મેટાલિક બ્લેક અવતારમાં આવી યામાહાની દમદાર બાઇક, જાણો કિંમત અને શું છે ખાસિયત

Yamaha XSR155 : જાપાની ટુ-વ્હીલર કંપની ઇન્ડિયા યામાહા મોટરે તેની લોકપ્રિય આધુનિક-રેટ્રો બાઇક, યામાહા XSR155 ને નવા મેટાલિક બ્લેક શેડમાં લોન્ચ કરી છે

Yamaha XSR155 : જાપાની ટુ-વ્હીલર કંપની ઇન્ડિયા યામાહા મોટરે તેની લોકપ્રિય આધુનિક-રેટ્રો બાઇક, યામાહા XSR155 ને નવા મેટાલિક બ્લેક શેડમાં લોન્ચ કરી છે

author-image
Ashish Goyal
New Update
yamaha XSR155 Metallic Black shade 1

યામાહા XSR155 નવા મેટાલિક બ્લેક શેડમાં લોન્ચ કરી Photograph: (યામાહા)

Yamaha XSR155 : જાપાની ટુ-વ્હીલર કંપની ઇન્ડિયા યામાહા મોટરે તેની લોકપ્રિય આધુનિક-રેટ્રો બાઇક, યામાહા XSR155 ને નવા મેટાલિક બ્લેક શેડમાં લોન્ચ કરી છે. આ નવા વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 1,58,990 રુપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. ચાલો આ બાઇક વિશે ડિટેલ્સમાં જાણીએ.

Advertisment

આ વેરિઅન્ટમાં ખાસ શું છે?

નવી મેટાલિક બ્લેક XSR155 નું સૌથી મોટું આકર્ષણ તેનો ડીપ બ્લેક રંગ અને ગોલ્ડન USD ફ્રન્ટ ફોર્ક્સ છે. બ્લેક અને ગોલ્ડનું આ કોમ્બિનેશન બાઇકને રસ્તા પર એક અલગ ઓળખ આપે છે. તેની મસ્કુલર ફ્યુઅલ ટાંકી, મિનિમલિસ્ટ બોડીવર્ક, રેટ્રો-ઇંસ્પાયર્ડ ડિઝાઇન અને પ્રીમિયમ રોડ પ્રેઝેન્સ જોવા મળે છે. આ સાથે બાઇક ક્લાસિક લૂક અને સ્પોર્ટી ફીલનું શાનદાર મિશ્રણ રજુ કરે છે.

ગ્રાહકની ડિમાન્ડ પર બ્લેક અવતાર રજુ કર્યો

કંપનીના જણાવ્યા અનુસાર ગયા વર્ષે લોન્ચ થયા પછી XSR155 ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને યુવાનોને તેના મોર્ડર-રેટ્રો સ્ટાઇલ ખૂબ પસંદ કરી છે. જ્યારે ગ્રાહકોએ બ્લેક કલરની ડિમાન્ડ કરી ત્યારે યામાહાએ ઝડપથી પ્રતિભાવ આપતા આ નવો શેડ રજૂ કર્યો હતો.

XSR155 શા માટે ખાસ છે?

XSR155 એવા રાઇડર્સ માટે છે જે રેટ્રો સ્ટાઇલ, દમદાર પર્ફોમન્સ પ્રીમિયમ ફિનિશ અને એક વિશિષ્ટ ઓળખ ઇચ્છે છે. આ બાઇક યામાહાની મોર્ડન રેટ્રો સ્પોર્ટ ફિલોસોફી પર આધારિત છે, જે જૂની ક્લાસિક ડિઝાઇનને નવી ટેકનોલોજી સાથે જોડે છે.

Advertisment

આ પણ વાંચો -  જીપે ફરી લોન્ચ કરી Wrangler Willys, ફક્ત 41 લોકો જ ખરીદી શકશે, જાણો કિંમત અને ખાસિયત

ભારતમાં 150-160cc સેગમેન્ટ ખૂબ જ સ્પર્ધાત્મક છે, પરંતુ XSR155 ની સ્ટાઇલ અને બ્રાન્ડ મૂલ્ય તેને અલગ પાડે છે. નવા મેટાલિક બ્લેક શેડ સાથે આ બાઇક યુવાનોને વધુ આકર્ષિત કરી શકે છે. જો તમે એવી બાઇક ઇચ્છતા હોવ જે ભીડથી અલગ દેખાય અને રાઇડિંગનો આનંદ પણ આપે તો XSR155 નો આ નવો અવતાર ચોક્કસપણે તમારું ધ્યાન ખેંચશે.

Auto news બિઝનેસ ટેકનોલોજી