Amul milk price hiked : અમૂલે દૂધના ભાવમાં રૂ. 3નો કર્યો તોતિંગ વધારો, આજથી જ નવા ભાવ લાગુ, અહીં વાંચો નવા ભાવનું લિસ્ટ

Amul Milk Price Hiked: અમૂલ ડેરીએ દૂધના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારો ત્રીજી ફેબ્રુઆરી એટલે કે આજે શુક્રવારથી જ તાત્કાલિક અસરી લાગુ કરવામાં આવ્યો છે.

Written by Ankit Patel
Updated : February 03, 2023 14:57 IST
Amul milk price hiked : અમૂલે દૂધના ભાવમાં રૂ. 3નો કર્યો તોતિંગ વધારો, આજથી જ નવા ભાવ લાગુ, અહીં વાંચો નવા ભાવનું લિસ્ટ
અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો

Amul milk price hiked : સામાન્ય લોકો ઉપર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગુજરાતના સૌથી મોટી કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે બીજી ફેબ્રુઆરીએ મોડી રાત્રે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. જેમાં અમુલ ડેરીએ દૂધના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારો ત્રીજી ફેબ્રુઆરી એટલે કે આજે શુક્રવારથી જ તાત્કાલિક અસરી લાગુ કરવામાં આવ્યો છે. અમુલ ડેરીએ ટ્વીટ કરીને પણ આ અંગે જાણકારી આપી હતી. અમુલ ડેરીએ ટ્વીટમાં નવા ભાવનું લિસ્ટ પણ જાહેર કર્યું હતું. આ નવો ભાવ ગુજરાતમાં લાગુ નહીં પડે આ નવો ભાવ અન્ય રાજ્યોને લાગુ પડ્યા છે.

કોંગ્રેસે નિશાન સાધ્યું

દૂધના ભાવ વધારા પર કોંગ્રેસે ‘અચ્છે દિન’નો ઉલ્લેખ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું, “અમૂલ દૂધ 3 રૂપિયા મોંઘુ થયું છે. છેલ્લા 1 વર્ષમાં ‘8 રૂપિયા’નો ભાવમાં વધારો થયો છે. ફેબ્રુઆરી 2022: અમૂલ ગોલ્ડ રૂ 58 પ્રતિ લિટર. ફેબ્રુઆરી 2023: અમૂલ ગોલ્ડ રૂ 66 પ્રતિ લિટર. શુભ દિવસ?” અગાઉ, અમૂલે ઓક્ટોબર 2022માં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ ભાવ વધારો દૂધના ઉત્પાદન અને સંચાલન ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવ્યો છે.

મધર ડેરીએ ડિસેમ્બર 2022માં દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો

અગાઉ ડિસેમ્બર 2022 માં, દૂધ વિક્રેતા મધર ડેરીએ દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં વેચાતા તેના દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. મધર ડેરીએ વર્ષ 2022માં દૂધના ભાવમાં પાંચ વખત વધારો કર્યો હતો. જો કે, જ્યારે મધર ડેરીએ ડિસેમ્બર 2022માં દૂધના ભાવમાં વધારો કર્યો ત્યારે અમૂલે કહ્યું કે તેની પાસે આવી કોઈ યોજના નથી.

અમૂલે 2022ના ઓક્ટોબરમાં કર્યો હતો ભાવ વધારો

ઉલ્લેખનીય છે કે અમૂલે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ વધારો કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, કિંમતમાં વધારો દૂધના સંચાલન અને ઉત્પાદનની કિંમતમાં વધારો થવાને લીધે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ- Gautam Adani net worth: ગૌતમ અદાણી ‘અર્શથી ફર્શ પર’, અદાણી સહિત 4 ચાર ભારતીય ધનિકોને લાગ્યો ₹ 4.6 લાખ કરોડનો ચૂનો

ગત વર્ષની તુલનામાં પશુઓના ચારાની કિંમતમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. જેને લીધ ગયા વર્ષે ખેડૂતોની કિંમતમાં 8-9 ટકાનો વધારો થયો છે. તો ડિલેમ્બરમાં મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ