બેંક હોલીડે લિસ્ટઃ જો તમે બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને લગતા મહત્વના કામકાજને આવતા મહિના માટે મોકૂફ રાખ્યા છે, તો સાવધાન થઈ જાવ કારણ કે આગામી મે – 2023માં દેશની સરકારી અને ખાનગી બેંકો કુલ 11 દિવસ બંધ રહેવાની છે. મે મહિનાની આ 11 રજાઓમાં રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારની સત્તાવાર રજાનો પણ સમાવેશ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની હોલિડે કેલેન્ડર યાદીને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે. જો કે દેશના જુદા જુદા પ્રદેશોમાં બેંક ક્લોઝિંગના દિવસોમાં ફેરફાર હોઇ શકે છે.
મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસ, બુદ્ધ પૂર્ણિમા, રવીન્દ્રનાથ ટાગોર જયંતિ, રાજ્ય દિવસ અને મહારાણા પ્રતાપ જયંતિ ઉજવવામાં આવશે. આ ખાસ દિવસો પર સંબંધિત રાજ્યોમાં સરકારી અને ખાનગી બેંકો બંધ રહેવાને કારણે બેન્કિંગ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. તેમજ દેશની મધ્યસ્થ બેંક RBIના નિયમ અનુસાર રવિવાર ઉપરાંત દર મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો સંપૂર્ણપણે બંધ રહે છે.
આ પણ વાંચોઃ હવે UPIથી શોપિંગ કરો અને EMIમાં પેમેન્ટ ચૂકવો, આ સુવિધા કોને અને કેટલી લિમિટ મળશે જાણો
દેશના ક્યા રાજ્યમાં બેંકો ક્યારે બંધ રહેશે
RBIની હોલિડે કેલેન્ડર યાદી અનુસાર, આગામી મહિનામાં વિવિધ રાજ્યોમાં વિકેન્ડ સિવાય બેંકો કુલ પાંચ દિવસ બંધ રહેશે.
- 1 મે, 2023 સોમવાર : આગામી મહિને 1 મે, 2023ના રોજ મહારાષ્ટ્ર દિવસ ઉજવાય છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આસામ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, બંગાળ, ગોવા અને બિહારમાં આ દિવસે બેંકો બંધ રહેશે.
- 5 મે, 2023 શુક્રવાર : ત્રિપુરા, મિઝોરમ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ, જમ્મુ, ઉત્તર પ્રદેશ, બંગાળ, નવી દિલ્હી, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બેંકો બંધ રહેશે.
- 9 મે 2023, મંગળવાર : રવિન્દ્રનાથ ટાગોર જયંતિ નિમિત્તે પશ્ચિમ બંગાળમાં સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે.
- 16 મે 2023, મંગળવાર : રાજ્ય દિવસ નિમિત્તે સિક્કિમ રાજ્યની તમામ બેંકો સંપૂર્ણપણે બંધ રહેશે.
- 22 મે 2023, સોમવાર : મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે હિમાચલ પ્રદેશની તમામ બેંકો 22 મેના રોજ બંધ રહેશે.