Budget 2023 : વધુ એક વર્ષ મફત અનાજ, 80 કરોડ ગરીબોને મળશે લાભ, જાણો બજેટની 10 મોટી વાતો

India Budget 2023 News Updates: બુધવારે બજેટ-2023માં નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા આ જાહેરાત કરવામાં આવી

Written by Ashish Goyal
February 01, 2023 14:34 IST
Budget 2023 : વધુ એક વર્ષ મફત અનાજ, 80 કરોડ ગરીબોને મળશે લાભ, જાણો બજેટની 10 મોટી વાતો
Budget 2023-24 Live Updates: નાણા મંત્રી નિર્મલા સીતારામન (xpress photo by Gajendra Yadav)

Union Budget 2023-24 Updates: મોદી સરકારે ગરીબોની કલ્યાણકારી અંત્યોદય યોજનાનો ગાળો વધુ એક વર્ષ માટે વધારે દીધો છે. બુધવારે બજેટ-2023માં તેની જાહેરાત કરવામાં આવી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારામને (Nirmala Sitharaman)કહ્યું કે અંત્યોદય યોજના અંતર્ગત ગરીબો માટે મફત ખાદ્યાનની આપૂર્તિને એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 2 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જાણીએ બજેટમાં વિત્ત મંત્રી નિર્મલા સીતારામનની 10 મોટી જાહેરાત.

  • નાણા મંત્રીએ કહ્યું કે સરકારનો આર્થિક એજન્ડા નાગરિકો માટે તકોને સુવિધાજનક બનાવવી, વિકાસ અને રોજગાર સૃજનને ઝડપ પ્રદાન કરવા સિવાય વ્યાપક આર્થિક સ્થિરતાને મજબૂત કરવા પર કેન્દ્રિત છે.

  • બજેટમાં કહેવામાં આવ્યું તે કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટ અપને પ્રાથમિકતા આપવામાં આવશે. આ સિવાય યુવા ઉદ્યમીઓને કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે કૃષિ ત્વરક કોષની સ્થાપના કરવામાં આવશે.

  • નાણા મંત્રીએ કહ્યું કે પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન ઉપર પણ ધ્યાન આપવામાં આવશે અને આ માટે કૃષિ લોન લક્ષ્યને વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.

  • PMPBTG વિકાસ મિશન શરૂ કરવાની પણ બજેટ 2023માં જાહેરાત કરવામાં આવી છે. વિશેષરુપથી જનજાતીય સમૂહોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધાર માટે આ જાહેરાત કરવામાં આવી છે. જેથી PBTG વસ્તીઓને મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી શકે. આ માટે સરકાર તરફથી 15,000 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો – બજેટ 2023 ઇન્કમ ટેક્સમાં મોટી રાહત, 7 લાખ સુધી કોઇ ટેક્સ નહી

  • આ સિવાય શિક્ષા ક્ષેત્રમાં જાહેરાત કરતા વિત્ત મંત્રીએ કહ્યું કે બાળકો અને કિશોરો માટે રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલય સ્થાપિત કરવામાં આવશે.

  • નિર્મલા સીતારામને એ પણ કહ્યું કે પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન પેકેજની પરિકલ્પના પારંપરિક કારીગરો અને શિલ્પકારો માટે કરવામાં આવી છે. આ એમએસએમઈ મૂલ્ય શ્રૃંખલા સાથે એકીકૃત કરતા પોતાના ઉત્પાદોની ગુણવત્તા અને પહોંચમાં સુધારો કરવામાં સક્ષમ બનાવશે.

  • વિત્ત મંત્રીએ જાહેરાત કરી કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0ની શરૂઆત કરવામાં આવશે. યુવાઓને આંતરરાષ્ટ્રીય તકો માટે કૌશલ પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી 30 સ્કિલ ઇન્ડિયા નેશનલ સેક્ટર ખોલવામાં આવશે.

  • બજેટમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાના પૂંજિગત પરિવ્યયની જોગવાઇ કરવામાં આવી છે.

  • ત્રણ વર્ષોમાં 38,000 ટીચર્સ અને આસિસ્ટન્ટ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ ભરતી 740 એકલવ્ય આવાસીય વિદ્યાલયોમાં થશે.

  • બજેટમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ નાગરિક ખાતા સ્કીમની સીમા 4.5 લાખથી 9 લાખ કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ