/indian-express-gujarati/media/media_files/2026/01/02/hyundai-venue-2026-01-02-15-25-17.jpg)
Hyundai Venue : હ્યુન્ડાઇ ઇન્ડિયાએ તાજેતરમાં લોન્ચ થયેલ નવી જનરેશન વેન્યુનું એક નવું HX5+ વેરિઅન્ટ રજૂ કર્યું
Hyundai launches new Venue HX5 Plus: હ્યુન્ડાઇ ઇન્ડિયાએ તાજેતરમાં લોન્ચ થયેલ નવી જનરેશન વેન્યુનું એક નવું HX5+ વેરિઅન્ટ રજૂ કર્યું છે. આ નવા વેરિઅન્ટની કિંમત 9.99 લાખ રુપિયા(એક્સ-શોરૂમ) છે. આ તેને કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં ફિચર્સ અને કિંમત બંને દ્રષ્ટિએ એક આકર્ષક વિકલ્પ બનાવે છે. હાલમાં વેન્યુ HX2 થી HX10 સુધીના ટ્રીમ્સમાં વેચાય છે. જ્યારે HX5+ ખાસ કરીને મિડ-એન્ડ અને હાઇ-એન્ડ વેરિઅન્ટ વચ્ચેની ખાલી જગ્યાને ભરવા માટે રજૂ કરવામાં આવ્યું છે. કંપનીનું માનવું છે કે આ નવું વેરિઅન્ટ વધુ ગ્રાહકો સુધી પ્રીમિયમ ફિચર્સ સુધી પહોંચાડી શકાશે.
HX5+ માં ઘણા વિઝ્યુઅલ અપડેટ્સ છે
નવું HX5+ વેરિઅન્ટ હ્યુન્ડાઇના વિશ્વસનીય 1.2-લિટર Kappa પેટ્રોલ એન્જિન સાથે આવે છે જે મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે. આ સેટઅપ રોજિંદા ડ્રાઇવિંગ અને શહેરના ઉપયોગ માટે સંતુલિત પર્ફોમન્સ આપવામાં સક્ષમ માનવામાં આવે છે. ડિઝાઇન અને એક્સટીરિયરની વાત કરીએ તો HX5+ માં ઘણા વિઝ્યુઅલ અપડેટ્સ છે જે તેની રોડ પ્રેઝન્સને શાનદાર બનાવે છે. તેમાં રૂફ રેલ્સ, ક્વાડ-બીમ LED હેડલેમ્પ્સ, રીઅર વાઇપર અને વોશર જેવા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે, અત્યાર સુધી આ આ કિંમત પર સરળતાથી મળતા નથી.
SUV માં આવા છે પ્રીમિયમ ફિચર્સ
હ્યુન્ડાઇએ કેબિનની અંદર કમ્ફર્ટ પર પણ વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 2026 હ્યુન્ડાઇ વેન્યુ HX5+ વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર આપવામાં આવ્યું છે, જે કેબલની ઝંઝટને દૂર કરે છે. ડ્રાઇવર માટે સ્ટોરેજ સાથે આર્મરેસ્ટ જોડવામાં આવ્યું છે, જે લાંબા ડ્રાઇવ દરમિયાન આરામ વધારે છે. પાછળની સીટના મુસાફરો માટે પાછળની વિન્ડોમાં સનશેડ્સ આપવામાં આવ્યા છે, જે ખાસ કરીને ગરમ હવામાનમાં ઉપયોગી ફિચર્સ સાબિત થાય છે.
આ પણ વાંચો - કેટીએમ RC 160 ની તસવીરો લીક, એન્જીન, કિંમત, ફિચર્સ સહિત જાણો સંપૂર્ણ જાણકારી
વેન્યુના HX4 વેરિઅન્ટને પણ અપડેટ કર્યું
HX5+ ઉપરાંત હ્યુન્ડાઇએ વેન્યુના હાલના HX4 વેરિઅન્ટને પણ અપડેટ કર્યું છે, જેમાં હવે ડ્રાઇવર સીટ હાઇટ એડજસ્ટમેન્ટ ફિચર જોડવામાં આવ્યું છે. આ નવું વેરિઅન્ટ એવા સમયે આવ્યું છે જ્યારે નવી જનરેશન વેન્યુને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સબ-4 મીટર SUV ને નવેમ્બર 2025 માં લોન્ચ થયા પછી 50,000 થી વધુ બુકિંગ મળ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us