Auto Expo 2023 : LML નું Star Electric Scooter બન્યું ઓટો એક્સ્પોમાં આકર્ષણનું કેન્દ્ર,લોન્ચ કર્યું દેશનું પહેલું 360 ડિગ્રી વ્યુ કેમેરા વાળું ઈલેકટ્રીક સ્કૂટર

LML Star Electric Scooter : એલએમએલકંપનીએ આ સ્ટાર ઈલેકટ્રીક સ્કૂટર (LML Star Electric Scooter)ને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન આપી છે જે જોવામાં ઘણી આકર્ષક લાગે છે. આ સ્કૂટરને કંપનીએ વ્હાઇટ અને બ્લેક કલરના ડ્યુઅલ ટોનની સાથે રજૂ કરી છે. સ્કૂટરમાં કંપનીએ ઓલ એલઇડી લાઇટિંગનો ઉપયોગ કર્યો છે જેની સાથે એલઇડી ડીઆરએલને પણ જોડી છે.

LML Star Electric Scooter : એલએમએલકંપનીએ આ સ્ટાર ઈલેકટ્રીક સ્કૂટર (LML Star Electric Scooter)ને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન આપી છે જે જોવામાં ઘણી આકર્ષક લાગે છે. આ સ્કૂટરને કંપનીએ વ્હાઇટ અને બ્લેક કલરના ડ્યુઅલ ટોનની સાથે રજૂ કરી છે. સ્કૂટરમાં કંપનીએ ઓલ એલઇડી લાઇટિંગનો ઉપયોગ કર્યો છે જેની સાથે એલઇડી ડીઆરએલને પણ જોડી છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
In the LML Star electric scooter, the company has also added LED fog lamps along with LED head light of 360 degree view camera. (Photo- LML)

LML સ્ટાર ઇલેક્ટ્રિક સ્કૂટરમાં, કંપનીએ 360 ડિગ્રી વ્યૂ કેમેરાની LED હેડ લાઇટ સાથે LED ફોગ લેમ્પ પણ ઉમેર્યા છે. (ફોટો- LML)

Auto Expo 2023 ના બીજા દિવસે લોહિયા મશીનરી લિમિટેડ ( એલએમએલ) આ ઈલેકટ્રીક સ્કૂટર એલએમએલ સ્ટાર ઈલેકટ્રીક સ્કૂટર ( LML Star Electric Scooter) રજૂ કર્યું છે, જેને કંપનીએ ફ્યુસરિસ્ટિક ડિઝાઇન અને ફીચર્સથી લેસ કર્યું છે. પોતાની ફીચર્સ અને ડિઝાઇન સ્કૂટર ઓટો એક્સ્પોમાં લોકોના આકર્ષણના કેન્દ્ર બની ગયું છે.

Advertisment

LML Star Electric Scooter લોન્ચની સાથે ઓપન થઇ બુકીંગ વિન્ડો

કંપનીએ એલએમએલ ઈલેકટ્રીક સ્કૂટરને શોકેસ કરવાની સાથે તેની બુકીંગ વિન્ડોને પણ ઓપન કરી દીધી છે. ગ્રાહક કંપનીની અધિકારીક વેબસાઈટ પર જઈને તેને બુક કરી શકો છો.

આ પણ વાંચો: Auto Expo 2023 Second Day : મારુતિ સુઝુકીથી લઈને એમજી મોટર્સ સુધી, આ કંપની લોન્ચ કરશે પોતાની ગાડીઓ

LML Star Electric Scooter ઘમાકેદાર છે ફીચર્સ

LML Star Electric Scooter માં કંપનીએ સૌથી હાઈટેક ફીચર્સ આપ્યા છે જેમાં સૌથી મુખ્ય 360 ડિગ્રી કેમેરા છે જે સ્કૂટરની પાછળ વાળા વાહનોને સ્કૂટરમાં અપાયેલ ડિસ્પેલમાં જોઈ શકાય છે. આ સિવાય સ્કૂટરમાં ડિજિટલ ઈન્ટ્રુમેન્ટ ક્લસ્ટર, રિવર્સ પાર્ક આસિસ્ટન્ટ, હિલ હોલ્ડ અસિસ્ટ, એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ, ટ્યુબલેસ ટાયર અને ટાયર પ્રેશર મોનિટર્નિંગ જેવા ફીચર્સ અપાયા છે. 360 ડિગ્રી વ્યુ કેમેરા લગાવ્યા પછી એલએમએલ સ્ટાર આ સેગ્મેન્ટની એક માત્ર ઈલેકટ્રીક સ્કૂટર બની ગયું છે જેમાં આ પ્રીમિયમ ફીચર મળે છે.

Advertisment

LML Star Electric Scooter ની ડિઝાઇન

કંપનીએ આ ઈલેકટ્રીક સ્કૂટરને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન આપી છે જે જોવામાં ઘણી આકર્ષક લાગે છે. આ સ્કૂટરને કંપનીએ વ્હાઇટ અને બ્લેક કલરના ડ્યુઅલ ટોનની સાથે રજૂ કરી છે. સ્કૂટરમાં કંપનીએ ઓલ એલઇડી લાઇટિંગનો ઉપયોગ કર્યો છે જેની સાથે એલઇડી ડીઆરએલને પણ જોડી છે. સ્કૂટરના ફ્રન્ટમાં રાઉન્ડ શેપ હેડ લાઈટ આપી છે જેની સાથે રાઉન્ડ શેપ એલઈડી પ્રોજેક્ટ લાઈટને પણ લગાવી છે.

આ પણ વાંચો: Jio 5G in India: તમારા શહેરમાં 5G આવ્યું? ભારતના આ 94 શહેરોમાં Jio True 5G પહોંચ્યું, જુઓ સંપૂર્ણ લિસ્ટ

LML Star Electric Scooter કેવી છે બ્રેકીંગ સિસ્ટમ

કંપનીએ ઈલેકટ્રીક સ્કૂટરના ફ્રન્ટ અને રિયર બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક લગાવી છે જેની સાથે ઈ એબીએસને જોડી છે. સાથે 10 ઇંચની આકર્ષક ડિઝાઇન વાળું ઓઇલ વ્હીલ લગાવ્યું છે.

LML Star Electric Scooter ની હરીફાઈ કોની સાથે થશે

માર્કેટમાં લોન્ચ થયા પછી એલએમએલ સ્ટાર ઈલેકટ્રીક સ્કૂટરની હરીફાઈ, ટીવીએસ આઇક્યુબ (TVS iQube),ઓલા એસ1 (Ola S1), બજાજ ચેતક (Bajaj Chetak), ઈથર 450 એક્સ (Ather 450X) અને ઓકિનાવા ઓખી 90 (Okinawa Okhi 90) જેવી પ્રીમિયમ સ્કૂટરની સાથે થશે.

LML Star Electric Scooter ની શું છે કિંમત

એલએમએલના સ્ટાર ઈલેકટ્રીક સ્કૂટરની કિંમત હજુ સત્તાવાર રીતે પ્રકાશિત નથી, રિપોર્ટ્સ મુજબ, કંપની તેને 1 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમત સાથે માર્કેટમાં ઉતારી શકે છે.

ટેકનોલોજી