Flipkart Big Billion Day sale 2025: ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ જે વર્ષનો સૌથી મોટા ફેસ્ટિવ સીઝન સેલ છે, તેમાં ઉપલબ્ધ સેલ ઓફર્સ જાહેર કરવામાં આવ્યા છે. આ સેલમાં એપલ આઈફોન પર ઉપલબ્ધ ડીલ્સ વિશે પણ માહિતી આપવામાં આવી રહી છે. ફેસ્ટિવ સીઝનમાં અત્યાર સુધીના સૌથી ઓછા ભાવે આઈફોન 16 ઉપલબ્ધ કરાવવામાં આવશે. તાજેતરમાં આઈફોન 17 સીરીઝના લોન્ચ પછી એક વર્ષ જૂનો આઈફોન 16 પણ ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ અન્ય ઓફર્સ સાથે આ ડીલ વધુ સારી બને છે.
એક વર્ષ જૂનો આઈફોન 16 હજુ પણ 2025 માં ખરીદવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આઈફોન 16 માં શાનદાર ફીચર્સ છે અને આ હેન્ડસેટમાં કેમેરા કંટ્રોલ, એક્શન બટન, ડ્યુઅલ કેમેરા, બિગ બેટરી જેવી ફીચર્સ છે. આ આઈફોન એપલ ઇન્ટેલિજન્સ ને સપોર્ટ કરે છે.
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ: આઈફોન 16 પર શાનદાર ડીલ્સ
આઈફોન 16 ગયા વર્ષે 2024 માં 79,900 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આઈફોન 17 લોન્ચ થયા પછી હેન્ડસેટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને તેને 69,900 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ હેઠળ iPhone 16 રૂ. 51,999 ની કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો: 25000 રૂપિયાના બજેટમાં ખરીદો પાવરફુલ સ્માર્ટફોન! જુઓ ટોપ 5 વિકલ્પ
આ ઉપરાંત ગ્રાહકોને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ સાથે રૂ. 3,653 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે SBI કાર્ડ સાથે, તમને રૂ. 2600 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ઈ-કોમર્સ જાયન્ટ જૂના ઉપકરણો પર એક્સચેન્જ ડીલ્સ પણ ઓફર કરી રહી છે. જે પછી આ Apple iPhone સસ્તો મળશે.
iPhone 16 Pro, iPhone 16 Pro Max
iPhone 16 Pro અને iPhone 16 Pro Max પણ ફેસ્ટિવ સેલમાં મોટા ડિસ્કાઉન્ટ પર મેળવી શકાય છે. iPhone 16 Pro રૂ. 1,19,900 ની લોન્ચ કિંમતે રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેને રૂ. 69,999 ની અસરકારક કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ કરાવી શકાય છે. આમાં 5000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ પણ શામેલ છે. ત્યાં જ ટોપ-એન્ડ iPhone 16 Pro Max બેંક ઓફર સાથે 1,44,900 રૂપિયાને બદલે 89,999 રૂપિયામાં ખરીદી શકાય છે.





