New Income Tax Slab 2023 Explained: નાણા મંત્રી નિર્મલા સીતારામને પોતાના બજેટ ભાષણમાં પર્સનલ ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલી પાંચ જાહેરાત કરી હતી. આ બધી ન્યૂ ટેક્સ રિજીમ (New Tax Regime) માટે છે. પહેલા આ પાંચ જાહેરાતો સમજીએ.
- New Tax Regime અંતર્ગત છૂટની સીમા સાત લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે સાત લાખ રૂપિયા સુધી કમાણી કરનારને ઇન્કમ ટેક્સ આપવાની જરૂર નથી.
- New Tax Regimeના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્લેબ પાંચ કરી દીધા છે અને ટેક્સ છૂટની મર્યાદા 3 લાખ રૂપિયા કરી દીધી છે.
- New Tax Regimeમાં નોકરી કરતા લોકોને 50 હજાર રૂપિયા અને પેન્શનધારકોને (ફેમિલી પેન્શનર્સ સહિત)ને 15000 રૂપિયા સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન .
- New Tax Regimeમાં અધિકતમ સરચાર્જને 37થી ઘટાડીને 25 ટકા કરી દેવામાં આવ્યો છે. આ બે કરોડ રૂપિયાથી વધારે આવકવાળા માટે કરવામાં આવ્યું છે. આ કાપથી ઇન્કમ ટેક્સનો અધિકતમ દર 42.74 ટકાથી 39 ટકા થઇ જશે.
- નોકરીયાતને લોકોને નિવૃત્તિ સમયે જમા રજાઓના બદલે જે પૈસા મળે છે તે રકમ પર ટેક્સ છૂટની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા કરી દીધી છે. આ ફાયદો સરકારી નોકરીમાંથી નિવૃત્ત થનારને નહીં મળે.

આ પણ વાંચો – બજેટમાં ગામડા, ગરીબ, ખેડૂતો પર ધ્યાન, વિકસિત ભારતનું સપનું થશે સાકાર – પીએમ નરેન્દ્ર મોદી
સાત લાખ સુધી ટેક્સ નહીં, છતા 3-6 લાખ પર 5% ટેક્સ કેમ?
7 લાખ સુધી ટેક્સ નહીં છતા પાંચ સ્લેબની જાહેરાતના કારણે ઘણા લોકો મૂંઝવણમાં મુકાયા છે. તો સમજી લો કે નવા ઇન્કમ ટેક્સ સ્લેબમાં સાત લાખ સુધી આવક છે તો તમારે ટેક્સ આપવાનો નથી. તમારી આવક સાત લાખ કરતા એક રૂપિયો પણ વધારે છે તો તમે સ્લેબના અંડરમાં આવશો અને સ્લેબ પ્રમાણે ટેક્સ કપાશે.
સાત લાખ સુધીની આવક પર જૂની ટેક્સ વ્યવસ્થામાં પણ શૂન્ય ટેક્સ છે
જૂની વ્યવસ્થામાં પાંચ લાખ સુધીની આવક પર ટેક્સ લાગતો નથી. પછી આયકર અધિનિયમની કલમ 80 (સી) અંતર્ગત 1.50 લાખ રૂપિયાની છૂટ મળે છે અને 50 હજાર રૂપિયા સ્ટૈંડર્ડ ડિડિક્શનને મિલાવી દો તો સાત લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઇ જાય છે.