scorecardresearch

Budget 2023 : જ્યારે સંસદ પહોંચે તેની પહેલા જ બજેટ લીક થઈ ગયું, નાણામંત્રીએ આપવું પડ્યું હતું રાજીનામું

India Budget history : આર કે સન્મુખમ ચેટ્ટીએ (RK Shanmukham Chetty) 26 નવેમ્બર, 1947ના રોજ સ્વતંત્ર ભારતનું પ્રથમ યુનિયન બજેટ (India first Budget) રજૂ કર્યું હતું.

Budget 2023 : જ્યારે સંસદ પહોંચે તેની પહેલા જ બજેટ લીક થઈ ગયું, નાણામંત્રીએ આપવું પડ્યું હતું રાજીનામું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીએ દેશ માટે નાણાંકીય વર્ષ બજેટ 2023 -24નું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ (Union Budget 2023-24) હશે. બજેટ એ સરકારની આવક અને ખર્ચનું સરવૈયું છે. બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ખૂબ જ ખાનગી હોય છે.

બજેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવવા માટે જાય તેની પહેલાં હલવા સેરેમની યોજવામાં આવે છે. વર્તમાનમાં આ હલવા સેરેમની નોર્થ બ્લોકમાં યોજાય છે. નાણા મંત્રાલય પણ આ બ્લોકમાં છે. બજેટનું પ્રિન્ટિંગ પણ નોર્થ બ્લોકમાં જ થાય છે. જો કે આ હંમેશાથી આવું થતુ ન હતું. દેશની આઝાદી બાદ બજેટનું પ્રિન્ટિંગ રાષ્ટ્રપતિ ભવનમાં થતું હતું. તો નોર્થ બ્લોકમાં બજેટનું પ્રિન્ટિંગ કરવાની કામગીરી કેવી રીતે શરૂ થઇ તેવો પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે. તો ચાલો જાણીયે…

જ્યારે બજેટ લીક થયું…

આઝાદી બાદ ભારતના પ્રથમ નાણામંત્રી આર.કે. શનમુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર 1947ના રોજ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બંધારણ અપનાવ્યા બાદ લોકશાહી ભારતનું આ પ્રથમ બજેટ વર્ષ 1950માં તત્કાલિન નાણામંત્રી જોન મથાઈ (John Matthai) દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જો કે આ બજેટનો એક ભાગ સંસદમાં પહોંચે તે પહેલા જ લીક થઈ ગયો હતો. તે સમયે બજેટનું પ્રિન્ટિંગ રાષ્ટ્રપતિ ભવનમાં થતુ હતું.

બજેટ લીક થવાના કારણે રોષે ભરાયેલા લોકોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ એટલો વધી ગયો કે નાણામંત્રી જોન મથાઈએ બજેટ રજૂ કર્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

આ ઘટના બાદ દેશના કેન્દ્રીય બજેટની પ્રિન્ટિંગ કરવાની જગ્યા બદલી દેવામાં આવી. બજેટ નવી દિલ્હીના મિન્ટો રોડમાં છપાતુ હતું. જો કે, વર્ષ 1980માં પ્રિન્ટિંગ પ્રેસનું સ્થાન ફરીથી બદલવામાં આવ્યું અને નોર્થ બ્લોકમાં પ્રિન્ટિંગના મશીન લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારથી અત્યાર સુધી બજેટનું પ્રિન્ટિંગ નોર્થ બ્લોકમાં જ થાય છે.

આ પણ વાંચોઃ બજેટ 2023માં જનતાથી લઇ ઉદ્યોગ જગતની મુખ્ય 10 અપેક્ષાઓ, શું નાણાં મંત્રી પુરી કરશે

સ્વતંત્ર ભારતના પ્રથમ બજેટમાં શું હતું?

ભારતની સ્વતંત્રતા બાદ પ્રથમ બજેટમાં યોજના પંચની સ્થાપના અને પંચવર્ષીય યોજના મુખ્ય મુદ્દા હતા. તત્કાલિન નાણામંત્રી મથાઈએ બજેટ ભાષણમાં સંપૂર્ણ માહિતી વાંચી ન હતી. બજેટની રજૂઆત કરતી વખતે તેમણે એક સામાન્ય ભાષણ કર્યું હતું. આ પછી સંપૂર્ણ વિગતો સાથે શ્વેતપત્ર જાહેર કરવામાં આવ્યું હતું.

Web Title: Budget 2023 india union budget leaked in year

Best of Express