2026 Bajaj Pulsar 125 Launched : બજાજ પ્લસર 125 બાઇક નવા અવતારમાં લોન્ચ, પહેલા કરતા કિંમત ઓછી, જાણો 5 ખાસિયત

Bajaj Pulsar 125 Updated Model 2026 : બજાજ ઓટોએ ભારતમાં તેની સૌથી લોકપ્રિય બાઇક પૈકીની એક, બજાજ પલ્સર 125 મોટરસાઇકલનું નવું અપડેટ વર્ઝન લોન્ચ કર્યું છે, જેમાં એલઇડી હેડલાઇટ્સ, એલઇડી ઇન્ડિકેટર્સ, નવા રંગો અને ગ્રાફિક્સ મળે છે. જાણો કિંમત, ફીચર્સ અને 5 ખાસિયત

Bajaj Pulsar 125 Updated Model 2026 : બજાજ ઓટોએ ભારતમાં તેની સૌથી લોકપ્રિય બાઇક પૈકીની એક, બજાજ પલ્સર 125 મોટરસાઇકલનું નવું અપડેટ વર્ઝન લોન્ચ કર્યું છે, જેમાં એલઇડી હેડલાઇટ્સ, એલઇડી ઇન્ડિકેટર્સ, નવા રંગો અને ગ્રાફિક્સ મળે છે. જાણો કિંમત, ફીચર્સ અને 5 ખાસિયત

author-image
Ajay Saroya
New Update
Bajaj Pulsar 125 New Model 2026

Bajaj Pulsar 125 New Model 2026 : બજાજ પ્લસર 125 બાઇકનું નવું મોડલ લોન્ચ થયું છે. Photograph: (Bajaj Auto)

Bajaj Pulsar 125 Updated Model 2026 : બજાજ ઓટોએ ભારતીય બજારમાં તેની લોકપ્રિય કમ્યુટર સ્પોર્ટ્સ બાઇક પલ્સર 125 નું અપડેટ વર્ઝન લોન્ચ કર્યું છે. નવા મોડેલમાં હવે એલઇડી હેડલાઇટ્સ અને એલઇડી ટર્ન ઇન્ડિકેટર્સ, નવા કલર ઓપ્શન્સ અને ફ્રેશ ગ્રાફિક્સ છે. સારી વાત એ છે કે આ નવા અપડેટ્સ હોવા છતાં, બાઇકની કિંમતમાં પહેલેથી જ 2,400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અહીં જાણો અપડેટેડ બજાજ પલ્સર 126 બાઇકની ખાસ 5 ખાસિયત

Advertisment

Bajaj Pulsar 125 Top 5 Highlights : બજાજ પલ્સર 125 ટોપ 5 હાઇલાઇટ્સ

ઓલ LED લાઇટિંગ

નવી પલ્સર 125 માં હવે એલઇડી હેડલાઇટ્સ અને એલઇડી ટર્ન ઇન્ડિકેટર્સ મળે છે, જે રાત્રે વધુ સારી દૃશ્યતા પ્રદાન કરે છે. આ હેડલાઇટ ડિઝાઇન તાજેતરમાં અપડેટ કરાયેલ પલ્સર 150 પરથી લેવામાં આવી છે.

નવા રંગો અને સ્પોર્ટી ગ્રાફિક્સ

બાઇકના ફ્યુઅલ ટેન્ક, સાઇડ પેનલ્સ અને એન્જિન કાઉલ પર નવા ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે, જે તેને પહેલા કરતા વધુ સ્પોર્ટી લુક આપે છે.

વિશ્વસપાત્ર 124.4 સીસી એન્જિન

પલ્સર 125 માં સમાન 124.4 સીસી એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન મળે છે, જે 11.8hp પાવર અને 10.8Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

Advertisment

એડવાન્સ ફીચર્સથી સજ્જ

અપડેટ કરેલા મોડેલમાં પહેલાની જેમ ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ, રિયર ડ્રમ બ્રેક, 17 ઇંચના એલોય વ્હીલ્સ, ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક, ટ્વીન રિયર શોક એબ્સોર્બર્સ, બ્લૂટૂથ સાથે ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આવે છે.

2026 Bajaj Pulsar 125 કિંમત પહેલા કરતા ઓછી

નવી પલ્સર 125 બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે:

Carbon Single Sea - 89,910 રુપયે

Carbon Split Seat - 92,046

બંને વેરિઅન્ટની કિંમત જૂના મોડલ કરતા 2,400 રૂપિયા ઓછી રાખવામાં આવી છે.

આ પણ વાંચો | ભારતની સૌથી વધુ વેચાતી બાઇક મોંઘી થઇ, જાણો વેરિયન્ટ મુજબ નવી કિંમત અને એન્જિન માઇલેજ

શું Neon વેરિઅન્ટમાં આ અપડેટ મળે છે?

ના, બજાજે સ્પષ્ટતા કરી છે કે આ નવા એલઇડી અને ગ્રાફિક્સ અપડેટ્સ પલ્સર 125 નિયોન વેરિઅન્ટમાં આપવામાં આવ્યા નથી.

નવી બજાજ પલ્સર 125 હવે પહેલા કરતા વધુ સ્ટાઇલિશ, મોડર્ન અને વેલ્યુ ફોર મની બની ગઈ છે. એલઇડી હેડલાઇટ, નવી કિંમત અને વિશ્વસનીય એન્જિન તેને 125 સીસી સેગમેન્ટમાં મજબૂત પસંદગી બનાવે છે.

Auto news બિઝનેસ