Income Tax Slabs Union Budget 2023-24 Live Updates: દેશમાં ઇન્કમ ટેક્સ સ્લેબ એવા છે જેમાં છેલ્લા 10 વર્ષથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 20 ટકા અને 30 ટકાના ટેક્સ સ્લેબમાં છેલ્લો ફેરફાર વર્ષ 2013માં કરવામાં આવ્યો હતો. ભારતમાં હાલ વાર્ષિક 5 લાખ રૂપિયા કે તેથી વધુની વાર્ષિક આવક પર 20 ટકા અને 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. કરદાતાઓ આને એવી રીતે સમજી શકે છે કે જ્યારે તેમની આવકને ઇન્ફ્લેશન મુજબ એડજસ્ટ કરવામાં આવે છે, ત્યારે તેમના ‘વાસ્તવિક’ રેટ ટેક્સ ઘણો વધી જાય છે. બજેટ 2023માં ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરી, 2023ના રોજ સંસદમાં બજેટ રજૂ કરશે.
ઉલ્લેખનિય છે કે, લાગુ પાત્ર સરચાર્જ અને સેસની સાથે આવકવેરાના સૌથી ઉંચો દર 30 ટકા છે. પરંતુ વર્ષ 2013થી ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. આથી 30 ટકાના ઇન્કમ ટેક્સ સ્લેબમાં આવતા કરદાતાઓ 42 ટકા થી 50 ટકા ટેક્સ ચૂકવી રહ્યા છે. જ્યારે 12 લાખ રૂપિયાની કરપાત્ર આવક ધરાવનાર કોઈપણ વ્યક્તિ વાર્ષિક 49,327 રૂપિયા અથવા દર મહિને 4111 રૂપિયાનો વધારાનો ટેક્સ ચૂકવે છે. ચાલો જાણીએ કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શું કરવાની જરૂર છે?
ઇન્કમ ટેક્સ સ્લેબની લિમિટ વધારવાની જરૂર
છેલ્લા 10 વર્ષથી ચાલતા જૂના ટેક્સ સ્લેબમાં વધારો કરવાની જરૂર છે. કારણ કે છેલ્લા 10 વર્ષથી ટેક્સ સ્લેબમાં જે પણ ફેરફાર કરવામાં આવ્યા છે, તે 5 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બદલવામાં આવ્યા છે. જેમની વાર્ષિક કમાણી કે આવક 20 ટકા અને 30 ટકાના ઇન્કમ ટેક્સ સ્લેબ હેઠળ આવે છે તેમના માટે છેલ્લા 10 વર્ષમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, છેલ્લા દાયકાની સરખામણીમાં, આજે લોકોની આવકની સાથે સાથે કમાણીમાં વધારો થયો છે, તેથી ઇન્કમ ટેક્સ સ્લેબમાં વધારો કરવો જોઈએ.
લોકો કેટલો ટેક્સ ચૂકવે છે?
વાર્ષિક 10 લાખ રૂપિયાની કરપાત્ર આવક ધરાવતી વ્યક્તિ આજે વધારાના ટેક્સ પેટે દર મહિને રૂ. 2333 ચૂકવે છે. કરદાતા રૂ. 25 લાખની કરપાત્ર આવક પર દર મહિને રૂ. 15,661થી વધારે ચૂકવે છે. તો એવા કરદાતાઓ જેમની વાર્ષિક 50 લાખ રૂપિયા છે, તે દર મહિને 37,784 રૂપિયા વધારે ટેક્સ ચૂકવે છે. 30 ટકાના ઇન્કમ ટેક્સ સ્લેબમાં આવતા કરદાતાઓ ફુગાવાને એડજસ્ટમેન્ટ કર્યા વગર 42-50 ટકા જેટલો ઉંચો ટેક્સ ચૂકવે છે.
આ પણ વાંચોઃ નોકરીયાત વર્ગની બજેટમાં ઓછો ટેક્સ અને કર કપાત વધારવાની માંગણી
જુનું કર માળખું પુરતું નથી
જૂની કર વ્યવસ્થા કરદાતાઓને વધારે આકર્ષિત કરે છે. ઉપરાંત આ બાબતે દર્શાવે છે કે નવી વૈકલ્પિક કર વ્યવસ્થા મોટાભાગના કરદાતાઓને આકર્ષવા માટે પૂરતા નથી. આમ નવી કર વ્યવસ્થામાં કરદાતાઓને ટેક્સના ઇન્ફ્લેશન એડજસ્ટમેન્ટ રેટ સુધી પહોંચવામાં મદદ કરે છે, પરંતુ તેમ છતાં મોટાભાગના કરદાતાઓ જૂની સિસ્ટમ જ પસંદ કરે છે.