/indian-express-gujarati/media/media_files/2026/01/26/honor-robot-phone-2026-01-26-14-28-02.jpg)
Honor Robot Phone : ઓનર રોબોટ ફોનનું ડમી મોડલ CESમાં રજૂ કરવામાં આવ્યું હતું. Photograph: (Social Media)
World's First AI Powered Robot Phone Launch Date : સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝમાં મોટો તહલકો મચાવવા દુનિયાનો પહેલો રોબોટ ફોન ટુંક સમયમાં લોન્ચ થવાનો છે. ચીનની સ્માર્ટફોન કંપની ઓનરે પૃષ્ટિ કરી છે કે, તે પોતાના બે નવા સ્માર્ટફોન Honor Robot Phone અને Honor Magic V6 આગામી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2026 (MWC 2026)માં લોન્ચ કરવાની છે. MWC 2026 એ ગ્લોબલ ઇવેન્ટ છે, જેમા દર વર્ષે દુનિયાભરની સ્માર્ટફોન કંપનીઓ નવા નવા ઇનોવેશન સાથે સ્માર્ટફોન પ્રદર્થિત કરે છે.
MWC 2026 Date : મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2026 ક્યાં અને ક્યારે યોજાશે?
આ વખતે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2026 (MWC 2026) 1 માર્ચ 2026ના રોજ સ્પેનના બાર્સિલોના શહેરમાં યોજવાની છે. આ કાર્યક્રમમાં જ ઓનર કંપની પોતાના એઆઈ કેમેરા અને ગિંબલ વાળો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે, જેના વિશે દુનિયાભરમાં ઘણા મહિનાથી ચર્ચાઓ થઇ રહી છે.
કંપની તરફથી હાલ ઓનર રોબોટ ફોનની ડિઝાઇન, કિંમત અને ઉપલબ્ધતા વિશે જાણકારી ગુપ્ત રાખી છે, પરંતુ જે લીક રિપોર્ટમાં વિગતો જાણવા મળી છે તે ઘણી રસપ્રદ છે. Honor Robot Phone કંપનીનો અત્યાર સુધીનો સૌથી અલગ અને એક્સપેરિમેન્ટલ સ્માર્ટફોન મનાય છે. આ સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધીનું સૌથી ખાસ ઇનોવેશન અને એક્સપેરિમેન્ટ કહેવાય છે. ઓનર કંપનીએ આ ફોનનું પ્રથમવાર ઓક્ટોબર 2026માં ટીઝર રજૂ કર્યું હતું.
દુનિયાના પ્રથમ રોબોટ ફોનમાં શું ખાસ હશે?
દુનિયાના પ્રથમ રોબોટ ફોનની સૌથી મોટી ખાસિયત છે તેનો AI કેમેરા આસિસ્ટન્ટ, જે ફોનની પાછળથી બહાર આવે છે. આ કેમેરા એક ગિમ્બલ અને રોટેટિંગ મોટર સાથે જોડાયેલો હશે, જેનાથી તે આસપાસનું વાતાવરણ સમજીને કામ કરી શકે છે. કંપની તેને “AI બ્રેન” અને “રોબોટ જેવા મૂવમેન્ટ” વાળો ફોન ગણાવે છે.
Honor કંપનીનો દાવો છે કે, Robot Phone આસપાસના દ્રશ્ય જોઇ યુઝરને સવાલના જવાબ આપી શકશે. જેમ કે, કપડા મુજબ પોતાની માટે શૂઝ પસંદ કરવા કે પેટ ડોગ માટેની બ્રેડ ઓળખવી, તેમા ફોન તરત જ મદદ કરશે. એટલે કે તે માત્ર ફોટો ક્લિક કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ સ્માર્ટ AI આસિસ્ટન્ટ જેમ કામ કરશે.
બીજી બાજુ, Honor Magic V6 એક પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન હશે, લીક રિપોર્ટ મુજબ તેમા Qualcomm Snapdragon 8 Elite Gen 5 (3nm) પ્રોસેસર આવી શકે છે. કેમેરાની વાત કરીયે તો તેમા 200MP પ્રાયમરી કેમેરો અને 3x ઓપ્ટિકલ ઝૂમ પેરિસ્કોપ કેમેરો આવી શકે છે. સુરક્ષા માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો | દુનિયાનો સૌથી અદભૂત સ્માર્ટફોન લોન્ચ, એક જ મોબાઇલમાં એન્ડ્રોઇડ 16, Windows 11 અને Linux ચાલશે
બેટરીને લઇ પણ Magic V6 ઘણું ચર્ચામાં છે. ચીનની 3C સર્ટિફિકેશન સાઇટ પર આ ફોન ડ્યુઅલ બેટરી બેટરી (2320mAh + 4680mAh) સાથે દેખાડવામાં આવ્યો છે. એટલે કે કુલ મળીને લગભગ 7150mAh બેટરી કેપેસિટી હશે, જે ફોલ્ડેબલ ફોન માટે ઘણી વધારે માનવામાં આવે છે. હવે સૌની નજર 1 માર્ચ, 2026ના રોજ યોજાઇ રહેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ પર છે, જેમા ઓનર રોબોટ ફોન લોન્ચ થવાનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us