KTM RC 160 : કેટીએમ RC 160 ની તસવીરો લીક, એન્જીન, કિંમત, ફિચર્સ સહિત જાણો સંપૂર્ણ જાણકારી

KTM RC 160 : કેટીએમ ભારતમાં પોતાની ફુલી ફેયર્ડ બાઇક લાઇનઅપને વધુ મજબૂત બનાવવા માટે તૈયારી કરી રહી છે. કંપનીની આગામી KTM RC 160 ની તસવીરો લોન્ચ પહેલા જ ઓનલાઇન લીક થઈ ગઈ છે

KTM RC 160 : કેટીએમ ભારતમાં પોતાની ફુલી ફેયર્ડ બાઇક લાઇનઅપને વધુ મજબૂત બનાવવા માટે તૈયારી કરી રહી છે. કંપનીની આગામી KTM RC 160 ની તસવીરો લોન્ચ પહેલા જ ઓનલાઇન લીક થઈ ગઈ છે

author-image
Ashish Goyal
New Update
KTM New Sports Bike

KTM RC 160 ની તસવીરો લોન્ચ પહેલા જ ઓનલાઇન લીક થઈ ગઈ છે Photograph: (પ્રતિકાત્મક તસવીર)

KTM RC 160 launch soon in India, will rival Yamaha R15: કેટીએમ ભારતમાં પોતાની ફુલી ફેયર્ડ બાઇક લાઇનઅપને વધુ મજબૂત બનાવવા માટે તૈયારી કરી રહી છે. કંપનીની આગામી KTM RC 160 ની તસવીરો લોન્ચ પહેલા જ ઓનલાઇન લીક થઈ ગઈ છે. આ નવી બાઇક કેટીએમ આરસી 200 ની નીચે પોઝિશન કરવામાં આવશે અને સીધી Yamaha R15 સાથે સ્પર્ધા કરશે.

Advertisment

ડિઝાઇન અને લુક : RC સિરીઝ જેવી આક્રમક સ્ટાઇલિંગ

લીક થયેલી તસવીરોથી સ્પષ્ટ થાય છે કે KTM RC 160 ની ડિઝાઇન હાલની આરસી સિરીઝને મળતી હશે.

ફુલ ફેયરિંગ બોડી
કેટીએમ સ્ટાઇલ શાર્પ હેડલેમ્પ્સ
ટુ-પીસ સ્ટેપ્ડ સીટ
સ્લિમ અને સ્ટેપ્ડ સીટ

ઓવરઓલ આ બાઇક એક પરફેક્ટ સ્પોર્ટ્સ બાઇક લુક સાથે આવશે, જે ઘણા યુવાનોને આકર્ષિત કરી શકે છે.

Advertisment

એન્જિન અને પર્ફોમન્સ

જો કે કેટીએમએ સત્તાવાર રીતે સ્પેસિફિકેશન જાહેર કર્યા નથી પણ અહેવાલો અનુસાર આ પ્રમાણે છે.

એન્જિન :164 સીસી, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ સિલિન્ડર
પાવર : અંદાજે 19 BHP
ટોર્ક : 15.5 એનએમ
ગિયરબોક્સ: 6-સ્પીડ મેન્યુઅલ

આ આંકડાના આધારે, કેટીએમ આરસી 160 તેના સેગમેન્ટમાં શાનદાર પ્રદર્શન આપી શકે છે.

સસ્પેન્શન અને બ્રેકિંગ

કેટીએમની ઓળખ તેના પ્રીમિયમ હાર્ડવેરથી થાય છે અને આરસી 160 કઇક આવું જ જોવા મળી શકે છે.

ફ્રન્ટમાં USD (Upside Down) ફોર્ક
રિયરમાં મોનોશૉક સસ્પેન્શન
આગળ અને પાછળ ડિસ્ક બ્રેક્સ
સલામતી માટે ડ્યુઅલ-ચેનલ ABS

આ પણ વાંચો - AI વીડિયોથી 38 કરોડ રુપિયાની કમાણી! ભારતની Bandar Apna Dost યુટ્યુબ ચેનલે દુનિયાભરમાં હલચલ મચાવી

લોન્ચ અને કિંમત (અંદાજિત)

કેટીએમ RC 160 આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં લોન્ચ થવાની સંભાવના છે. કિંમત વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી નથી પરંતુ એવો અંદાજ છે કે તેની એક્સ-શોરૂમ કિંમત 1.70 લાખ થી 1.85 લાખ રુપિયાની વચ્ચે હોઈ શકે છે.

કેટીએમ RC 160 શા માટે ખાસ છે?

ફુલી ફેયર્ડ સ્પોર્ટ્સ બાઇક
દમદાર એન્જીન અને પર્ફોમન્સ
પ્રીમિયમ સસ્પેન્શન અને સેફ્ટી ફિચર્સ
યામાહા આર 15 કરતાં વધુ એગ્રેસિવ અપીલ

(Source- Motorbeam)

ટેકનોલોજી બિઝનેસ