/indian-express-gujarati/media/media_files/2026/02/08/blackview-xplore-1-launch-2026-02-08-14-54-12.jpg)
Blackview Xplore 1 Launch : બ્લેકવ્યૂ Xplore 1 ફોન લોન્ચ થયો છે. Photograph: (Blackview)
Blackview Xplore 1 Launch : મોબાઇલ યુઝર્સને નેટવર્કની સમસ્યાથી મુક્તિ મળશે. તાજેતરમાં એક ધાસું ફોન લોન્ચ થયો છે, જેનાથી નેટવર્ક વગર પણ કોલિંગ કરી શકાય છે. કંપની Blackview એ Xplore 1 સ્માર્ટફોન એક એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ કર્યો છે, જેમાં મોબાઇલ નેટવર્ક વગર પણ ફોન કોલ અમે મેસેજ કરી શકાય છે. આ સ્માર્ટફોન એક રીતે વોકી ટોકી જેમ કામ કરશે, જે એક નિર્ધારિત રેન્જમાં કોલિંગની સુવિધા આપે છે.
Blackview Xplore 1 ફોનમાં 16GB સુધી રેમ, MediaTek Dimensity 7050 ચિપસેટ આપી છે. આ ફોનમાં 20000mAh બેટરી પણ આવે છે. તે મિલિટ્રી ગ્રેડ MIL STD810H સર્ટિફિકેશન, IP69, IP69K રેટિંગ સાથે આવે છે. ચાલો જાણીયે આ ફોનની કિંમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે વિગતવાર.
Blackview Xplore 1 કિંમત
બ્લેકવ્યૂ Xplore 1 ફોનની કિંમત 558 ડોલર (લગભગ 50,500 રૂપિયા) છે. આ ફોન કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. આ ફોન ઓરેન્જ અને બ્લેક કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.
Blackview Xplore 1 સ્પેસિફિકેશન
બ્લેકવ્યૂ Xplore 1 ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે વોકી ટોકી જેમ કામ કરે છે. આ ફોનથી સેલ્યુલર નેટવર્ક વગર ફોન કોલ, મેસેજ કરી શકાય છે. કંપનીના મતે ખુલ્લા વિસ્તારમાં તે 12.4 માઇલ એટલે કે 20 કિમી સુધીની રેન્જમાં કનેક્ટિવિટી આપી શકે છે અને શહેરી વિસ્તારમાં 5 કિમી સુધીના વિસ્તારમાં કોલિંગ કરી શકાય છે. તેમા ટુ વે રેડિયો સપોર્ટ છે, જે UHF અને VHF બેંડ્સ સપોર્ટ કરે છે.
બ્લેકવ્યૂ Xplore 1 સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીયે તો તેમા 6.78 ઇંચની ડિસ્પ્લે આવી છે. તેમાં એક સેકન્ડરી ડિસ્પ્લે પણ છે. ફોનમાં MediaTek Dimensity 7050 ચિપસેટ, 16GB સુધી રેમ આવે છે. તે મિલિટ્રી ગ્રેડ MIL STD810H સર્ટિફિકેશન સહિત IP69, IP69K રેટિંગ ધરાવે છે.
આ પણ વાંચો | સેમસંગનો 15 હજારના બજેટમાં ધાસું 5G સ્માર્ટફોન લોન્ચ. 6000mAh બેટરી અને 50MP કેમેરા
બ્લેકવ્યૂ Xplore 1 ફોનની રિયર સાઇડમાં 64MP મેઇન કેમેરો છે. સાથે જ 20MP નો નાઇટ વિઝને કેમેરા આવે છે. આ ફોનમાં 20,000mAh બેટરી આવે છે. આ ફોનની જાડાઇ 1.2 ઇંચ અને વજન 700 ગ્રામ આસપાસ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us