ક્લાસિક લેજેન્ડ્સે નવી Yezdi રોડસ્ટર રેડ વુલ્ફ એડિશન લોન્ચ કરી, જાણો કિંમત અને નવા અપડેટ

Yezdi Roadster Red Wolf Edition Launched : ક્લાસિક લેજેન્ડ્સે ભારતીય બજારમાં પોતાની ફિલ્મ ક્રુઝર બાઇક યેઝદી રોડસ્ટરની નવી સ્પેશ્યલ એડિસન રેડ વુલ્ફ લોન્ચ કરી છે

Yezdi Roadster Red Wolf Edition Launched : ક્લાસિક લેજેન્ડ્સે ભારતીય બજારમાં પોતાની ફિલ્મ ક્રુઝર બાઇક યેઝદી રોડસ્ટરની નવી સ્પેશ્યલ એડિસન રેડ વુલ્ફ લોન્ચ કરી છે

author-image
Ashish Goyal
New Update
Yezdi Roadster Red Wolf Edition price and specs | New Yezdi Roadster Red Wolf color variant | યેઝદી રોડસ્ટર રેડ વુલ્ફ એડિશનની કિંમત | નવી યેઝદી રોડસ્ટર બાઇક ફીચર્સ

Yezdi Roadster Red Wolf Edition Launched : ક્લાસિક લેજેન્ડ્સે ભારતીય બજારમાં પોતાની ફિલ્મ ક્રુઝર બાઇક યેઝદી રોડસ્ટરની નવી સ્પેશ્યલ એડિસન રેડ વુલ્ફ લોન્ચ કરી Photograph: (Yezdi વેબસાઇટ)

Yezdi Roadster Red Wolf Edition Launched : ક્લાસિક લેજેન્ડ્સે ભારતીય બજારમાં પોતાની ફિલ્મ ક્રુઝર બાઇક યેઝદી રોડસ્ટરની નવી સ્પેશ્યલ એડિસન રેડ વુલ્ફ લોન્ચ કરી છે. દિલ્હીમાં આ એડિશનની એક્સ-શોરૂમ કિંમત 2.10 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ નવું વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ રોડસ્ટર પર આધારિત છે અને તેમાં માત્ર કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે. એન્જિન અને મિકેનિકલ સેટઅપને પહેલા જેવા જ રાખવામાં આવ્યા છે.

Advertisment

નવા અપડેટ શું છે?

યેઝડી રોડસ્ટર રેડ વુલ્ફ એડિશનમાં ઘણા આકર્ષક ફેરફારો જોવા મળે છે, જે આ પ્રકારે છે.

  • ડીપ રેડ પેઇન્ટ ફિનિશ- આ બાઇકને નામ અનુસાર ખાસ ડાર્ક રેડ કલરમાં રજૂ કરવામાં આવી છે.
  • અતિરિક્ત ક્રોમ ડિટેલિંગ - એક્ઝોસ્ટ, એન્જિન અને હેન્ડલબાર પર ક્રોમ ટચ આપવામાં આવ્યા છે.
  • યુનિક બ્રાઉન સીટ- આ એડિશનમાં બ્રાઉન કલરની સીટ છે, જે તેને એક અલગ ઓળખ આપે છે.
  • મોડ્યુલર સોલો / પિલિયન સીટ સેટઅપ - પહેલાની જેમ બાઇક સોલો અથવા ડ્યુઅલ સીટનો વિકલ્પ જાળવી રાખવામાં આવ્યો છે.

સ્ટાન્ડર્ડ મોડલના મુખ્ય ડિઝાઇન એલિમેંટ્સમાં ની-રિસેસ્ડ ફ્યુઅલ ટેન્ક, વાઇડ રિઅર ફેન્ડર, હગર, ટ્વિન-બારેલ એક્ઝોસ્ટ જેવા ફિચર્સને ફેરફાર કર્યા વગર યથાવત્ રાખવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે તેની પાસે સેગમેન્ટમાં સૌથી પહોળું રિઅર ટાયર છે, જે રોડ પ્રેઝેન્સ અને ગ્રિપમાં સુધારો કરે છે.

Advertisment

એન્જિન અને પર્ફોમન્સ

મેરેનિકલ રીતે રેડ વુલ્ફ એડિશનમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેમાં મળનાર એન્જિનમાં 334 સીસીનું અલ્ફા 2 લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે, જેમાં સ્લીપર ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ મળે છે.

આ પણ વાંચો - મેટાલિક બ્લેક અવતારમાં આવી યામાહાની દમદાર બાઇક, જાણો કિંમત અને શું છે ખાસિયત

કિંમત અને પોઝિશન

યેઝદી રોડસ્ટર રેડ વુલ્ફ એડિશનની પ્રારંભિક કિંમત 2.10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. પરંતુ સ્ટાન્ડર્ડ રોડસ્ટર રેન્જની કિંમત 1.92 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ રીતે રેડ વુલ્ફ વેરિઅન્ટને રોડસ્ટર લાઇનઅપને ટોપ એન્ડમાં રાખવામાં આવી છે.

કોની સાથે સ્પર્ધા?

ભારતીય બજારમાં યેઝદી રોડસ્ટરનો મુકાબલો મુખ્યત્વે રોયલ એનફિલ્ડ મેટિયોર 350, હોન્ડા એચનેસ સીબી 350 અને જાવા 42 સાથે થશે.

બિઝનેસ Auto news