ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા વ્યાજદરમાં સતત વધારો કરવામાં આવતા અગ્રણી બેંકોએ પણ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. એફડી જેવી નાની બચત યોજનાઓ પહેલા કરતા વધુ આકર્ષક થઇ ગઇ છે અને 5 વર્ષની યોજનાઓ હવે 7 થી 7.5 ટકા વાર્ષિક વળતર આપી રહી છે. જો તમે થોડુંક જોખમ લેવા માટે તૈયાર છો તો બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરનાર કેટલી સ્કીમ્સ એવી પણ તે એફડીની તુલનાએ 3 થી 4 ગણું વળતર આપી શકે છે. અમે અહીં બેંકિંગ મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરી રહ્યા છીએ. ઇક્વિટી સેક્ટરલ બેન્કિંગ કેટેગરીમાં આવી ઘણી સ્કીમ છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં વાર્ષિક 24% જેટલુ રિટર્ન મળ્યું છે; તો આ દરમિયાન બેંકિંગ ડેટ ફંડ્સ પણ ત્રીજો વિકલ્પ છે, જેમાં ભવિષ્યમાં વધારે વૃદ્ધિની અપેક્ષા છે.
ટોપ રિટર્ન : ઇક્વિટી સેક્ટોરલ બેન્કિંગ મ્યુચ્યુઅલ ફંડ
નિપ્પોન ઇન્ડિયા ઇટીએફ નિફ્ટી પીએસયુ બેંક ફંડ
- 5 વર્ષનું વળતર: 24%
- 5 વર્ષનું SIP રિટર્ન: 18.95%
કોટક નિફ્ટી PSU બેંક ETF
- 5 વર્ષનું વળતર: 23.72%
- 5 વર્ષનું SIP રિટર્ન: 19%
સુંદરમ ફાઇનાન્સિયલ સર્વિસીસ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ
- 5 વર્ષનું વળતર: 16.50%
- 5 વર્ષનું SIP રિટર્ન : 16%
ટાટા બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ
- 5 વર્ષનું વળતર: 15%
- 5 વર્ષનું SIP રિટર્ન : 16%
SBI નિફ્ટી બેંક ETF
- 5 વર્ષનું વળતર: 14.50%
- 5 વર્ષનું SIP રિટર્ન : 14.22%
ઇક્વિટી સેક્ટરલ બેન્કિંગ મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરીએ તો તેઓ તમારા નાણાનું બેન્કિંગ, નાણાકીય અને વીમા ક્ષેત્રમાં રોકાણ કરે છે. બેન્કિંગ સેક્ટરની વૃદ્ધિનો લાભ લેવા માટે તેમાં રોકાણ કરી શકાય છે. જો કે આ સ્કીમ્સ ઈક્વિટી સાથે જોડાયેલી છે, જેના કારણે તેમાં જોખમ રહેલું છે. ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ કહે છે કે, વૈશ્વિક બેંકિંગ કટોકટી ચાલી રહી હોવા છતાં સ્થાનિક બેંકિંગ ક્ષેત્ર મજબૂત છે. આ ક્ષેત્રને આરબીઆઈ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. છતાં તે રૂઢિચુસ્ત રોકાણકારો માટે નથી. આમાં તમારું રોકાણ ઓછામાં ઓછા 3 થી 5 વર્ષ માટે હોવું જોઈએ. સેક્ટોરલ મ્યુચ્યુઅલ ફંડ્સમાં જોખમ રહેલું છે, તેથી માત્ર એવા રોકાણકારોએ જ આવી સ્કીમમાં જવું જોઈએ, જેમને આ સેક્ટરની સારી સમજે છે.
બેંકિંગ અને PSU ડેટ મ્યુચ્યુઅલ ફંડ
- એડલવાઇઝ બેંકિંગ અને PSU ડેટ ફંડ: 8.35%
- બંધન બેંકિંગ અને PSU ડેટ ફંડ: 7.82%
- કોટક બેંકિંગ અને PSU ડેટ ફંડ: 7.71%
- નિપ્પોન ઇન્ડિયા બેંકિંગ અને PSU ડેટ ફંડ: 7.71%
વર્તમાન સમયની વાત કરીએ તો રેટ હાઇકને પગલે ડેટ સેગમેન્ટ પર દબાણ હતું, પરંતુ હવે તેમાં ફરી તેજી શરૂ થઈ ગઇ છે. બેન્કિંગ ઇન્વેસ્ટમેન્ટ ફંડના રિટર્નમાં પણ સુધારો થયો છે. તેમા વધુ આકર્ષક રિટર્નની અપેક્ષા છે. વાસ્તવમાં, હવે મધ્યસ્થ બેંક વ્યાજદર વધારા પર વિરામની સ્થિતિમાં આવી રહી છે અને વ્યાજ દરોમાં પણ વધુ ઘટાડો થઈ શકે છે. જો રેટમાં ઘટાડો થશે તો બોન્ડ માર્કેટમાં તેજી આવશે, તેના સંકેતો પણ મળી રહ્યા છે. નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસ પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ વિશે સકારાત્મક છે અને ઓછા જોખમ લેનારાઓને નાની બચતમાંથી વધુ વળતર માટે ડેટ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે.
એક્સપર્ટ્સ કહે છે કે, આપણે રેટ હાઈક સાઈકલ સમાપ્ત થવાના તબક્કામાં છે અને યીલ્ડમાં વધારો થઈ રહ્યો હોવાથી ડેટ માર્કેટ રોકાણનો આકર્ષક વિકલ્પ બની ગયો છે. ભારતમાં રેટ સાયકલ તેના અંતને આરે છે. ડેટ માર્કેટમાં ઉંચી યીલ્ડ ઉપલબ્ધ છે જ્યારે રોકાણ રેટ હાઇક સાઇકલના પીક પર હોવાની આસપાસ છે. આવી સ્થિતિમાં વર્ષ 2023 ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે ડેટ માર્કેટમાં પુનરાગમનનું વર્ષ બની શકે છે.
ફિક્સ ડિપોઝિટ
ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સનં કહેવું છે કે, જો તમે કોઈ જોખમ લેવાના મૂડમાં નથી, તો બેંકો અથવા પોસ્ટ ઓફિસની FD વધુ સારો વિકલ્પ છે. કોઈપણ રીતે, તાજેતરના ભૂતકાળમાં વ્યાજ દરોમાં વધારાને કારણે તેનું આકર્ષણ વધ્યું છે. શેરબજારના જોડાણના અભાવને કારણે તેમાં પૈસા ડૂબવાનું જોખમ નથી. FDમાં રોકાણ કરવા પર કોઈ ચાર્જ લાગતો નથી. તો સામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર એક એક્સપેન્સ રેશિયો ચાર્જ લાગુ પડે છે. તે 1 થી 2 ટકા કે તેથી વધુ હોઈ શકે છે. જો કે, લાંબા ગાળાની એફડીમાં તરલતાની સમસ્યા છે. સારી વાત એ છે કે બેંકમાં કરાયેલી 5 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ ને ડીઆઈસીજીસી દ્વારા વીમાની ગેરંટી આપવામાં આવે છે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહી ક્લિક કરો