Budget 2023 Updates: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની ફરી કમાલ! પોતાના નામે નોંધાવ્યો નવો રેકોર્ડ

India Budget 2023 News Live Updates: આજે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં આ નાણાકીય વર્ષ 2023-24નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે એક નવો રેકોર્ડ સર્જયો છે.

Written by mansi bhuva
Updated : February 01, 2023 18:46 IST
Budget 2023 Updates: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની ફરી કમાલ! પોતાના નામે નોંધાવ્યો નવો રેકોર્ડ
Budget 2023 Live Updates: નિર્મલા સીતારામન ફાઇલ તસવીર

Union Budget 2023-24 Live Updates: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આ નાણાકીય વર્ષ 2023-24 માટે આજે 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું હતું. ત્યારે આ બજેટ ભાષણ પૂર્ણ કરવાની સાથે જ તેમણે એક રેકોર્ડ સર્જયો છે. ઉલ્લેખનીય છે કે, નિર્મલા સીતારામનનું પાંચમુ બજેટ ભાષણ હતું. આ બજેટ ભાષણ કેન્દ્રીય નાણામંત્રીએ 90 મિનિટની અંદર સમાપ્ત કરી દીધું હતું.

મળતી માહિતી અનુસાર, નિર્મલા સીતારામનનું બજેટ 2023નું ભાષણ સૌથી નાનું ભાષણ માનવામાં આવે છે. જ્યારે બજેટ 2022નું ભાષણ નાણાપ્રધાને 92 મિનિટમાં પૂર્ણ કર્યું હતું. મહત્વનું છે કે, સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ પણ નિર્મલા સીતારામનના નામ પર નોંધાયેલો છે. વર્ષ 2020માં તેમણે બે કલાક 40 મિનિટનું ભાષણ આપ્યું હતું. જે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાના તમામ રેકોર્ડને તોડે છે. આ ભાષણ આપતા સમયે તેમની તબિયત પણ લથડી હતી.

આ પરંપરાને પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ 1999માં બદલી હતી અને બજેટ રજૂ કરવાનો સમય બદલીને સવારે 11 વાગ્યાનો નિર્ધારિત કરાયો હતો.

આ પણ વાંચો: Budget 2023: પોતાના ઘરનું સપનું જોનારાઓ માટે ખુશખબર! PM Awas માટે બંપર રકમની ફાળવણી

અત્યાર સુધી સૌથી વધુ કેન્દ્રીય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે. તેમણે 1962-69 દરમિયાન નાણામંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 10 વખત બજેટ રજૂ કર્યું હતું. આ પછી કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે 9 વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. ચિદમ્બરમ પછી કોંગ્રેસના પ્રણવ મુખર્જી અને ભાજપ સરકારમાં યશવંત સિંહાએ 8-8 વખત બજેટ રજૂ કર્યા હોવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ