આ વખતે બજેટ એવા સમયે રજુ થવા જઈ રહ્યું છે જ્યારે 2 વર્ષ સુધી કોરોના મહામારીનો માર સહન કર્યા બાદ અર્થવ્યવસ્થા રિકવરીના રસ્તે આવવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, આ વખતે મોટાભાગના ઉદ્યોગ-ધંધાને બજેટ માંથી ઘણી અપેક્ષાઓ છે. કોરોના સમયગાળા દરમિયાન જે ક્ષેત્રની સૌથી વધુ માંગ રહી છે તે છે ઇન્સ્યોરન્સ. જીવન વીમો હોય કે સ્વાસ્થ્ય વીમો કે પછી ટર્મ ઈન્સ્યોરન્સ, બધાનું મહત્વ વધી ગયું છે. મોટા ભાગના લોકોમાં તેનું મહત્વ વધી ગયું છે અને હવે વધુને વધુ લોકો ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ તરફ આકર્ષાઈ રહ્યા છે. જોકે, અત્યારે દેશની મોટી વસ્તી ઇન્સ્યોરન્સ કવચ માંથી બહાર છે. આવી સ્થિતિમાં, વીમા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને બજેટ 2023માં ઇન્સ્યોરન્સ સેક્ટર માટે ઘણી આશાઓ છે. તેમનું કહેવું છે કે સરકારની કેટલીક જાહેરાતો ઇન્સ્યોરન્સ સેક્ટરને બુસ્ટ આપવાની સાથે સાથે લોકોને વીમો ખરીદવા પ્રોત્સાહન પણ આપી શકે છે.
ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ પર ટેક્સ બેનેફિટ્સ
ICICI લોમ્બાર્ડ GICના એમડી અને સીઇઓ ભાર્ગવ દાસગુપ્તા કહે છે કે, આજના સમયમાં ઇન્સ્યોરન્સ એ કોઇ પણ વ્યક્તિના જીવનના ફાઇનાન્સ પ્લાનિંગનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે જરૂરિયાત અથવા કટોકટીના સમયે આર્થિક રીતે મદદ કરી શકે છે. ટેક્સ બેનિફિટ પણ આપે છે. આ વીમાને કારણે વધુને વધુ લોકોને તેમના પરિવારની સુરક્ષા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમે ચોક્કસપણે બજેટ વિશ લિસ્ટમાં વીમા પર વધુ કર લાભો જોવા માંગીએ છીએ, કારણ કે આના પર ટેક્સ બેનેફિટ્સ મળવાથી મહત્તમ વસ્તીને પોતાનો અને તેમના પરિવારજનોનો ઇન્સ્યોરન્સ કરાવવા પ્રોત્સાહન મળશે.
વીમાના પ્રીમિયમ પર કરકપાત માટે એક અલગ સેગમેન્ટ
એડલવાઈસ ટોકિયો લાઈફ ઈન્સ્યોરન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુભ્રજીત મુખોપાધ્યાય કહે છે કે જીવન વીમો અન્ય ફાઇનાન્સ પ્રોડક્ટોથી વિપરીત એક લાંબા ગાળાનો ઉકેલ છે. જેમાં રોકાણનો સમયગાળો ઓછો છે અને તે 80C જોગવાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. હાલમાં, IT એક્ટની કલમ (80C) હેઠળ રૂ. 1,50,000 સુધીનું રોકાણ કરમુક્તિને પાત્ર છે. વીમા ઉદ્યોગ તરફથી એવી માંગ છે કે બજેટમાં જીવન વીમા માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર ટેક્સ ડિડક્શન માટે એક અલગ સેગમેન્ટ બનાવવાનું વિચારવું જોઈએ.
વીમા લેનારાઓ માટે કર પ્રોત્સાહન
સુભ્રજીત મુખોપાધ્યાય કહે છે કે ભારતમાં લાઇફ ઇન્સ્યોરન્સનું પેનિટ્રેશન હજી પણ ઘણો ઓછો છે. આને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત જીવન વીમો મેળવનારાઓને બજેટમાં કર પ્રોત્સાહન મળવું જોઈએ. ઉપરાંત એન્યૂટી ઇન્કમના પ્રિન્સિપલ કમ્પોનન્ટ પર પણ કર મુક્તિ આપવી જોઈએ. તેમનું કહેવું છે કે તેવી મહિલાઓ માટે પણ વિશેષ પ્રોત્સાહનોની ઘોષણા જાહેર કરી શકાય છે, જે હાલમાં દેશના કુલ જીવન વીમા કવરનો એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.
બજેટથી વીમા ઉદ્યોગને મળશે પ્રોત્સાહન
ભાર્ગવ દાસગુપ્તા કહે છે કે, એકંદર બજેટ પર, તે અનુકૂળ રહેશે, જો સરકાર રોકાણને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે, ઇઝી ઓફ ડુઇંગમાં વધુ સુધારો કરે અને સાથે જ મૂડી સર્જનમાં સરળતા બનાવે. સરકારની આ પહેલ ગ્રાહકોને લાંબા ગાળે વધુ સારા વિકલ્પો આપશે અને ઉદ્યોગની પહોંચ વધારશે. ઉપરાંત, તે પેનિટ્રેશન ગેપ ઘટાડવામાં મદદરૂપ થશે.
જીડીપી ગ્રોથને સપોર્ટ મળશે
સુભ્રજીત મુખોપાધ્યાય કહે છે કે પરંપરાગત ફાઇનાન્સરો પાસે ટૂંકા ગાળાના ભંડોળના સ્ત્રોત હોવાથી ભારતનું ઇન્ફ્રા ક્ષેત્ર સંઘર્ષ કરી રહ્યું છે. જીવન વીમા કંપનીઓ તેમની લાંબા ગાળાની અસ્કયામતો સાથે દેશના ઇન્ફ્રા સેક્ટરને અને પરિણામે જીડીપી ગ્રોથને વેગ આપવામાં મદદ કરી શકે છે. સરકારે આ પાસાને પણ ધ્યાનમાં લેવો જોઈએ અને લાઇફ ઇન્સ્યોન્સ પ્રોડક્ટમાં રોકાણને પ્રોત્સાહન આપવું જોઈએ. ટર્મ પ્રોડક્ટ પર 18 ટકાના વર્તમાન દરથી જીએસટી રેટને તર્કસંગત બનાવવાથી પણ તેને સામાન્ય લોકોની માટે વધારે વાજબી બનાવવામાં મદદ કરી શકે છે, જેઓ લાઇફ ઇન્સ્યોરન્સ જેવા પ્રોટેક્સન- ઓરિએન્ટેડ પ્રોડક્ટને ખરીદવાની ઇચ્છા ધરાવે છે.