ઓપ્પોએ ભારતમાં લોન્ચ કર્યો 7000mAh મોટી બેટરી અને 50MP કેમેરા વાળો નવો ફોન, જાણો કિંમત અને ફિચર્સ

Oppo A6 5G Launched: ઓપ્પોએ એ ભારતમાં પોતાની A-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Oppo A6 5G એ કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેને 7000mAh મોટી બેટરી, 256GB સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો

Oppo A6 5G Launched: ઓપ્પોએ એ ભારતમાં પોતાની A-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Oppo A6 5G એ કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેને 7000mAh મોટી બેટરી, 256GB સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો

author-image
Ashish Goyal
New Update
oppo a6 5g launch

Oppo A6 5G Launched: ઓપ્પોએ એ ભારતમાં પોતાની A-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Oppo A6 5G Launched: ઓપ્પોએ એ ભારતમાં પોતાની  A-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Oppo A6 5G એ કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેને 7000mAh મોટી બેટરી, MediaTek Dimensity 6000 સિરીઝની ચિપસેટ અને 256GB સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. નવા Oppo A6 5G માં 50MP પ્રાઇમરી રિઅર કેમેરા સેટઅપ મળે છે. ઓપ્પોના ના આ નવા ફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જાણો.

Advertisment

ભારતમાં ઓપ્પો A6 5G ની કિંમત

Oppo A6 5G ના 4GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે. જ્યારે 6GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટને 19,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. 6GB RAM અને 256 GB સ્ટોરેજ સાથે ટોપ-એન્ડ વેરિઅન્ટ 21999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

ટેક કંપની પસંદગીની બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક અને ત્રણ મહિના માટે નો-કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ ઓફર કરી રહી છે. નવો ફોન ભારતમાં ઓપ્પો ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાય છે. ઓપ્પો એ6 5G ને સેફાયર બ્લૂ, આઇસ વ્હાઇટ અને સાકુરા પિંક રંગોમાં લઈ શકાય છે.

ઓપ્પો A6 5G સ્પેસિફિકેશન્સ

ઓપ્પો એ6 5G સ્માર્ટફોનમાં 6.75-ઇંચની એચડી + (720×1,570 પિક્સેલ) એલસીડી સ્ક્રીન છે જે 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ, 240 હર્ટ્ઝ સુધીનો ટચ સેમ્પલિંગ રેટ અને 256 ppi પિક્સેલ ડેનસિટી પ્રદાન કરે છે. આ ફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે અને એન્ડ્રોઇડ 15 બેસ્ડ ColorOS 15 સાથે આવે છે. આ હેન્ડસેટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ છે. ઓપ્પોના આ ફોનમાં 6 જીબી રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

Advertisment

ઓપ્પોના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 7000 એમએએચની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ફીચર્સ છે.

Oppo A6 5G માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ફોનમાં એપરચર એફ/1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને એપરચર એફ /2.4 સાથે 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર પણ છે. હેન્ડસેટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે એપરચર એફ/2.0 સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર છે. આ કેમેરો 60fps પર 1080 પિક્સેલ સુધીનો વીડિયો રેકોર્ડ કરી શકે છે. ફોન ડસ્ટ અને પાણીના પ્રતિકાર માટે IP66 + IP68 + IP69 રેટિંગ સાથે આવે છે.

આ પણ વાંચો - 6500mAh બેટરી અને 50MP કેમેરા વાળા ફોન પરથી પડદો ઉંચકાયો, જાણો કિંમત અને ફિચર્સ

ડિવાઇસમાં પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ અને એક્સિલરોમીટર આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 5, બ્લૂટૂથ 5.4 અને USB Type-C પોર્ટ જેવા ફીચર્સ છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 166.6×78.5×8.6mm અને તેનું વજન લગભગ 216 ગ્રામ છે.

5G ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન