: શું ફાઈનાન્સ મિનિસ્ટર મહાન ભારતીય મધ્યમ વર્ગને થોડી રાહત આપવાનું વિચારશે? : જ્યાં પણ દેશની આર્થિક પ્રગતિની ચર્ચા થાય છે ત્યાં ધ ગ્રેટ ઈન્ડિયન મિડલ ક્લાસ ((The Great Indian Middle Class)) નો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે. પરંતુ જ્યારે દેશનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે મીડલ ક્લાસ ઘણીવાર છેતરાયાનો અનુભવ કરે છે. દેશનું નવું બજેટ રજૂ કરવાની તક ફરી એકવાર નજીક આવી ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારામન (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી 2023 ના રોજ દેશની સંસદમાં આ બજેટ 2023 (Budget 2023) રજૂ કરશે. આવા સંજોગોમાં મધ્યમ વર્ગના કરદાતાઓના મનમાં ફરી પ્રશ્ન ઉભો થયો છે કે શું નાણામંત્રી આ વખતે તેમને થોડી રાહત આપવાનું વિચારશે?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનું રવિવાર (15 જાન્યુઆરી) ના રોજ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નિર્મલા સીતારામને સાપ્તાહિક દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આરએસએસ (RSS) સંલગ્ન મેગેઝિન પાંચજન્યના સંપાદક હિતેશ શંકર દ્વારા એક મુલાકાત દરમિયાન તેઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે,તે મધ્યમ વર્ગના દબાણથી બિલકુલ વાકેફ છે.
આ સાથે નિર્મલા સીતારામને કહ્યું કે, જો કે સરકારે સીધી રીતે મધ્યમ વર્ગને પૈસા નથી આપ્યા પરંતુ તેમની સરળતા માટે મેટ્રો અને સ્માર્ટ શહેર આપ્યા છે. વધુમાં નાણીમંત્રીએ કહ્યું કે મફત ભેટ શું છે અને શું નથી તેના પર બબાલ કરવાનો કોઇ અર્થ નથી. મુખ્ય મુદ્દો એ છે કે, જો તમારી પાસે પૈસા છે તો તમે આપવા માંગતો હોય તેમને આપો અને અંતમાં ભોગવો.
નિર્મલા સીતારમને RSSના સમારોહમાં કહ્યું હતું કે, હું મધ્યમવર્ગથી આવું છું એટલે તેમની સમસ્યાઓને સારી રીતે સમજી શકું છું. તેમજ લોકોને એ યાદ કરાવતા કહ્યું હતું કે, સત્તારૂઢ કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગ પર કોઇ નવો કર લગાવ્યો નથી, પાંચ લાખ સુધીન આવક પર કોઇ ટેક્સ નથી. આ ઉપરાંત સીતારામને કહ્યું કે, સરકાર ઇઝ ઓફ લિવિંગને પ્રોત્સાહન આપવા માટે 27 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક વિકસિત કરવા અને 100 સ્માર્ટ સિટી બનાવવા જેવા ઘણા ઉપાય લાવ્યા છે. તો નાણામંત્રીએ આશ્વાસન આપ્યું કે, સરકાર મધ્યમ વર્ગ માટે વધુ કરી શકે છે, કારણ કે તેમની વસ્તીમાં વધારો નોંધાઇ રહ્યો છે જે ખુબ વિશાળ થઇ ગઇ છે.
નિર્માલા સીતારામને મફત સહાય કે ઉપહાર આપવા અંગે વિસ્તૃત વાત કરી હતી. આ મુદ્દા પર કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે બબાલ ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સવાલ કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકારોની કલ્યાણકારી યોજનાઓને કેમ મફત કહેવામાં આવી રહ્યું છે, જ્યારે કેન્દ્રના અનુદાયીઓને જનહિત ગણવામાં આવી રહ્યું છે?
જો કે મુદ્દો એ નથી કે, કંઇ વસ્તુ ફીબ્રી છે અને નથી. તમે ચૂંટણી પહેલા કેટલાક વચનો આપો છો. જેમકે તમે મફત વીજળી આપવાનું વચન આપો છો, પરંતુ તમે જ્યારે શાસન પર આવો છો તો તમને રાજ્યની નાણાકીય સ્થિતિ અંગે માલુમ પડે છે. ત્યારે માની લો કે રાજ્યની નાણાકીય સ્થિતિ સારી અને તમે મફત વીજળી આપવાનું વચન પૂરું કરી શકો છો, પછી તમારે આ બજેટમાં દેખાડવું પડશે. અને વર્ષના અંતમાં તમારી બેલેન્સ શીટ જળવાશે ત્યારે આ ફ્રીબ્રી નહી ગણાય. પરંતુ વધુ રાજ્યોમાં આ પ્રકારે કંઇ નથી થઇ રહ્યું. ભુગતાન આપવાનો વારો આવે છે ત્યારે બધા છટકબારી કરે છે, અને દેવું જમા થતું રહે છે. આવામાં કોઇને ખ્યાલ નથી કે, તે કોણ ચૂકવશે તેમ નિર્મલા સીતારમને કહ્યું હતું.
પાવર સેક્ટરનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, “રાજ્ય સ્તરે ઘણી ડિસ્કોમને ચૂકવણી કરવામાં આવતી નથી. તેના બદલામાં તેઓ ઉત્પાદક કંપનીઓને ચૂકવણી કરતા નથી. આવામાં લેણાં વધતા રહે છે અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ માથાનો દુખાવો સમાન છે.
કેટલાક આંતરરાષ્ટ્રીય સૂચકાંકોના પ્રશ્ન પર જેમ કે હંગર ઈન્ડેક્સ રેટિંગ ભારતને નબળું છે, સીતારમને લોકોને તેમના ડેટા અને સંશોધનની ગુણવત્તા પર પ્રશ્ન કરવા વિનંતી કરી અને એ પણ સૂચવ્યું કે ભારતમાં એવા લોકો છે જેઓ ભારત વિરોધી પ્રચારમાં સામેલ આંતરરાષ્ટ્રીય તત્વોના પેરોલ પર છે.
આ વિશે નિર્મલા સીતારમને કહ્યું કે, “આ તમામ ઇન્ડેક્સ બનાવતી સંસ્થાઓ સરકાર દ્વારા સંચાલિત નથી. પરંતુ દેશમાં એક વર્ગ એવો છે જે તે સૂચકાંકોનો ઉપયોગ પોતાની સરકારને હરાવવા માટે કરે છે. લોકો લખી રહ્યા છે કે આ સૂચકાંકો કેવી રીતે ખોટા છે. સંજીવ સાન્યાલ, જે પીએમના આર્થિક સલાહકાર જૂથનો ભાગ છે, તે એક વર્ષથી તેના વિશે લખી રહ્યા છે”.
ભારતીયોને આવા સૂચકાંકોને વધુ આકર્ષણ ન આપવા વિનંતી કરતાં તેઓએ કહ્યું, “યુએસમાં એક સંસ્થા છે જે ધાર્મિક સ્વતંત્રતાનું માપન કરે છે. તે દર વર્ષે લખે છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ઘટી રહી છે. પરંતુ તેનું નામ યુનાઇટેડ સ્ટેટ્સ હોવાને કારણે, ઘણા લોકો તેને યુએસ સરકારી સંસ્થા માટે મૂંઝવણમાં મૂકે છે, જ્યારે તે એનજીઓ છે. કલ્પના કરો કે, યુ.એસ.માં બંદૂકની હિંસા વિશે વાત કરતી ભારતીય એનજીઓ તે દેશમાં કેટલું ધ્યાન ખેંચશે. તે કંઈ હશે નહીં. આપણે યુ.એસ. ગેર સરકારી સંગઠનોના ડેટા પર સવાલ ઉઠાવવા જોઈએ. આપણે તેમને પ્રશ્ન કરવો જોઈએ કે તેમના કેટલા સંશોધકો જમીન પર ઉતર્યા? જો કે કોઈ ઉત્તર મળશે નહીં. તેઓ માત્ર તેમની સાથે વૈચારિક રીતે જોડાયેલા તેમના મિત્રોને રિપોર્ટ લખવા કહે છે. તેઓ ગૌણ સ્ત્રોતોના આધારે તેમનો ઇન્ડેક્સ તૈયાર કરે છે.
આ મામલે નિર્મલા સીતારામનને સવાલ કરાયો હતો કે, શું ભારત વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય પ્રચાર કરનાર દેશમાં છે? તેમજ શું મીડિયા અને શિક્ષણ જગતમાં સ્લીપર સેલ છે, શું આ સંભવ છે? આ સવાલનો ઉતર આપતા તેમણે કહ્યું કે, ભારતમાં આ પ્રકારના ત્તત્વોના લોકો પેરોલ પર છે.
આ સાથે નિર્મલા સીતારામને કૃ।ષિ કાયદા અંગે પોતાનો મંતવ્ય આપતા કહ્યું હતું કે, વિરોધને કારણે કૃષિ કાયદો રદ્દ કરવાથી ખેડૂતોને નુકસાન થશે તેનાથી હું સંમત નથી. ખેડૂતો માટે જે જરૂરી અને કરવું જોઇએ તે થતું રહેશે. ખેડૂતોની આવક બમણી કરવામાં કોઇ અવરોધ નહીં આવે. ખરેખર તો એક મહાન ગતિએ વિકાસ કરી રહ્યા છે. અને કૃષિ કાયદાનો સવાલ છે તો પીએમ મોદીએ કહ્યું તેમ, કદાચ, અમે કેટલાક લોકોને સમજાવી શક્યા નથી. કોઈ એવું નથી કહેતું કે કાયદામાં કંઈ ખોટું છે.