Auto News: ભારતની સૌથી વધુ વેચાતી બાઇક મોંઘી થઇ, જાણો વેરિયન્ટ મુજબ નવી કિંમત અને એન્જિન માઇલેજ

Hero Splender Plus Price Increase 2026: હીરો મોટોકોર્પ કંપનીએ તેની બેસ્ટ સેલિંગ મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર પલ્સની કિંમત વધારી છે. અહીં નવા વેરિઅન્ટ મુજબના ભાવ, ઓન રોડ કિંમત, માઇલેજ, એન્જિન અને ફીચર્સ વિશે જાણકારી આપી છે.

Hero Splender Plus Price Increase 2026: હીરો મોટોકોર્પ કંપનીએ તેની બેસ્ટ સેલિંગ મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર પલ્સની કિંમત વધારી છે. અહીં નવા વેરિઅન્ટ મુજબના ભાવ, ઓન રોડ કિંમત, માઇલેજ, એન્જિન અને ફીચર્સ વિશે જાણકારી આપી છે.

author-image
Ajay Saroya
New Update
Hero Splendor Plus Price Hike | hero motocorp share price | hero bike | hero motocorp | Auto News

Hero Splendor Price Increase 2026: હીરો મોટોકોર્પ કંપનીએ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની કિંમત વધારી છે. Photograph: (Hero Motocorp)

Hero Splendor Price Increase 2026 : હોરો સ્પ્લેન્ડર ખરીદવી મોંઘી થઇ છે. હીરો મોટોકોર્પ કંપનીએ ભારતમાં 2026 હીરો સ્પ્લેન્ડર પ્લસની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ તમામ વેરિઅન્ટની કિંમતમાં 1,750 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ વધારો વધેલા ઉત્પાદન ખર્ચ અને નવા OBD2B ઉત્સર્જન ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

Advertisment

હીરો સ્પ્લેન્ડર પ્લસ લાંબા સમયથી ભારતની સૌથી વધુ વેચાતી કમ્યુટર બાઇક છે, જે તેના શાનદાર માઇલેજ, વિશ્વસપાત્ર એન્જિન અને ઓછા મેઇન્ટેનન્સ ખર્ચ માટે જાણીતી છે. તેથી વિલંબ કર્યા વિના, વધેલા ભાવોની વેરિઅન્ટ મુજબની સંપૂર્ણ માહિતી જાણો. 

નોંધ: કિંમત સરેરાશ એક્સ શોરૂમ છે, શહેર મુજબ કિંમતમાં ફેરફાર થઇ શકે છે.

2026 Hero Splendor Plus નવી કિંમત (એક્સ-શોરૂમ) 

વેરિયન્ટ્સનવી કિંમતવધારો
હીરો સ્પ્લેન્ડર પ્લસ i3S75055    1750
સ્પ્લેન્ડર પ્લસ બ્લેક એન્ડ એક્સેન્ટ એડિશન        750551750
સ્પ્લેન્ડર પ્લસ 125 મિલિયન એડિશન      76437 1750
Splendor Plus Drum Brake (Base)73902    1750

2026 Splendor Plus વેરિઅન્ટ અનુસાર વિગત

  • સ્પ્લેન્ડર પ્લસ ડ્રમ બ્રોક : Splendor Plus Drum Brake (OBD2B)

  • કિંમતઃ 73,902 રૂપિયા
  • ડ્રમ બ્રોક સેટઅપ
  • એલોય વ્હીલ્સ અને ટ્યૂબલેસ ટાયર
  • OBD2B સુસંગત એિન્જન
Advertisment

Splendor Plus i3S : સ્પ્લેન્ડર પ્લસ i3S

  • કિંમતઃ 75,055 રૂપિયા
  • હીરોની i3S (Idle Stop-Start System) ટેકનોલોજી
  • ટ્રાફિકમાં હોય ત્યારે એન્જિન આપમેળે બંધ થઇ ઇંધણની બચત કરે છે

Hero Splendor Black and Accent Edition : બ્લેક અને એક્સેન્ટ એડિશન

  • કિંમતઃ 75,055 રૂપિયા
  • ઓલ બ્લેક થીમ
  • સ્પોર્ટી ગ્રાફિક્સ અને પ્રીમિયમ લુક

Hero Splendor 125 Million Edition : હીરો સ્પ્લેન્ડર 125 મિલિયન એડિશન

  • કિંમતઃ 76,437 રૂપિયા
  • સ્પેશિયલ બેજિંગ
  • પ્રીમિયમ ફિનિશ અને યુનિક ડિઝાઇન
  • Heroના 12.5 કરોડ યુનિટ પ્રોડક્શનના માઇલસ્ટોનની ઉજવણી

2026 હીરો સ્પ્લેન્ડર પ્લસ એન્જિન અને ખાસિયતો

  • એન્જિનઃ 97.2 સીસી, એર કૂલ્ડ, સિંગલ સિલિન્ડર
  • પાવર: 8.02 પીએસ @ 8000 rpm
  • ટોર્કઃ 8.05 એનએમ @ 6000 rpm
  • ગિયરબોક્સ: 4-સ્પીડ
  • બ્રેકિંગઃ ઇન્ટિગ્રેટેડ બ્ર્ોકિંગ સિસ્ટમ (IBS)
  • ફ્યૂઅલ ટેન્કઃ 9.8 લિટર
  • માઇલેજ
  • ARAI દાવો: 80.6 કિમી પ્રતિ લિટર
  • રિયલ વર્લ્ડ માઇલેજઃ 61–70 kmpl (ડ્રાઇવિંગ કરવાની સ્થિતિ પર આધારિત)

શું 2026 Hero Splendor Plus ખરીદવું યોગ્ય નિર્ણય છે?

જો તમને ઓછા બજેટમાં વિશ્વસનીય બાઇક જોઈએ છે, જે હાઈ માઇલેજ આપે છે અને મેઇન્ટેનન્સ ખર્ચ ઓછો, તો હીરો સ્પ્લેન્ડર પ્લસ ઉત્તમ વિકલ્પ છે. તે દરરોજ ઓફિસ અવરજવર સારી બાઇક છે.

આ પણ વાંચો | 400 km રેન્જ અને આજીવન બેટરી વોરંટી, ભારતનું સૌથી પાવરફુલ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ; Ola, TVSને આપશે ટક્કર

Hero Splendor Plus 2026 FaQ : હીરો સ્પ્લેન્ડર પ્લસ 2026 વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન 1. હીરો સ્પ્લેન્ડર પ્લસ 2026 કેટલું મોંઘું થું છે?

ઉત્તર. તમામ વેરિઅન્ટમાં ₹1,750નો વધારો થયો છે.

પ્રશ્ન 2. સ્પ્લેન્ડર પ્લસ 2026 ની માઇલેજ કેટલી છે?

ઉત્તર. ARAI અનુસાર 80.6 કિમી પ્રતિ લિટર સુધી, જ્યારે વાસ્તવિક દુનિયામાં 61–70 kmpl। છે.

પ્રશ્ન 3. શું 2026 મોડેલ OBD2B સુસંગત છે?

ઉત્તર. હા, તમામ વેરિઅન્ટ્સ OBD2B ધોરણોને પૂર્ણ કરે છે.

Auto news બિઝનેસ