજિટલ મીડિયા અને એન્ટરટેઇનમેન્ટનો સમાવેશ થાય છે.

Cainiao, જે સોફ્ટવેર પૂરું પાડે છે અને વેરહાઉસ, કેરિયર્સ અને લોજિસ્ટિક્સ ફર્મ્સ સાથે ડેટા શેર કરે છે, તેણે ડિસેમ્બરમાં પૂરા થયેલા નવ મહિનામાં 42 બિલિયન યુઆન એટલે કે 6.07 અબજ ડોલરની આવક નોંધાવી છે, જે વાર્ષિક ધોરણે 22% વધારે છે અને અલીબાબાની કુલ આવકના 6% હિસ્સો ધરાવે છે. .

આ પણ વાંચોઃ IPO પ્રાઇસથી 68 ટકા સસ્તો મળી રહ્યો છે પેટીએમનો શેર, ભવિષ્યમાં 35 ટકા રિટર્નની અપેક્ષા

લોજિસ્ટિક્સ આર્મનો IPO પ્લાન અલીબાબાના સ્પિન-ઓફ યુનિટ્સ માટે અપેક્ષિત મૂડી એકત્રીકરણમાંનો પ્રથમ છે જેની જાહેરમાં જાણ કરવામાં આવશે કારણ કે તે તેના 24-વર્ષના ઇતિહાસમાં સૌથી મોટું રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે.

વિશ્લેષકોએ જણાવ્યું છે કે,ચાઇનીઝ અબજોપતિ જેક માના બિઝનેસ ઉપર ચીની સરકારની તપાસનો સકંજો નબળો પડ્યો હોવાના સંકેત આપે છે, જે 2020ના અંતથી ચીની સરકારના ટાર્ગેટ પર હતા.

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,

Web Title: Alibaba group cainiao ipo looking 2 billion dollar listing on hong kong share market

Best of Express