/indian-express-gujarati/media/media_files/2026/01/22/nexphone-launch-price-2026-01-22-17-20-06.jpg)
NexPhone Launch Price : નેક્સફોન 3 ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. Photograph: (NexPhone.com)
NexPhone Launch: સ્માર્ટફોન માર્કેટમાં એક અદભૂત મોબાઇલ લોન્ચ થયો છે, જે Android 16 સાથે Linux અને Windows 11 ઓપરેટિંગ સિસ્ટમ ને પણ સપોર્ટ કરે છે. સરળ શબ્દોમાં કહીયે તે એક જ સ્માર્ટફોનમાં 3 ઓપરેટિંગ સિસ્ટમ વાપરી શકાશે. આ સ્માર્ટફોનને સંપૂર્ણ કોમ્પ્યુટર પણ બનાવી શકાય છે. આ ખાસ કોન્સેપ્ટ સાથે રજૂ થયેલા સ્માર્ટફોનનું નામ NexPhone છે, જે Lapdock એક્સેસીરિઝ બનાવતી કંપની NexDeck એ બનાવ્યો છે.
NexPhone ડિઝાઇન
ડિઝાઇનની વાત કરીયે તો NexPhone આજના પાતળા અને હલકા સ્માર્ટફોનથી ઘણો અલગ છે. તેમા મોટા બેઝલ્સ, ગ્રે કલરની રબરાઇઝ્ડ બોડી અને 13.1mm જાડાઇ છે. આ સ્માર્ટફોનનું વજન લગભગ 256 ગ્રામ છે, જે તેને થોડુંક વજનદાર બનાવે છે. નેક્સફોનમાં 6.58 ઇંચની FHD+ LCD ડિસ્પ્લે આવે છે, જે 120Hz સુધીનો રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે.
NexPhoneમાં એન્ડ્રોઇડ 16 સાથે Linux અને Windows 11 પણ ચાલશે
નેક્સફોનની સૌથી મોટી ખાસિયત તેની મલ્ટી બૂટ સિસ્ટમ છે. NexPhone સ્માર્ટફોન આઉટ ઓફ ધ બોક્સ Android 16 સાથે આવે છે, જો કે તેમા Debian Linux અને Windows 11 પણ સપોર્ટ કરે છે. યુઝર ફોનને કોઇ પણ મોનીટર સાથે કનેક્ટ કરી Linux નો સંપૂર્ણ ડેસકટોપ એક્સપીરિયન્સ મેળવી શકે છે. તો Windows 11 સિસ્ટમને ફોન પર રન કરવા માટે રીબૂટ ની જરૂર પડે છે. કંપનીએ દાવો કર્યો છે કે, Windows ના મોબાઇલ ઇન્ટરફેસના આધારે કસ્ટમ UI સાથે વાપરી શકાય છે, જેનાથી તે એક મિનિ PC જેવો અનુભવ આપે છે.
NexPhone ફીચર્સ
ફીચર્સની વાત કરીયે તો NexPhone ફોનમાં Qualcomm QCM6490 પ્રોસેસર આવે છે, જે ચિપસેટ ખાસ કરીને એન્ટરપ્રાઇસ અને IoT ડિવાઇસ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેને Snapdragon 780G નું એક વેરિયન્ટ માનવામાં આવે છે. કંપનીના મતે આ પ્રોસેસર 2036 સુધી સપોર્ટ કરશે અને Windows 11 માટે Microsoft ની સત્તાવાર યાદીમાં પણ સામેલ છે. અલબત્ત ડેસ્કટોપ લેવલ પર્ફોર્મન્સ મામલે તેની મર્યાદાઓ હોઇ શકે છે.
નેક્સફોન (NexPhone)માં 12GB RAM અને 256GB સ્ટોરેજ આવે છે, સાથે જ માઇક્રો SD કાર્ડ સપોર્ટ કરે છે. કેમેરાની વાત કરીયે તો 64MP Sony IMX787 પ્રાયમરી સેન્સર અને 13MP અલ્ટ્રા વાઇડ કેમેરા સામેલ છે, તો ફ્રન્ટમાં 10MP નો સેલ્ફી કેમેરા આપ્યો છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAh ની બેટરી આવે છે.
કનેક્ટિવિટી માટે નેક્સફોનમાં 5G અને Wi-Fi 6E સપોર્ટ આપ્યું ચે. ઉપરાંત આ સ્માર્ટફોન વોટરપ્રુફ અને ડસ્ટફ્રી ક્ષમતા માટે IP68 અને IP69K રેટિંગ ધરાવે છે.
આ પણ વાંચો | મોટોરોલાનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ; 50MPના ચાર કેમેરા, ગેમ રમતી વખતે ગરમ નહીં થાય
NexPhone કિંમત
NexPhone12GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા વેરિયન્ટની કિંમત 549 ડોલર (લગભગ ₹ 50,000) છે. આ સ્માર્ટફોન માત્ર ડાર્ક ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. ગ્રાહક કંપનીની વેબસાઇટ પર 199 ડોલર (લગભગ 18000 રૂપિયા) ચૂકવણી હાલ પ્રી બુકિંગ કરાવી શકે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us