બેંક ઓફ ઇન્ડિયાએ વરિષ્ઠ નાગરિકોને વિશેષ ભેટ આપી છે. બેંક ઓફ ઈન્ડિયાએ વરિષ્ઠ નાગરિકો માટે શુભ આરંભ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ આ મહિને તેના ફિક્સ્ડ ડિપોઝિટ રેટ (એફડી)માં ફેરફાર કર્યો છે. 1 એપ્રિલ, 2023થી બેંક ઓફ ઈન્ડિયા સિનિયર સિટીઝન માટે 501 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.80 ટકાના વ્યાજદરની ઓફર કરી છે. ઉલ્લેખનિય છે કે, આ યોજનાનો ઉદ્દેશ્ય સલામત રોકાણનો વિકલ્પ પ્રદાન કરવાનો છે. બેંક દ્વારા ઓફર કરવામાં આવેલ 7.65 ટકાનો વ્યાજદર 60 થી 80 વર્ષની વયના લોકો માટે ઉપલબ્ધ છે.
ફિક્સ્ડ ડિપોઝિટના રેટમાં ફેરફાર
બેંક ઓફ ઈન્ડિયા 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ માટે આકર્ષક વ્યાજદર ઓફર કરી રહી છે. 7 દિવસથી 10 વર્ષ સુધીની થાપણો અથવા થાપણો પર સુપર સિનિયર સિટીઝન માટે 7.40 ટકા અને નિયમિત ગ્રાહકો માટે 6.75 ટકા સુધીનું વ્યાજદર નક્કી કર્યું છે. બેંક દ્વારા લાગુ કરાયેલા નવા વ્યાજદરો સ્થાનિક, NRO અને NRE ડિપોઝિટ (ડોમેસ્ટિક, NRO અને NRI ડિપોઝિટ) પર લાગુ થશે. ત્રણ વર્ષ અને તેથી વધુની મુદ્દત થાપણો માટે સિનિયર સિટીઝનને 0.75 ટકા વધુ વ્યાજ મળશે અને સુપર સિનિયર સિટીઝનને સામાન્ય વ્યાજદર કરતાં 0.90 ટકા વધુ વ્યાજ મળશે.
બેંકે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, “ભારતમાં વૃદ્ધ લોકોને વધુ સારી સંભાળ અને કાળજીની જરૂર છે. ખાસ કરીને જ્યારે નાણાકીય બાબતોની વાત આવે ત્યારે આ બાબતો વધુ મહત્ત્વની બની જાય છે. આને ધ્યાનમાં રાખીને બેંક ઓફ ઈન્ડિયા, તેની “શુભ આરંભ ડિપોઝિટ સ્કીમ” હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ FD સ્કીમ ઓફર કરી રહી છે, જેમાં 80 અને તેથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટિઝન્સનો સમાવેશ થાય છે.” બેંકે વધુમાં જણાવ્યું હતું કે આ યોજના વરિષ્ઠ નાગરિકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર 0.50 ટકા અને સુપર સિનિયર સિટીઝનને 0.65 ટકા વધારાના વ્યાજદરનો લાભ આપી રહી છે.
60 વર્ષથી ઓછી ઉંમરના થાપણદારોને કેટલું વ્યાજ મળશે
નિવેદન અનુસાર બેંક ઓફ ઈન્ડિયાની FD સ્કીમ થાપણદારોને સગવડતા પુરી પાડે છે. આ ઉપરાંત ગ્રાહકો તેમની ફિક્સ્ડ ડિપોઝિટની રકમ પર 90% સુધીની લોન પણ મેળવી શકે છે. બેંકે કહ્યું કે 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો 7.15 ટકા સુધી વ્યાજની કમાણી મેળવી શકે છે.
Disclaimer: આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો