scorecardresearch

Budget 2023 : નિર્મલા સિતારમન પાંચમી વખત બજેટ રજૂ કરશે, સૌથી લાંબુ બજેટ ભાષણ સહિત ઘણા રેકોર્ડ છે તેમના નામે

Budget 2023 : નિર્મલા સિતારમન (Nirmala Sitharaman) પાંચમી વખત નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ (Budget 2023) રજૂ કરશે. સૌથી લાંબુ બજેટ ભાષણ આપવા સહિત ઘણા બધા રેકોર્ડ (Nirmala Sitharaman Budget Records) તેમના નામે છે. તો ચાલો જાણીયે

Nirmala Sitharaman | Budget 2023
યુનિયન બજેટ 2023 નાણામંત્રી નિર્મલા સીતારમણ

ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાની ડ્રાઇવિંગ સીટ સુધી પહોંચવા માટે રાજકારણમાં જોડાયેલા ઘણા દિગ્ગજ લોકોને પાછળ છોડી દીધા છે. તેમણે કેન્દ્રીય કેબિનેટના ટોચના ચારમાં સ્થાન મેળવવા માટે ઘણા મોટા માથાઓને પછાડ્યા અને પહેલા ભારતના કેન્દ્રીય રક્ષામંત્રી તરીકે અને ત્યારબાદ નાણાં મંત્રી નબ્યા હતા. તમને જણાવી દઈએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ બુધવાર, 1 ફેબ્રુઆરી 2023ના રોજ પાંચમી વખત બજેટ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે પણ ઘણા રસપ્રદ રેકોર્ડ નોંધાયેલા છે.

નિર્મલા સીતારમનની અગાઉ ભારતમાં આ બંને મહત્વપૂર્ણ ખાતાઓ પાત્ર પુરુષ મંત્રીઓ પાસે જ રહેતા હતા. જેમાં ઈન્દિરા ગાંધી અપવાદ રૂપ છે, જેમણે ભારતના વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વધારાના ચાર્જ તરીકે અલગ-અલગ સમયગાળામાં રક્ષા અને નાણાં વિભાગની જવાબદારી સંભાળી હતી. નાણા મંત્રાલયમાં તેમનો કાર્યકાળ એક વર્ષનો હતો.

ભારતના પ્રથમ મહિલા નાણાંમંત્રી

નિર્મલા સીતારમન ભારતના પ્રથમ પૂર્ણ સમયના કેન્દ્રીય નાણા મંત્રી છે. તેઓ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી તરીકે તેમનું પાંચમું બજેટ રજૂ કરશે. અહીં નાણામંત્રી તરીકે સીતારમન સાથે સંબંધિત કેટલાક રસપ્રદ તથ્યો અને રેકોર્ડ્સ પર એક નજર કરીયે.

નિર્મલા સીતારમને કહ્યું ‘ચાલો આપણે બ્રિટિશ હેંગઓવરથી આગળ નીકળીયે’

ભારતમાં બીજી વખત ભાજપના વડપણની સરકાર બન્યા બાદ જુલાઈ 2019માં પોતાના પ્રથમ બજેટ ભાષણમાં નિર્મલા સીતારમને લેધરની બ્રીફકેસમાંથી બજેટ દસ્તાવેજો લઇ જવાની વર્ષો જૂની પરંપરાનો અંત લાવ્યો હતો. તેઓ બજેટના દસ્તાવેજો લાલ રેશમી કપડામાં લપેટી સંસદમાં લાવ્યા હતા અને તેના પર રાષ્ટ્રીય ચિહ્ન અંકિત હતું. તેમણેબ્રિટિશ પરંપરામાંથી મુક્તિ મેળવવાનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. બ્રીફકેસના બદલે ખાતાવહી પસંદ કરવાના તેમના નિર્ણય અંગે નિવેદન આપતા સીતારમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આપણે બ્રિટિશ હેંગઓવરથી આગળ નીકળીયે.

આ પણ વાંચોઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે બજેટ, કરી શકે છે મોટી જાહેરાતો

સૌથી લાંબુ બજેટ ભાષણ

સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ પણ નિર્મલા સીતારમણના નામે છે. 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ, તેમણે કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કરતી વખતે 162 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. તેમણે ગત બજેટમાં 137 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યુ હતું. અલબત્ત, તેઓ તે વખતે બજેટ ભાષણના છેલ્લા બે પાના વાંચી શક્યા ન હતી કારણ કે તેમની તબિયત સારી ન હતી. તેમ છતાં 1 ફેબ્રુઆરી, 2020નું બજેટ ભાષણ અત્યાર સુધીનું સૌથી લાંબુ છે.

સીતારમન પહેલા સૌથી લાંબુ બજેટ ભાષણ જસવંત સિંહના નામે હતું

નિર્મલા સીતારમનની પહેલા, સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ જસવંત સિંહના નામે હતો, જેમણે વર્ષ 2003-04નું કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે 135 મિનિટ ભાષણ આપ્યું હતું. જો કે, શબ્દોની સંખ્યાના સંદર્ભમાં સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ મનમોહન સિંહના નામે છે, જેમણે 1991માં બજેટ રજૂ કરતી વખતે 18,650 શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સીતારમનનું વર્ષ 2020નું બજેટ ભાષણ સમયની રીતે સૌથી લાંબો રેકોર્ડ ધરાવે છે, પરંતુ તેમા શબ્દોની સંખ્યા 13,275 હતી.

ભારતનું સૌથી પહેલું પેપરલેસ બજેટ

નિર્મલા સીતારમને કોવિડ રોગચાળા દરમિયાન વર્ષ 2021માં ભારતનું સૌથી પહેલું પેપરલેસ બજેટ રજૂ કરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો. તેમણે ડિજિટલ ફોર્મેટમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કર્યું. નાણામંત્રીએ ડિજિટલ ટેબલેટ મારફતે સંસદમાં તેમનું બજેટ ભાષણ વાંચ્યું હતુ. બજેટ ભાષણ પૂરું થયા બાદ બજેટના દસ્તાવેજો મોબાઈલ એપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. વર્ષ 2022માં પણ સીતારમને પેપરલેસ બજેટની પરંપરા ચાલુ રાખી. વર્ષ 2021માં પહેલુ પેપરલેસ બજેટ રજૂ કર્યા બાદ હવે તે એક ટ્રેન્ડ બની ગયો છે. અગાઉનાબે યુનિયન બજેટની જેમ આ વખતે પણ નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ પણ પેપરલેસ હશે. કેન્દ્રીય નાણા મંત્રાલયે ગત અઠવાડિયે આ માહિતી આપી હતી.

અત્યાર સુધી 4 કેન્દ્રીય બજેટ રજૂ કર્યા

નિર્મલા સીતારમને અત્યાર સુધીમાં દેશના ચાર કેન્દ્રીય બજેટ રજૂ કર્યા છે અને આજે પાંચમું બજેટ રજૂ કરશે. આ સિદ્ધિ મેળવનાર ભારતની એકમાત્ર મહિલા છે. વર્ષ 2019માં તેઓ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનાર બીજા મહિલા બન્યા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સ્વતંત્ર ભારતમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા હતા. વર્ષ 1970માં ઇન્દિરા ગાંધીએ નાણાકીય વર્ષ 1970-71 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતુ.

Web Title: Budget 2023 finance minister nirmala sitharaman budget records

Best of Express