scorecardresearch

Banks MCLR hike: SBI, BoB અને IOBએ ફરી MCLR વધાર્યા, ચેક કરો લોનના નવા વ્યાજદર

Banks loan interest rate hike : રિઝર્વ બેન્કે (Reserve Bank) રેપો રેટમાં (RBI Rapo rate hike) સતત છઠ્ઠી વખત વધારો કરતા હવે વિવિધ બેન્કોએ પણ તેમની લોનના વ્યાજદર (lending rates) વધારવાનું શરૂ કર્યું છે. SBI, BoB અને IOBએ તેમના MCLRમાં 0.15 ટકા સુધીનો (MCLR rate) વધારો કર્યો છે. જેના પગલે વિવિધ લોનના વ્યાજદરમાં (loan interest rate) સીધો વધારો થશે.

SBI
SBIએ MCLRમાં વધારો કરતા લોન ફરી મોંઘી થઇ

Banks loan interest rate hike : રિઝર્વ બેન્કે (Reserve Bank) રેપો રેટમાં (RBI Rapo rate hike) સતત છઠ્ઠી વખત વધારો કરતા હવે વિવિધ બેન્કોએ પણ તેમની લોનના વ્યાજદર (lending rates) વધારવાનું શરૂ કર્યું છે. SBI, BoB અને IOBએ તેમના MCLRમાં 0.15 ટકા સુધીનો (MCLR rate) વધારો કર્યો છે. જેના પગલે વિવિધ લોનના વ્યાજદરમાં (loan interest rate) સીધો વધારો થશે.

લોનધારકો માટે ફરીવાર માઠા સમાચાર આવ્યા છે. ભારતની સૌથી મોટી સરકારી ધિરાણક્રર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BoB) અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકે (Indian Overseas Bank)એ તેમના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (marginal cost of fund-based lending rates) જેને ટૂંકમાં એમસીએલઆર (MCLR) કહેવાય છે તેમાં 0.15 ટકા સુધીનો વધારો કર્યો છે. બેન્કોએ એમસીએલઆર શા માટે વધાર્યા અને હવે તેની શું અસર થશે? જાણો

RBIએ છઠ્ઠી વખત વ્યાજદર વધાર્યા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પાછલા સપ્તાહે ફરી રેપો રેટ 0.25 ટકા વધારીને 6.5 ટકા કર્યો છે, જે વ્યાજદરમાં સતત છઠ્ઠો વધારો છે. આ સાથે મે – 2022 બાદથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કે 2.5 ટકા વ્યાજદર વધાર્યા છે.

SBI એ કેટલા વ્યાજદર વધાર્યા

દેશની સૌથી મોટી સરકારી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ તાજેતરમાં 15 ફેબ્રુઆરી, 2023થી અમલ બને તેવી રીત MCLRમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. ઓવરનાઇટ MCLR 0.10 ટકાવધારીને 7.95 ટકા કરવામાં આવ્યો છે. તો એક મહિના અને છ મહિના માટેનો એમસીએલઆર વધારીને 8.1 ટકા કર્યો છે, જે અગાઉ 8 ટકા હતો. તેવી જ રીતે એક વર્ષનો MCLR અગાઉ 8.4 ટકાથી વધારીને 8.5 ટકા કર્યો છે. તો બે વર્ષ અને ત્રણ વર્ષનો MCLR અનુક્રમે 8.6 ટકા અને 8.7 ટકા કરવામાં આવ્યા છે.

અન્ય બેંકોએ MCLR કેટલો વધાર્યો?

અન્ય બેન્કોની વાત કરીયે તો સરાકરી માલિકીની બેંક ઓફ બરોડા (BOB) એ 12 ફેબ્રુઆરીના રોજથી MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. જે અનુસાર એક વર્ષનો MCLR 8.5 ટકાથી વધીને 8.55 ટકા થયો છે. ઓવરનાઇટ, એક મહિના અને ત્રણ મહિનાના MCLR અનુક્રમે 7.9 ટકા, 8.2 ટકા અને 8.3 ટકા કરવામાં આવ્યા છે.

તેવી જ રીતે ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ પણ MCLRમાં 0.15 ટકા સુધીનો વધારો કર્યો છે. જે અનુસારએક વર્ષનો MCLR 8.30 ટકાથી વધારીને 8.45 ટકા કરવામાં આવ્યો છે. તો એક મહિના, ત્રણ મહિના અને છ મહિનાના MCLRને પણ અનુક્રમે 0.15 ટકા વધારીને 7.9 ટકા, 8.2 ટકા અને 8.35 ટકા કરવામાં આવ્યા છે. ઓવરનાઇટ, બે વર્ષ અને ત્રણ-વર્ષના MCLRમાં 0.10 ટકાનો વધારો કરાયો છે.

MCLR એટલે શું? લોનધારકને કેવી રીતે અસર કરે છે?

1 એપ્રિલ, 2016ના રોજ અમલમાં આવેલા MCLR એ લઘુત્તમ વ્યાજ દર છે, જેના કરતા નીચા દરે બેંકો ધિરાણ આપી શકતી નથી. બેંકો MCLR નક્કી કરવા માટે ફંડના માર્જિનલ કોસ્ટની ટકાવારી તરીકે તમામ ઓપરેટિંગ ખર્ચની ગણતરી કરવામાં આવે છે. MCLR પદ્ધતિ હેઠળ,બેન્કો RBI પાસેથી લીધેલા ઉધાર અને થાપણો પરના માર્જિનલ કોસ્ટના આધારે તે લોનધારકોને ક્યાં વ્યાજે લોન આપવી તે નક્કી કરે છે.

રેપો રેટમાં કોઈપણ પ્રકારની વધ-ઘટની લોનધારકો પર ઉંડી અસર થાય છે. રિઝર્વ બેન્કે જે વ્યાજદરે બેન્કોને ધિરાણ આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. બેંકો તેમના બોર્ડની મંજૂરી સાથે નિર્ધારિત તારીખે MCLRની સમીક્ષા કરે છે.

આ પણ વાંચોઃ ક્રેડિટ સ્કોર શું હોય છે? કેટલો સ્કોર સારો ગણાય? સરળ અને સસ્તી લોન મેળવવામાં કેવી રીતે મદદ કરે છે, જાણો

રેપો રેટમાં થતી વધ-ઘટને બેંકોના ધિરાણદર અને થાપણદર સાથે સુસંગત બનાવવા માટે RBIએ ઓક્ટોબર 2019માં એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લેન્ડિંગ રેટ (EBLR) સિસ્ટમ રજૂ કરી હતી. બેંકો હવે એવા વ્યાજદરે ધિરાણ આપે છે જે RBIના રેપો રેટ અથવા ટ્રેઝરી બિલની યીલ્ડ સાથે જોડાયેલા હોય છે. રેપો રેટમાં કોઈપણ ફેરફાર તરત જ બેંકોના ધિરાણદરમાં પ્રતિબિંબિત થાય છે.

Web Title: Banks mclr hike rbi repo rate hike loan interest rate

Best of Express