Redmi Phone Launch: 200MP કેમેરા વાળો રેડમી 5G સ્માર્ટફોન લોન્ચ, ₹ 3000નું ડિસ્કાઉન્ટ, જાણો કિંમત અને ખાસિયત

Redmi Note 15 Pro 5G, Redmi Note 15 Pro+ 5G Launch India: રેડમી નોટ 15 પ્રો 5જી અને રેડમી નોટ 15 પ્રો પ્લસ 5જી સ્માર્ટફોન સ્ન્પેડ્રેગન 7S Gen 4 પ્રોસેસ, 200 એમપી કેમેરા અને IP69K રેટિંગ સાથે આવે છે. જાણો લેટેસ્ટ રેડમી 5G મોબાઇલની કિંમત, ફીચર્સ વિશે વિગતવાર

Redmi Note 15 Pro 5G, Redmi Note 15 Pro+ 5G Launch India: રેડમી નોટ 15 પ્રો 5જી અને રેડમી નોટ 15 પ્રો પ્લસ 5જી સ્માર્ટફોન સ્ન્પેડ્રેગન 7S Gen 4 પ્રોસેસ, 200 એમપી કેમેરા અને IP69K રેટિંગ સાથે આવે છે. જાણો લેટેસ્ટ રેડમી 5G મોબાઇલની કિંમત, ફીચર્સ વિશે વિગતવાર

author-image
Ajay Saroya
New Update
Redmi Note 15 Pro Series Launch | Redmi Note 15 Pro Features in Gujarati | Redmi Phone

Redmi Note 15 Pro Series Launch Price : રેડમી નોટ 15 પ્રો 5G અને રેડમી નોટ 15 પ્રો પ્લસ 5G સ્માર્ટફોન લોન્ચ થયા છે. Photograph: (Redmi)

Redmi Note 15 Pro, Redmi Note 15 Pro+ 5G Launch : Xiaomi કંપનીએ ભારતમાં રેડમી નોટ 15 પ્રો 5જી સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Redmi Note 15 Pro સિરીઝમાં બે વેરિયન્ટ છે રેડમી નોટ 15 પ્રો 5જી અને રેડમી નોટ પ્રો પ્લસ 5જી. Note 15 Pro 5G ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 અલ્ટ્રા અને નોટ 15 Pro+ 5G માં સ્ન્પેડ્રેગન 7 એસ જેન 4 પ્રોસેસ આવે છે. લેટેસ્ટ રેડમી ફોનના રિયરમાં OIS સપોર્ટ સાથે 200 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા છે. રેડમી નોટ 15 પ્રો અને નોટ 15 પ્રો પ્લસ 5જી સ્માર્ટફોનની કિંમત, સ્પેસિફિકેશન અને ખાસિયત વિશે વિગતવાર અહીં જાણો

Advertisment

Redmi Note 15 Pro 5G, Note 15 Pro+ 5G Price : રેડમી નોટ 15 પ્રો 5G, નોટ 15 પ્રો પ્લસ 5G કિંમત

રેડમી નોટ 15 પ્રો 5જી ફોનના 8GB + 128 GB સ્ટોરેજની કિંમત 29,999 રૂપિયા છે. તો રેડમી નોટ 15 પ્રો પ્લસ 5જી મોબાઇલના 8GB + 256GB વેરિયન્ટની કિંમત 37999 છે. આ બંને સ્માર્ટફોન બેંક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. ત્યારબાદ આ બંને વીવો 5જી સ્માર્ટફોનની અસરકારક કિંમત ઘટીને અનુક્રમે 26999 અન 34999 રૂપિયા થઇ જાય છે.

રેડમી નોટ 15 પ્રો પ્લસ 5જી સ્માર્ટફોન કોફી મોચા, મિરાજ બ્લૂ અને કાર્બન બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. તો રેડમી નોટ 15 Pro 5G મોબાઇલ સિલ્વર એશ, મિરાજ બ્લૂ અને કાર્બન બ્લેક રંગમાં આવે છે. આ બંને સ્માર્ટફોન 4 ફેબ્રુઆરી, 2026થી વેચાણ માટે શાઓમીની સત્તાવાર વેબસાઇટ, એમેઝોન અને ઓથોરાઇઝ્ડ રિટેલ સ્ટોર પર ઉપલબ્ધ થશે. Redmi Note 15 Pro સ્માર્ટફોનના પ્રી બુકિંગ ઓર્ડર પર કસ્ટમરને 1 વર્ષની સ્ક્રીન રિસ્પ્લેસમેન્ટ વોરંટી મળે છે. ઉપરાંત રેડમી Note 15 Pro+ નું પ્રી બુકિંગ કરનાર ગ્રાહકને Redmi Watch Move તદ્દન મફત મળશે.

Advertisment

Redmi Note 15 Pro+ 5G Specifications : રેડમી 15 નોટ પ્રો પ્લેસ 5જી સ્પેસિફિકેશન

રેડમી નોટ 15 પ્રો સીરિઝના બંને સ્માર્ટફોનમાં 6.83 ઇંચની એમોલેડ ડિસ્પ્લે આવે છે, જે 1.5K રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને મહત્તમ 3200 નિટ્સ બ્રાઇટનેસ આપે છે. આ ફોનની ડિસ્પ્લે ઇન સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનરથી સજ્જ છે. Note 15 Pro 5G મોબાઇલમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 અલ્ટ્રા અને Note 15 Pro+ 5G ડિવાઇસમાં સ્ન્પેડ્રેગન 7S Gen 4 પ્રોસેસર આવે છે.

બંને વીવો સ્માર્ટફોન LPDDR4x RAM અને UFS 2.2 સ્ટોરેજથી સજ્જ છે. 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે Note 15 Pro 5G મોબાઇલમાં 6,580mAh બેટરી છે. તો રેડમી નોટ Pro+ 5G ફોનમાં 6,500mAh બેટરી આવે છે, જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ બંને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ HyperOS 2 પર ચાલે છે.

કેમેરા સેટઅપની વાત કરીયે તો રેડમી નોટ 15 પ્રો 5જી અને  Redmi Note 15 Pro+ 5G ડિવાઇસના રિયરમાં 200 MPનો પ્રાયમરી કેમેરો અને 8 એમપીનો અલ્ટ્રા વાઇડ કેમેરો આવે છે. તો ફ્રન્ટમાં Note 15 Pro 5G ડિવાઇસમાં 20 એમપીનો સેલ્ફી કેમેરા અને નોટ 15 પ્રો પ્લસ 5જી ફોનમાં 32 એમપીનો સેલ્ફી કેમેરો આવે છે.

આ પણ વાંચો | દુનિયાનો પ્રથમ રોબોટ ફોન આ તારીખે થશે લોન્ચ, કેમેરા AI આસિસ્ટન્ટ જેમ કામ કરશે

કનેક્ટિવિટી માટે વાઇ ફાઇ, બ્લૂટૂછ, એનએફસી, IR બ્લાસ્ટર અને યુએસબી ટાઇપ સી પોર્ટ આવે છે. વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે રેડમી નોટ 15 પ્રો 5જી સિરીઝના બંને સ્માર્ટફોન IP66, IP68, IP69 અને IP69K રેટિંગ ધરાવે છે.

5G સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ