/indian-express-gujarati/media/media_files/2026/01/20/ampere-magnus-g-max-launched-2026-01-20-15-52-06.jpg)
Ampere Magnus G Max Launched : ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં એમ્પેયરે તેનું નવું સ્કૂટર મેગ્નસ જી મેક્સ લોન્ચ કર્યું
Ampere Magnus G Max Launched : ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં એમ્પેયરે તેનું નવું સ્કૂટર મેગ્નસ જી મેક્સ લોન્ચ કર્યું છે. તેની પ્રારંભિક કિંમત 94,999 રુપિયા (એક્સ-શોરૂમ) છે. આ સ્કૂટર ખાસ કરીને એવા ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ વિશ્વસનીય રેન્જ, વધુ સ્ટોરેજ અને દૈનિક ઉપયોગ માટે આરામદાયક રાઇડ ઇચ્છે છે.
લાંબી રેન્જ અને સલામત બેટરી
એમ્પેયરે તેના નવા સ્કૂટર મેગ્નસ જી મેક્સમાં 3 kWh ની લિથિયમ ફેરો ફોસ્ફેટ (LFP) બેટરી આપી છે, જે તેની શ્રેષ્ઠ સલામતી અને લાંબા લાઇફ માટે જાણીતી છે. કંપની આ બેટરી પર 5 વર્ષ અથવા 75,000 કિમી વોરંટી પણ આપી રહી છે.
કંપનીનો દાવો છે કે આ સ્કૂટર ઇકો મોડમાં 100 કિમીથી વધુની રિયલ વર્લ્ડ રેન્જ આપશે, જ્યારે તેની સર્ટિફાઇડ રેન્જ 142 કિમી સુધીની છે. બેટરીને ઘરે જ 4.5 કલાકમાં 20% થી 80% સુધી ચાર્જ કરી શકાય છે.
સ્માર્ટ ફિચર્સ
એમ્પેયર મેગ્નસ જી મેક્સમાં 33 લિટર અંડર-સીટ સ્ટોરેજ છે, જે તેને આ સેગમેન્ટમાં એકદમ પ્રેક્ટિકલ બનાવે છે. તે સરળતાથી હેલ્મેટ અથવા દૈનિક આવશ્યક વસ્તુઓને સમાવી શકાય છે. ફિચર્સની વાત કરવામાં આવે તો તેમા 3.5-ઇંચ LCD ડિસ્પ્લે, USB ચાર્જિંગ પોર્ટ, LED લાઇટિંગ અને વૈકલ્પિક કનેક્ટેડ ફિચર્સ (TCU દ્વારા) પણ સામેલ છે.
ટોપ સ્પીડ 65 કિમી/કલાક
આ સ્કૂટરમાં હબ-માઉન્ટેડ મોટર આપવામાં આવી છે જે 1.5 kW નો નોર્મલ પાવર અને 2.4 kW નો પીક પાવર જનરેટ કરે છે. આ પાવર શહેરમાં રોજની રાઇડ માટે પુરતો માનવામાં આવે છે.
મેગ્નસ જી મેક્સની ટોપ સ્પીડ 65 કિમી/કલાક છે અને તેમાં ઇકો, સિટી અને રિવર્સ જેવા રાઇડિંગ મોડ્સ છે, જે ટ્રાફિક અને પાર્કિંગમાં સ્કૂટર ચાલવાનું સરળ બનાવે છે.
આ પણ વાંચો - 6500mAh બેટરી અને 50MP કેમેરા વાળા ફોન પરથી પડદો ઉંચકાયો, જાણો કિંમત અને ફિચર્સ
ખરાબ રસ્તાઓ પર પણ વિશ્વસનીય
આ સ્કૂટર ડ્યુઅલ-ફ્રેમ ચેસિસ પર તૈયાર કરવામાં આવેલ છે અને 165mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે. આનો અર્થ એ છે કે તે ખરાબ રસ્તાઓ અને ઉંચા સ્પીડ બ્રેકર્સને પણ સરળતાથી પાર કરી શકે છે. આરામદાયક સવારી માટે તેમાં આગળ હાઇડ્રોલિક ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળના ભાગમાં ડ્યુઅલ શોક એબ્ઝોર્બર્સ છે.
કલર ઓપ્શન
આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર મોનસૂન બ્લુ, મેચા ગ્રીન અને સિનેમન કોપર જેવા આકર્ષક કલર ટોનમાં ઉપલબ્ધ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us