/indian-express-gujarati/media/media_files/2026/01/21/ducati-panigale-v4-tricolore-2026-01-21-16-12-52.jpg)
ઇટાલિયન સુપરબાઇક નિર્માતા ડુકાટીએ (Ducati) ભારતમાં પોતાની સૌથી ખાસ અને લિમિટેડ એડિશન સુપરબાઇક પેનિગલ V4 ટ્રાઇકલર લોન્ચ કરી Photograph: (Ducati)
Ducati Panigale V4 Tricolore Launched In India : ઇટાલિયન સુપરબાઇક નિર્માતા ડુકાટીએ (Ducati) ભારતમાં પોતાની સૌથી ખાસ અને લિમિટેડ એડિશન સુપરબાઇક પેનિગલ V4 ટ્રાઇકલર લોન્ચ કરી છે. આ પ્રીમિયમ બાઇકની કિંમત 72 લાખ રુપયા (એક્સ-શોરૂમ) છે. આ ડુકાટીની ફ્લેગશિપ સુપરસ્પોર્ટ બાઇકનું સ્પેશિયલ એડિશન છે, જે વિશ્વભરમાં ફક્ત 1,000 યુનિટ સુધી મર્યાદિત છે. આ 1,000 બાઇકોમાંથી ભારતમાં કક્ત થોડા જ યુનિટ ઉપલબ્ધ થશે.
ટ્રાઇકલોર કલર
બાઇકની સૌથી વિશિષ્ટ વિશેષતા તેની ટ્રાઇકલર પેઇન્ટ સ્કીમ છે, જેમાં ઇટાલીના ઝંડાના ત્રણ રંગો લાલ, સફેદ અને લીલો જોવા મળે છે. આ વખતે ડુકાટીએ આ કલર કોમ્બિનેશનને નવા અસિમેટ્રિક લિવરી ડિઝાઇન સાથે રજૂ કર્યું છે.
પ્રીમિયમ ડિઝાઇન
પેનિગલ V4 ટ્રાઇકલરમાં ઘણા એવા એલિમેંટ્સ છે જે તેને કલેક્ટર્સ બાઇક બનાવે છે. તેમાં યુનિટ નંબર સાથે સ્ટીયરિંગ પ્લેટ, નંબરવાળી એલ્યુમિનિયમ કી અને સ્ટાર્ટ-અપ પર સમયે દેખાતું એક અનોખું ડેશબોર્ડ એનિમેશન આપવામાં આવ્યું છે. તેમાં પ્રીમિયમ Alcantara સીટ છે. ડુકાટીએ આ સ્પેશિયલ એડિશનમાં કેટલાક મેકેનિકલ અપગ્રેડ પણ કર્યા છે.
હલકા કાર્બન ફાઇબર વ્હીલ્સ
આ સુપરબાઇકમાં કાર્બન ફાઇબર વ્હીલ્સ છે જે પહેલા કરતા 0.907 કિલો હલકા છે. આ બાઇકના હેન્ડલિંગમાં સુધારો કરે છે અને કોનરિંગમાં વધારે કંટ્રોલ મળે છે.
રેસિંગ-ગ્રેડ બ્રેકિંગ સિસ્ટમ
પેનિગલ V4 ટ્રાઇકલરમાં ફ્રન્ટ બ્રેક પ્રો સેટઅપ છે, જેમાં ફ્રન્ટમાં ડ્યુઅલ 338.5mm ડિસ્ક, બ્રેમ્બો હાયપ્યોર કેલિપર્સ અને બ્રેમ્બો MCS 19.21 માસ્ટર સિલિન્ડરનો સમાવેશ થાય છે. આ બ્રેકિંગ સિસ્ટમ ડુકાટીની WSBK રેસ બાઇક્સમાંથી લેવામાં આવી છે. આ ફેરફારોથી બાઇકનું વજન 3 કિલો ઓછું થયું છે, જેના કારણે તેનું કર્બ વજન 188 કિલો રહી ગયું છે.
આ પણ વાંચો - ઓપ્પોએ ભારતમાં લોન્ચ કર્યો 7000mAh મોટી બેટરી અને 50MP કેમેરા વાળો નવો ફોન, જાણો કિંમત અને ફિચર્સ
શક્તિશાળી V4 એન્જિન
આ બાઇકમાં સ્ટાન્ડર્ડ પેનિગલ V4 જેવું જ શક્તિશાળી એન્જિન છે. તે 1,103cc, લિક્વિડ-કૂલ્ડ V4 ડેસ્મોસેડિસી સ્ટ્રેડેલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 216 bhp પાવર અને 122 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેમાં ડ્રાય ક્લચ છે.
પેનિગલ V4 ટ્રાઇકલોર ખરીદનારા ગ્રાહકોને ડુકાટી તરફથી સર્ટિફિકેટ ઓફ ઓથેંટિસિટી, એક ખાસ પ્રેઝન્ટેશન બોક્સ અને કસ્ટમ ટ્રાઇકલર બાઇક કવર મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us