Union Budget 2023-24 Live Updates: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં બજેટ 2023 રજૂ કરી દીધું છે. આ દરમિયાન તેણે ઘણી મોટી અને મહત્વની જાહેરાતો કરી છે. જે પૈકી એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે.
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ના બજેટમાં પહેલાની તુલનાએ 66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે આ નાણાકીય વર્ષ 2023-34 માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ વધારીને 79,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દેશની જનતાને પરવડે તેવા ઘરો ઉપલબ્ધ કરાવવાની કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ સીતારામને બજેટ 2022-23માં 48,000 કરોડ રૂપિયાની ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. આવા સંજોગોમાં આ યોજના પાછળ બજેટમાં 66 ટાકાનો વધારો કરાયો તે ખુબ જ અગત્યનું કહેવાય. કારણ કે ભારત દેશમાં એવા અઢળક લોકો છે જેમની પાસે રહેવા માટે મકાન નથી.
મહત્વનું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દરેક નાણાકીય વર્ષમાં અલગ-અલગ લક્ષ્યાંકો ફાળવવામાં આવે છે. આ મકાનો માટેની લાયકાતની વાત કરીએ તો ગરીબ પરિવારોને પાકાં મકાનો ફાળવવામાં આવે છે. આ યોજના હેઠળ એવા લોકોને મકાન આપવામાં આવે છે જેમની પાસે પાકું મકાન નથી.
કેન્દ્ર સરકારે ગયા વર્ષે વચન આપ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાયક ગ્રામીણ અને શહેરી લાભાર્થીઓ માટે 80 લાખ મકાનો પૂર્ણ કરવામાં આવશે. બજેટ 2023 દરમિયાન નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, સરકારે 2023-24માં મૂડી ખર્ચમાં 33 ટકાનો વધારો કરીને 10 લાખ કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જે જીડીપીના 3.3 ટકા હશે.
નોંધપાત્ર રીતે, નાણા પ્રધાન સીતારમણે સંસદમાં બજેટ 2023-24 રજૂ કરતી વખતે કહ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ હોવા છતાં, ભારતે સારી આર્થિક વૃદ્ધિ હાંસલ કરી છે અને તેથી વિશ્વએ તેને એક આકર્ષક સ્થળ ગણ્યું છે. આપને જણાવી દઈએ કે નિર્મલા સીતારમણે જુલાઈ 2019માં નાણા મંત્રીનું પદ સંભાળ્યું હતું, ત્યારથી આ તેમનું પાંચમું પૂર્ણ બજેટ છે.