સુઝુકી એક્સેસ 125 સ્કૂટરનું અપડેટેડ વર્ઝન લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને ખાસિયતો

2026 Suzuki Access 125 With ABS Launched : સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે પોતાના સૌથી વધુ વેચાતા એક્સેસ 125 સ્કૂટરનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવા વર્ઝનમાં સિંગલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી છે

2026 Suzuki Access 125 With ABS Launched : સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે પોતાના સૌથી વધુ વેચાતા એક્સેસ 125 સ્કૂટરનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવા વર્ઝનમાં સિંગલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી છે

author-image
Ashish Goyal
New Update
2026 Suzuki Access 125 ABS

સુઝુકી એક્સેસ 125 સ્કૂટરનું અપડેટેડ વર્ઝન લોન્ચ

2026 Suzuki Access 125 With ABS Launched : સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે પોતાના સૌથી વધુ વેચાતા એક્સેસ 125 સ્કૂટરનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવા વર્ઝનમાં સિંગલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી છે. તેને અચાનક અથવા ફાસ્ટ  બ્રેક લગાવવા પર બ્રેક પ્રેશરને નિયંત્રિત કરીને વ્હીલ્સને લોક થવાથી અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ફિસલન અથવા ઉબડ-ખાબડ રસ્તાઓ પર તેનો રોલ વધી જાય છે. 

Advertisment

કંપનીના જણાવ્યા અનુસાર એક્સેસમાં સિસ્ટમ સ્કૂટરના હાલના રાઇડ કેરેક્ટરમાં ફેરફાર કર્યા વિના કામ કરે છે, કારણ કે એક્સેલરેશન, ઇંધણ કાર્યક્ષમતા અથવા કન્ફર્ટમમાં કોઈ ફેરફાર થતો નથી.

હોન્ડા એક્ટિવા અને TVS જ્યુપિટર સાથે સ્પર્ધા 

ABS ઉમેરવાથી એવા રાઇડર્સને ફાયદો થવાની અપેક્ષા છે જેઓ ટ્રાફિકમાં સેફ્ટીને પ્રાથમિકતા આપે છે. તે બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં 24.4-લિટરની અંડર-સીટ સ્ટોરેજ ક્ષમતા, ફ્રન્ટ ગ્લોવ બોક્સ અને એક એક્સટર્નલ ફ્યૂલ ફીડ છે. સીટની ઊંચાઈ 773 mm છે અને કર્બ વજન 105 કિલો છે. ઇક્વિપમેન્ટ લિસ્ટમાં બ્લૂટુથ-ઇનબેલ્ડ TFT જેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, LED હેડલેમ્પ્સ  વગેરે સામેલ છે. તે હોન્ડા એક્ટિવા અને TVS જ્યુપિટર જેવા મોડેલો સાથે સીધી સ્પર્ધા કરે છે.

એન્જિનમાં કોઈ ફેરફાર નથી

આ સ્કૂટરમાં કોઇ પ્રકારનો મેકેનિકલ ફેરફાર કરાયો નથી. આ સ્કૂટરમાં 124 cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક એન્જિન છે જે 6,750 rpm પર 8.7 PS પાવર અને 5,500 rpm પર 10 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જે CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે. આ સ્કૂટરમાં 5.3-લિટર ફ્યુઅલ ટાંકી છે. તેમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન અને સ્વિંગઆર્મ રિઅર યુનિટ છે, જે 12-ઇંચના ફ્રન્ટ અને 10-ઇંચના રિઅર એલોય વ્હીલ્સ પર ચાલે છે.

Advertisment

આ પણ વાંચો - બજાજ ઓટો આગામી સમયમાં 8 નવા બાઇક લોન્ચ કરશે, પલ્સર બ્રાન્ડ પર ફરી લાગશે મોટો દાંવ

સુઝુકી એક્સેસ 125  કિંમત

એક્સેસ રાઇડ કનેક્ટ ABS એડિશનની કિંમત ₹92,328 (એક્સ-શોરૂમ) છે. તે પાંચ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેમાં મેટાલિક મેટ બ્લેક નંબર 2, મેટાલિક મેટ સ્ટેલર બ્લુ, પર્લ ગ્રેસ વ્હાઇટ, સોલિડ આઈસ ગ્રીન અને પર્લ શાઇની બેઝનો સમાવેશ થાય છે. આ સિવાય એક્સેસ રાઇડ કનેક્ટ TFT ABS એડિશન છે, જેની કિંમત ₹98,378 (એક્સ-શોરૂમ) છે. તે પાંચ કલર ઓપ્શનમાં આવે છે, જેમાં એક્સક્લુઝિવ પર્લ મેટ એક્વા સિલ્વર શેડ પણ સામેલ છે.

Auto news બિઝનેસ