scorecardresearch

થાપણદારો મટે ખુશખબર – ઘણા મહિનાઓ બાદ બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદર વધાર્યા

Banks hike FD rates : મોંઘવારી અને મોંઘી લોનનો સામનો કરી રહેલા લોકો માટે હવે થાપણો પર ઉંચુ વ્યાજ કમાવવાની તક. ઘણા મહિનાઓ બાદ બેન્કોના ફિક્સ્ડ ડિપોઝિટના દર 8 ટકાની ઉપર પહોંચ્યા, જે ફુગાવાના દર કરતા ઉંચા છે.

Bank fd rate
બેંકો એ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદર વધાર્યા

મોંઘવારીનો માર સહન કરી રહેલા થાપણદારો અને સિનિયર સિટીઝન માટે એક ખુશખબર આવ્યા છે. અત્યાર સુધી લોનના વ્યાજદરમાં સતત વધારો કર્યા બાદ હવે બેન્કો થાપણદર પણ વધારવાનું શરૂ કર્યું છે. ધિરાણની વધી રહેલી માંગને ધ્યાનને રાખીને પુરતું નાણાંકીય ભંડોળ પ્રાપ્ત કરવા બેન્કો હવે થાપણદરો પાસેથી થાપણ આકર્ષવા ડિપોઝિટ રેટ વધારી રહી છે. ઘણા વર્ષો બાદ બેન્કોના થાપણદર 8 ટકાની ઉપર આવ્યા છે.

સરકારી કરતા ખાનગી બેન્કોના થાપણદર ઉંચા

લોનના વ્યાજદર વધારવામાં મોખરે રહેતી સરકારી બેન્કો થાપણદર વધારવામાં અત્યંત ઉદાસીન વલણ ધરાવતી હોય છે. હાલ મોંઘવારી સામે નાણાંકીય સુરક્ષા મેળવવા માટે થાપણના વ્યાજદર ફુગાવાના દર કરતા ઉંચા હોવા જરૂરી છે. હાલ સરકારી બેન્કોની તુલનાએ ખાનગી બેન્કો થાપણ પર ઉંચુ વળતર આપી રહી છે. વર્તમાનમાં મોટાભાગની સરકારી બેન્કોના ડિપોઝિટ રેટ 6.5થી 7 ટકાની વચ્ચે છે જ્યારે કેટલીક ખાનગી ફાઇનાન્સ બેન્કો 8 ટકા જેટલો ડિપોઝિટ રેટ ચૂકવી રહી છે.

મોંઘવારી દર કરતા ઉંચું રિટર્ન આપતી ફિક્સ્ડ ડિપોઝિટ

  • પોસ્ટ ઓફિસ TD: 7.0%
  • SBI : 7.10%
  • HDFC બેન્ક : 7.00%
  • ICICI બેન્ક : 7.00%
  • એક્સિસ બેન્ક: 7.00%
  • ઇન્ડ્સઇન્ડ બેન્ક : 6.75%
  • પંજાબ નેશનલ બેન્ક : 6.50%
  • કેનેરા બેન્ક: 6.50%
  • યસ બેન્ક : 7.00%
  • RBL બેન્ક: 6.55%
  • IDFC બેન્ક : 7.00%
  • ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક : 6.50%
  • સર્વોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક : 8.51%
  • ઉજ્જવીન સ્મોલ ફાઇનાન્સ બેન્ક : 8.00%
  • ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક : 8.00%
  • જન સ્મોલ ફાઇનાન્સ બેન્ક : 8.10%
  • ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક : 8.00%
  • ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક : 8.00%
  • AU સ્મોલ ફાઇનાન્સ બેન્ક : 7.75%

RBIએ રેપોર્ટ 2.5 ટકા વધાર્યા

મોંઘવારીને ડામવા માટે રિઝર્વ બેન્કે મે – 2022થી ફેબ્રુઆરી 2023 સુધીમાં છ તબક્કામા રેપોરેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. હાલ રેપોર્ટ 6.5 ટકા છે. રેપોરેટ વધતા વિવિધ બેન્કોએ પણ તેમના ધિરાણદર એટલે લોનના વ્યાજદરમાં તગડો વધારો કર્યો છે. આથી મોંઘવારી અને મંદીના સમયમાં લોનધારકોને લોનની ચૂકવણી કરવામાં મુશ્કેલ પડી રહી છે.

આ પણ વાંચોઃ હોમ લોનના EMIની રકમ વધારવી કે મુદ્દત લંબાવવી? જાણો સૌથી બેસ્ટ વિકલ્પ ક્યો

ઘણા મહિના બાદ મોંઘવારી દરથી ઉપર પહોંચ્યા થાપણદર

બેન્કોએ તાજેતરમાં વ્યાજદર વધારતા ઘણા મહિનાઓ બાદ થાપણદર મોંઘવારી દરથી ઉપર પહોંચ્યા પહોંચ્યા છે. હાલ બેન્કો દ્વારા ઓફર કરતા થાપણદર સરેરાશ 7 ટકા જેટલા છે, જે લોકો માટે એકંદરે ફાયદાકારક છે કારણ કે જાન્યુઆરીમાં ફુગાવાનો દર 6.52 ટકા આવ્યો હતો.

Web Title: Banks increase fixed deposit interest rates after rbi rate hike personal finance

Best of Express