Budget 2023: બજેટ 2023માં ભારતીય રેલવે માટે પિટારો ખોલશે નિર્મલા સીતારામન?

Budget 2023: આજે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સાતીરામન બજેટ રજૂ કરશે. ત્યારે એવી અપેક્ષા છે કે આ વખતે રેલવેને અધૂરા પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટેનવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે.

Written by mansi bhuva
Updated : February 01, 2023 11:13 IST
Budget 2023: બજેટ 2023માં ભારતીય રેલવે માટે પિટારો ખોલશે નિર્મલા સીતારામન?
બજેટ 2023માં રેલવે માટે સરકારના ખજાનામાંથી શું હશે ખાસ?

Union Budget 2023-24: રેલવે બજેટ 2023: આજે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. આ સાથે તેઓ રેલવે બજેટ પણ રજૂ કરશે. ત્યારે ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે સરકારના ખજાનામાંથી રેલવે તેમજ લોકોને શું આપ્યું. તેથી હાલ સમગ્ર દેશની નજર બજેટ પર છે.

સાથે જ રેલવે બજેટ પર પણ લોકો નિશાન તાકીને બેઠા છે. એવી આશાએ કે આ વખતે રેલવે બજેટમાં અધૂરા રેલવે પ્રોજક્ટના કાર્યને પૂર્ણ કરવા અને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હાઈ-સ્પીડ ટ્રેનને ટૂંક સમયમાં કાર્યરત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમગ્ર રેલવે સિસ્ટમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે રેલવે બજેટમાં 20થી 25 ટકાનો વધારો કરવા પર પ્રયાસ હાથ ધરી રહી છે.

જે અંતર્ગત કેન્દ્રીય બજેટ 2022માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણએ ખાસ ‘ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારે આ વર્ષે પણ બજેટમાં સરકારની પ્રાથમિકતા એ જ રહે તેવી સંપૂર્ણ સંભાવના છે.

આ પણ વાંચો: Budget 2023 Live Updates: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે બજેટ, કરી શકે છે મોટી જાહેરાતો

આ વર્ષે, રેલવેને ફાળવવામાં આવનાર ભંડોળ નવા ટ્રેક નાખવા, સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યામાં વધારો કરવા, હાઈડ્રોજન સંચાલિત ટ્રેનો તેમજ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂર્ણ કરવા તરફ જશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ