/indian-express-gujarati/media/media_files/2026/02/06/samsung-galaxy-a07-5g-launch-price-2026-02-06-13-39-29.jpg)
Samsung Galaxy A07 5G Launch : સેમસંગ ગેલેક્સી A07 5G ફોન લોન્ચ થયો છે. Photograph: (X/@SamsungIndia)
Samsung Galaxy A07 5G Launched : સેમસંગે ગેલેક્સી એ સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. દક્ષિણ કોરિયન કંપનીના નવા ગેલેક્સી એ 07 5જી સ્માર્ટફોનમાં 6000mAh બેટરી, મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ, 128 જીબી સ્ટોરેજ જેવા ફીચર્સ છે. નવા સેમસંગ ગેલેક્સી એ 07 5 જી મોબાઇલમાં 50 એમપી રિયર કેમેરા મળે છે. આ સેમસંગ ફોનમાં ખાસ શું છે? ચાલો જાણીયે લેટેસ્ટ સસ્તા સેમસંગ સ્માર્ટફોનના ટોપ 5 ફીચર્સ વિશે વિગતવાર
Samsung Galaxy A07 5G Features : સંમસંગ ગેલેક્સી A07 5G ફીચર્સ
ફીચર્સ
સેમસંગ ગેલેક્સી એ 07 5જી સ્માર્ટફોનની સૌથી મહત્વપૂર્ણ ખાસિયત તેમાં જોવા આવતી 6000 એમએએચની મોટી બેટરી છે. ડિવાઇસમાં આપવામાં આવેલી બેટરી 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે બેટરી લાઇફ નેટવર્ક વાતાવરણ, વપરાશની પેટર્ન અને અન્ય કાર્યો પર નિર્ભર કરે છે.
Samsung Galaxy A07 5G ડિસ્પ્લે
સેમસંગ ગેલેક્સી A07 5G ડ્યુઅલ સિમ હેન્ડસેટ છે જે એન્ડ્રોઇડ 16 બેઝ્ડ One UI 8 સાથે આવે છે. ફોનમાં 6.7-ઇંચની એચડી + (720×1,600 પિક્સેલ) આઇપીએસ એલસીડી સ્ક્રીન છે જે 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 800 નિટ્સ સુધી છે.
Samsung Galaxy A07 5G કેમેરા
સેમસંગ ગેલેક્સી A07 5G ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ડિવાઇસની પાછળના ભાગમાં એક પિલ શેપ મોડ્યુઅલ મળે છે. નવી ગેલેક્સી એ-સિરીઝમાં એપરચર એફ / 1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર સેન્સર છે જે ઓટો ફોકસ અને 10x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં એપર્ચર એફ / 2.0 સાથે 2 મેગાપિક્સલનો રિયર ડેપ્થ સેન્સર છે. ફોનમાં એપરચર એફ / 2.0 સાથે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. આ ફોન 1080fps પર 30 પિક્સેલ સુધીનો વીડિયો રેકોર્ડ કરી શકે છે.
Samsung Galaxy A07 5G IP54 રેટિંગ
આ સેમસંગ ફોન IP54 રેટિંગ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ ડિવાઇસ પાણીમાં 5 મિનિટ સુધી ટકી શકે છે. પરંતુ કંપનીનું કહેવું છે કે તેનો ઉપયોગ બીચ અથવા પૂલમાં ન કરો. પાણી અને ધૂળ સામે પ્રતિકાર ક્ષમતા વધારે નથી, પરંતુ તે પાણીના છાંટા પડવાથી બગડશે નહીં.
Make all your photos #MoreAwesome with #GalaxyA07 5G. Capture the finest details, even in extreme zoom and relive those memories anytime! 🌴🌄
— Samsung India (@SamsungIndia) February 6, 2026
Buy now: https://t.co/zjpKQJPNuc#GalaxyASeries#Samsungpic.twitter.com/NDjiGtG0PV
Samsung Galaxy A07 5G Price : સેમસંગ ગેલેક્સી A07 5G કિંમત
સેમસંગ ગેલેક્સી એ 07 5જી સ્માર્ટફોન ના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. તો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે. લોન્ચ ઓફર હેઠળ, દક્ષિણ કોરિયન કંપની એસબીઆઈ, એચડીએફસી બેંક અને એક્સિસ બેંક કાર્ડ દ્વારા ફોન પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
આ પણ વાંચો | 10001mAh બેટરી વાળો ભારતનો પ્રથમ સ્માર્ટફોન Realme P4 Power 5G લોન્ચ, પાવરફુલ ચીપસેટ અને 50MP કેમેરા
આ નવા સ્માર્ટફોનને દેશમાં સેમસંગ ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાય છે. આ ફોનને લાઇટ વાયોલેટ, લાઇટ ગ્રીન અને બ્લેક કલરમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us