/indian-express-gujarati/media/media_files/2026/01/29/realme-p4-power-5g-launch-price-2026-01-29-15-08-25.jpg)
Realme P4 Power 5G Launch : રિયલમી પી4 પાવર 5જી સ્માર્ટફોન 1000mah બેટરી ત્રણ વેરિયન્ટમાં લોન્ચ થયો છે. Photograph: (Realme)
Realme P4 Power 5G Launch In India : રિયલમી કંપનીએ ભારતમાં રિયલમી પી4 પાવર 5જી સ્માર્ટફોન લોન્ચ થયો છે. Realme P4 Power 5G મોબાઇલમાં 10001mAh બેટરી આવે છે, જે ભારતમાં આટલી મોટી બેટરી કેપેસિટી ધરાવતો પ્રથમ સ્માર્ટફોન છે. ફુલ ચાર્જ કર્યા બાદ આ રિયલમી ફોન 20 કલાક કરતા વધારે સમય સુધી ચાલે છે. તો સ્ટેન્ડબાય મોડ પર 30 દિવસ સુધી ચાલુ રહે છે. આ ડિવાઇસ 4 વર્ષના બેટરી હેલ્થ સાથે આવે છે, જેને TÜV Rheinland તરફથી 5 સ્ટાર સર્ટિફિકેશન મળ્યું છે. ચાલો રિયલમી પી4 પાવર 5જી સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ, બેટરી અને કેમેરા વિશે તમામ વિગત
Realme P4 Power 5G Battery : રિયલમી પી4 પાવર 5જી બેટરી
રિયલમી P4 Power 5G ફોનમાં 10001mAh બેટરી આવે છે. આ ફોનને કંપની દ્વારા Bypass Charging ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યો છે. બેટરી 80W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ ટેકનોલોજીથી હેવી પ્રોસેસિંગ દરમિયાન મોબાઇલ ચાર્જિંગ ઓન કરવા પર કરંટ ફોન બેટરીના બદલે ડાયરેક્ટર મોબાઇલ ચિપસેટમાં જશે. આ રીતે મોબાઇલની બેટરી પર વધારાનું દબાણ નહીં આવે અને ડિવાઇસ હીટ થશે નહીં.
Realme P4 Power 5G Features : રિયલમી પી4 પાવર 5જી ફીચર્સ
રિયલમી પી4 પાવર 5જી ફોન એન્ડ્રોઇડ 16 આધારિત રિયલમી UI 7.0 પર ચાલે છે. આ ફોનમાં MediaTek Dimensity 7400 Ultra ઓક્ટા કોર પ્રોસેસર આવે છે, જે 2.6GHz સુધીની ક્લોક સ્પીડ પર રન કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રોસેસિંગને સ્મૂથ રાખવા માટે તેમા Hyper Vision+ AI Chip ફીટ કરવામાં આવી છે.
realme P4 Power 5G ફોનમાં ⁠6.78 ઇંચની FullHD+ ડિસ્પ્લે આપી છે. તે AMOLED પેનલ પર બનેલી 4D curve+ સ્ક્રીન છે, જે 144Hz રિફ્રેશ રેટ સાથે 6000nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ મોબાઇલ ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર ટેકનોલોજી સપોર્ટ કરે છે. આ ફોન IP68 + IP69 રેટિંગ સાથે આવે છે, એટલે કે તે જબરદસ્ત વોટરપ્રુફ અને ડસ્ટફ્રી ક્ષમતા ધરાવે છે.
ફોટોગ્રાફી માટે રિયલમી પી4 પાવર 5જી સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. ફોનની બેક પેનલ પર LED ફ્લેશ થી સજ્જ 50MP નું પ્રાયમરી IMX882 OIS સેન્સર આપ્યું છે, જેની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ પણ આવે છે. તો સેલ્ફી વીડિયો કોલિંગ માટે 16 એમપીનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.
From India’s first 10001mAh battery on realme P4 Power to all-day ease with realme Buds Clip, this combo is built to keep up without slowing you down.
— realme (@realmeIndia) January 29, 2026
One powerful ecosystem. One seamless experience.
Sale starts 5th Feb, 12 PM
Starting from ₹23,999*
First sale on 5th Feb, 12… pic.twitter.com/nIbHErr3Iw
Realme P4 Power 5G Price : રિયલમી પી4 પાવર 5જી કિંમત
રિયલમી પી4 પાવર 5જી સ્માર્ટફોન કુલ 3 મેમરી વેરિયન્ટમાં લોન્ચ થયો છે. Realme P4 Power 5G ફોનના 8GB RAM + 128GB સ્ટોરેજ વાળા બેઝ વેરિયન્ટની કિંમત 25,999 રૂપિયા છે. તો 8GB RAM + 256GB વેરિયન્ટ 27,999 અને 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 30,999 રૂપિયા છે. આ ફોનનું વેચાણ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને કંપની 2,000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ આપી રહી છે.
આ પણ વાંચો : 200MP કેમેરા વાળો રેડમી 5G સ્માર્ટફોન લોન્ચ, ₹ 3000નું ડિસ્કાઉન્ટ, જાણો કિંમત અને ખાસિયત
કનેક્ટિવિટી માટે રિયલમી P4 Power 5G ફોનમાં વાઇ ફાઇ, જીપીએસ, યુએસબી ટાઇપ સી અને 4G છે. ફોનમાં સેન્સરની વાત કરીયે તો એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સેલેરોમીટર, કંપાસ/ મેગનેટોમીટર, જાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્ટર અને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આવે છે . રિયલમી પી4 પાવર 5જી સ્મર્ટફોનમાં ફેસ અનલોક ફીચર્સ પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us