દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. આગામી નાણાંકીય વર્ષ માટેના બજેટનું કુલ કદ 45,03,097 કરોડ રૂપિયા છે, જે ચાલુ નાણાંકીય વર્ષ 2022-23ના સંશોધિત 41,87,232 કરોડ રૂપિયા બજેટ અંદાજ કરતા વધારે છે. આમ આગામી વર્ષ 2023-24માં કરતા પાછલા બજેટ કરતા 7.4 ટકા કે 3,15,865 કરોડ રૂપિયા વધારે ખર્ચ કરશે. તો ચાલો જાણીયે બજેટ 2023-24માં સરકારને ક્યાંથી કેટલી આવક થવાનો અંદાજ છે અને ક્યાં કેટલી રકમ ખર્ચશે.
બજેટના કદમાં સતત વધારો
આગામી નાણાંકીય વર્ષ 2023-24ના બજેટનું કુલ કદ 45,03,097 કરોડ રૂપિયા છે. જ્યારે વર્ષ 2022-23ના બજેટનું કુદ બજેટ 39,44,909 કરોડ રૂપિયા હતું જેને સંશોધિત કરીને 41,87,232 કરોડ રૂપિયા કરવામાં આવ્યુ છે. નાણાંકીય વર્ષ 2021-22માં બજેટનું વાસ્તવિક કદ 37,93,801 કરોડ રૂપિયા રહ્યુ છે.
બજેટ 2023-24માં સરકાર ક્યાં કેટલો ખર્ચ કરશે
નાણાં મંત્રી નિર્મલા સીતારમને તેમા બજેટ ભાષણમાં જણાવ્યુ કે, વર્ષ 2023-24ના બજેટનું કદ 45,03,097 કરોડ રૂપિયા છે. જેમાં સરકારે લીધેલી વિવિધ લોન, દેવા, જવાબદારીઓના વ્યાજપેટે સૌથી વધારે 20 ટકા રકમ ચૂકવશે. ત્યારબાદ રાજ્યોને કરવેરામાંથી મળવાપાત્ર રકમ પેટે 9 ટકા નાણાં ચૂકવાશે. તેવી જ રીતે કેન્દ્રીય યોજનાઓ પાછળ 9 ટકા, સબસિડી પાછળ 7 ટકા, સંરક્ષણ પાછળ 8 ટકા અને પેન્શન પાછળ 4 ટકા રકમ ખર્ચવાની જોગવાઇ કરવામાં આવી છે.
સરકારને ક્યાંથી કેટલી કમાણી થશે

સરકાર ક્યાં કેટલી રકમનો ખર્ચ કરશે

આ પણ વાંચોઃ નવા ઇન્કમ ટેક્સ સ્લેબમાં કરવેરાની ગણતરી કેવી રીતે થશે, જાણો…
સરકાર ક્યાં કેટલો ખર્ચ કરશે (કરોડ રૂપિયાામાં)
વિગત | વર્ષ 2022-23નો સંશોધિત બજેટ અંદાજ | વર્ષ 2023-24નો બજેટ અંદાજ |
---|---|---|
પેન્શન | 244780 | 234359 |
ડિફેન્સ | 409500 | 432720 |
સબસિડી -ખાતર | 225220 | 175100 |
સબસિડી અનાજ | 287194 | 197350 |
સબસિડી પેટ્રોલિયમ | 9171 | 2257 |
કૃષિ અને સંબંધિત કામગીરી (પીએમ કિસાન સિવાય) | 76279 | 84214 |
પીએમ કિસાન | 60000 | 60000 |
વાણિ્જ્ય અને ઉદ્યોગ | 37540 | 48169 |
પૂર્વોત્તરનો વિકાસ | 2755 | 5892 |
શિક્ષણ | 99881 | 112899 |
ઉર્જા | 70936 | 94915 |
એક્સટર્નલ અફેર્સ | 16973 | 18050 |
ફાઇનાન્સ | 17908 | 13574 |
આરોગ્ય | 77351 | 88956 |
ગૃહ મંત્રાલય | 124872 | 134917 |
વ્યાજની ચૂકવણી | 940651 | 1079971 |
આઇટી અને ટેલિકોમ | 74106 | 93478 |
અન્ય | 108102 | 120524 |
પ્લાનિંગ અને સ્ટેટિસ્ટિક્સ | 6209 | 6268 |
ગ્રામિણ વિકાસ | 243317 | 238204 |
વિજ્ઞાન વિભાગ | 25626 | 32225 |
સામાજીક કલ્યાણ | 46502 | 55080 |
ટેક્સ એડમિનિસ્ટ્રેશન | 177343 | 194749 |
જીએસટી વળતર | 130000 | 145000 |
રાજ્યોને જીએસટી વળતર | 270936 | 324641 |
ટ્રાન્સપોર્ટ | 390496 | 517034 |
કેન્દ્ર શાસિત રાજ્યોને ફાળવણી | 69040 | 61118 |
શહેરી વિકાસ | 74546 | 76432 |
કુલ ખર્ચ | 4187232 | 4503097 |