/indian-express-gujarati/media/media_files/2026/01/22/moto-x70-air-pro-launch-price-2026-01-22-14-14-26.jpg)
Moto X70 Air Pro Launch: મોટો એક્સ 70 એર પ્રો સ્માર્ટફોનમાં 6.8 ઇંચની BOE Q10 LTPO OLED ડિપ્સ્લે આવે છે. Photograph: (Social media)
Moto X70 Air Pro Launch: મોટોરોલાનો લેટેસ્ટ સ્માર્ટફોન મોટો એક્સ 70 એર પ્રો ચીનમાં લોન્ચ થો છે. Moto X70 Air Pro મોબાઇલને કંપનીએ ફ્લેગશિપ સેગમેન્ટમાં રજૂ કર્યો છે. તેમા આકર્ષક ડિસ્પ્લે, હાઇ સ્પીડ પર્ફોર્મન્સ વાળી ચિપસેટ, મોટી બેટરી અને શાનદાર ચાર 50MP કેમેરાનો સેટઅપ આવે છે. કંપનીએ Moto X70 Air Pro એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખી રજૂ કર્યો છે, જે ડીસન્ટ પ્રાઇસ રેન્જમાં એક પાવરફુલ સ્ટાઇલિશ સ્માર્ટફોન ઇચ્છે છે.
Moto X70 Air Pro ડિસ્પ્લે ફીચર્સ
Moto X70 Air Pro સ્માર્ટફોનમાં કંપનીએ 6.8 ઇંચની BOE Q10 LTPO OLED ડિપ્સ્લે આપે છે, જેમા 1.5K રિઝોલ્યુશન મળે છે. આ સાથે જ ડિસ્પ્લેમાં તમને 165Hz રિફ્રશ રેટ મળે છે, જે સ્માર્ટફોન પર ગેમ રમવાના અનુભવને વધુ ઉકૃષ્ઠ બનાવે છે. તેના ડિસ્પ્લેમાં તમને 6200 નીટ્સ સુધી પીક બ્રાઇટનેસ મળે છે. સ્માર્ટફોનના ડિસ્પ્લેના પ્રોટેક્શન માટે Gorilla Glass Victus 2 આપવામાં આવ્યું છે.
Moto X70 Air Pro પાવરફુલ ચિપસેટ
ઓટો એક્સ 70 એર પ્રો સ્માર્ટફોનના પર્ફોર્મન્સની વાત કરીયે તેમા પાવરફુલ Snapdragon 8 Gen 5 પ્રોસેસર આવે છે. આ સાથે જ LPDDR5X Ultra રેમ અને UFS 4.1 સ્ટોરેજ ફીચર્સ પણ મળે છે. ગેમ રમતી વખતે કે મલ્ટી ટાસ્કિંગ વર્ક દરમિયાન ફોનને ઠંડુ રાખવા માટે તેમા 6002mm² ની મોટી VC કૂલિંગ સિસ્ટમ આપી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 OS સપોર્ટ કરે છે.
Moto X70 Air Pro બેટરી અને કેમેરા
મોટો એક્સ70 એર પ્રો સ્માર્ટફોનમાં 50MPનો ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમા 50 એમપીનો પ્રાયમરી કેમેરા, 50 એમપીનો અલ્ટ્રા વાઇડ સેન્સર સાથે 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલીફોટો લેન્સ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. આ સ્માર્ટફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP68 અને IP69 રેટિંગ ધરાવે છે. આ ડિવાઇસને પાવર આપવા માટે 5200mAh બેટરી આવે છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
આ પણ વાંચો | એડવાન્સ ગેમિંગ ચિપ અને 7000mAh બેટરી સાથે Red Magic 11 Air સ્માર્ટફોન લોન્ચ, 50MP પ્રાયમરી કેમેરા
Moto X70 Air Pro કિંમત
મોટોરોલા કંપનીના લેટેસ્ટ Moto X70 Air Pro સ્માર્ટફોનના 12GB રેમ + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 4,499 યુઆન છે (લગભગ 58,738 રૂપિયા). તો 16GB + 512GB વેરિયન્ટની કિંમત 4,999 યુઆન (લગભગ 65,266 રૂપિયા) રાખવામાં આવી છે. તેના 16GB + 1TB ટોપ એન્ડ વેરિયન્ટની કિંમત 5,499 યુઆન (અંદાજ 71,794 રૂપિયા) છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us