Union Budget 2023-24: રેલવે બજેટ 2023: આજે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. આ સાથે તેઓ રેલવે બજેટ પણ રજૂ કરશે. ત્યારે ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે સરકારના ખજાનામાંથી રેલવે તેમજ લોકોને શું આપ્યું. તેથી હાલ સમગ્ર દેશની નજર બજેટ પર છે.
સાથે જ રેલવે બજેટ પર પણ લોકો નિશાન તાકીને બેઠા છે. એવી આશાએ કે આ વખતે રેલવે બજેટમાં અધૂરા રેલવે પ્રોજક્ટના કાર્યને પૂર્ણ કરવા અને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હાઈ-સ્પીડ ટ્રેનને ટૂંક સમયમાં કાર્યરત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમગ્ર રેલવે સિસ્ટમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે રેલવે બજેટમાં 20થી 25 ટકાનો વધારો કરવા પર પ્રયાસ હાથ ધરી રહી છે.
જે અંતર્ગત કેન્દ્રીય બજેટ 2022માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણએ ખાસ ‘ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારે આ વર્ષે પણ બજેટમાં સરકારની પ્રાથમિકતા એ જ રહે તેવી સંપૂર્ણ સંભાવના છે.
આ વર્ષે, રેલવેને ફાળવવામાં આવનાર ભંડોળ નવા ટ્રેક નાખવા, સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યામાં વધારો કરવા, હાઈડ્રોજન સંચાલિત ટ્રેનો તેમજ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂર્ણ કરવા તરફ જશે.