માર્ચ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં ઘરથી લઈને બજાર સુધી દરેક જગ્યાએ હર્ષ- ઉલ્લાસનો માહોલ જોવા મળે છે. એટલું જ નહીં, આ સમયે શાળાઓથી લઈને બેંકોમાં અન્ય મહિનાની સરખામણીમાં વધરે રજાઓ જોવા મળી રહી છે. બેંકો વિશે વાત કરીએ તો, ભારતીય રિઝર્વ બેંક (RBI)ની રજાઓની યાદી અનુસાર, વર્ષ 2023ના માર્ચ મહિનામાં બેન્કો કુલ 12 દિવસ બંધ રહેશે, જેમાં ફેબ્રુઆરી 2023ના સપ્તાહાંતની રજાઓ પણ સામેલ છે.
અત્રે નોધનીય છે કે, વિવિધ રાજ્ય અને તે ચોક્કસ પ્રદેશના આધારે બેન્કોની રજામાં ફેરફાર થતો રહે છે. માર્ચ મહિનામાં હોળી-ધુળેટી, રામનવમી જેવા તહેવારો આવી રહ્યા હોવાથી આ દિવસોએ બેન્કોમાં રજા રહેશે. ઉલ્લેખનીય છે કે, બેંકોમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે.
માર્ચ મહિનામાં બેંકો કઇ તારીખે બંધ રહેશે
- 3 માર્ચ, શુક્રવાર : ચાપચર કુટ – મિઝોરમ
- 5 માર્ચ, પ્રથમ રવિવાર
- 7 માર્ચ, મંગળવાર – હોળી/ હોલિકા દહન/ ઘુળેટી/ ડોલ યાત્રા – મહારાષ્ટ્ર, અસમ, રાજસ્થાન, શ્રીનગર, ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ, શ્રીનગર, તેલંગાણા અને ઝારખંડ
- 8 માર્ચ, બુધવાર) – ધુળેટીનો તહેવાર અને યાઓસાંગનો બીજો દિવસ – ત્રિપુરા, ગુજરાત, મિઝોરમ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, ચંદીગઢ, ઉત્તરાખંડ, સિક્કિમ, રાજસ્થાન, જમ્મુ, ઉત્તર પ્રદેશ, બંગાળ, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી, બિહાર , છત્તીસગઢ, મેઘાલય અને હિમાચલ પ્રદેશ
- 9 માર્ચ, ગુરુવાર – હોળી, બિહાર
- 11 માર્ચ, બીજો શનિવાર
- 12 માર્ચ, બીજો રવિવાર
- 19 માર્ચ, રવિવાર
- 22 માર્ચ, બુધવાર – ગુડી પડવા / ઉગાડી તહેવાર / બિહાર દિવસ / સાજીબુ નોંગમાપનબા (ચેરાઓબા) / તેલુગુ નવા વર્ષનો દિવસ / ચૈત્ર નવરાત્રી પ્રારંભ – મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, મણિપુર, જમ્મુ, ગોવા અને બિહાર
આ પણ વાંચોઃ હોમ લોનના EMIની રકમ વધારવી કે મુદ્દત લંબાવવી? જાણો સૌથી બેસ્ટ વિકલ્પ ક્યો
- 25 માર્ચ, ચોથો શનિવાર
- 26 માર્ચ, ચોથો રવિવાર
- 30 માર્ચ, ગુરુવાર – રામ નવમી- ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, ચંદીગઢ, ઉત્તરાખંડ, સિક્કિમ, તેલંગાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને સિમલા