/indian-express-gujarati/media/media_files/2026/01/23/december-2025-two-wheeler-sales-india-2026-01-23-19-12-49.jpg)
ભારતના ટુ-વ્હીલર માર્કેટે ડિસેમ્બર 2025માં સારું પ્રદર્શન કર્યું છે
December 2025 Two Wheeler Sales India: ભારતના ટુ-વ્હીલર માર્કેટે ડિસેમ્બર 2025માં સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે ટોપના 10 ટુ-વ્હીલર મોડલ્સનું કુલ વેચાણ 10,49,549 યુનિટ રહ્યું છે, જે ડિસેમ્બર 2024માં 7,36,372 યુનિટ્સ કરતા મોટી વધારો દર્શાવે છે. વધુ સારી ગ્રામીણ માંગ, સ્થિર શહેરી ખરીદી અને ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ગ્રોથે આ તેજીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
હાઇ ડિમાન્ડની ઝલક
હીરો મોટોકોર્પના હીરો સ્પ્લેન્ડરે ફરી એકવાર નંબર-1 નું સ્થાન જાળવી રાખ્યું છે અને 2,80,760 યુનિટનું વેચાણ નોંધાવ્યું છે. જ્યારે હોન્ડાની એક્ટિવાએ સ્કૂટર સેગમેન્ટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને 1,81,604 યુનિટનું વેચાણ કર્યું હતું.
અન્ય ટોપ પર્ફોમન્સમાં હોન્ડા શાઇન, ટીવીએસ જ્યુપિટર, બજાજ પલ્સર, સુઝુકી એક્સેસ, હીરો એચએફ ડિલક્સ, ટીવીએસ એક્સએલ, ટીવીએસ અપાચે અને ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ટીવીએસ આઇક્યુબનો સમાવેશ થાય છે.
ડિસેમ્બર 2025 માં ટોપ 10 ટુ-વ્હીલરનું વેચાણ (YoY સરખામણી)
| ક્રમાંક | મોડલ | ડિસેમ્બર -25 વેચાણ | ડિસેમ્બર -24 વેચાણ |
| 1 | હીરો સ્પ્લેન્ડર | 2,80,760 | 1,92,438 |
| 2 | હોન્ડા એક્ટિવા | 1,81,604 | 1,20,981 |
| 3 | હોન્ડા શાઇન | 1,41,602 | 1,00,841 |
| 4 | ટીવીએસ જુપિટર | 1,20,477 | 88,668 |
| 5 | બજાજ પલ્સર | 79,616 | 65,571 |
| 6 | સુઝુકી એક્સેસ | 69,622 | 52,180 |
| 7 | HF ડિલક્સ | 49,051 | 41,713 |
| 8 | TVS XL | 46,133 | 33,092 |
| 9 | TVS અપાચે | 45,507 | 20,885 |
| 10 | iQube | 35,177 | 20,003 |
| કુલ | — | 10,49,549 | 7,36,372 |
OEM-Wise ગ્રોથ - કઈ કંપનીએ બાજી મારી?
ટીવીએસ મોટરે સૌથી ઝડપી વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે, જેમાં સ્કૂટર, પર્ફોર્મન્સ બાઇક્સ અને ઇવી સેગમેન્ટ્સે મોટો ફાળો આપ્યો છે.
હીરો મોટોકોર્પ અને હોન્ડાએ મળીને વાર્ષિક ધોરણે લગભગ 2 લાખ યુનિટ્સનો ઉમેરો કર્યો છે, જેનાથી કમ્યુટર બાઇક્સ અને સ્કૂટરમાં તેમની પકડ વધુ મજબૂત બની છે.
આ પણ વાંચો - સસ્તો આઈફોન જલ્દી લોન્ચ થશે, જાણો ભારતમાં કિંમતથી લઇને કેમેરા, ડિસ્પ્લે સહિત દરેક માહિતી
હોન્ડાએ સૌથી વધુ એબ્સોલ્યૂટ YoY વોલ્યુમ વૃદ્ધિ નોંધાવી છે, જેમાં એક્ટિવા અને શાઇન મુખ્ય રહી છે.
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટ પણ મજબૂત
ઇલેક્ટ્રિક મોબિલિટી હવે ટુ-વ્હીલર માર્કેટમાં એક મજબૂત સેગમેન્ટ બની ગઈ છે, જેમાં TVS iQubeનું વેચાણ 35,177 યુનિટ સુધી પહોંચ્યું છે, જે ડિસેમ્બર 2024ની સરખામણીમાં મોટો ઉછાળો છે.
માર્કેટ ટ્રેન્ડ: કમ્યુટર + ઇવી = ગ્રોથની નવી ફોર્મ્યુલા
ડિસેમ્બર 2025 ના આંકડા દર્શાવે છે કે:
કમ્યુટર મોટરસાયકલ બજારની કરોડરજ્જુ બનેલી છે.
સ્કૂટર સેગમેન્ટમાં સ્થિર અને મજબૂત માંગ છે.
પર્ફોર્મન્સ બાઇકની લોકપ્રિયતા વધી રહી છે.
ઇલેક્ટ્રિક સ્કૂટર હવે મુખ્ય પ્રવાહમાં પ્રવેશી ચૂક્યા છે.
ટોપના 10 મોડલોની 10.4 લાખથી વધુ યુનિટ્સના વેચાણ સાથે, ટુ-વ્હીલર ઉદ્યોગે વર્ષ 2025 નો અંત ખૂબ જ પોઝિટિવ નોટ પર કર્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us