બજેટ 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં આવકવેરા અંગે પણ મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે આવતા અઠવાડિયે આવકવેરા પર એક નવું બિલ લાવવામાં આવશે. આ બિલ દ્વારા કરદાતાઓને મોટા લાભ મળી શકે છે.
નવા આવકવેરા બીલનો હેતુ હાલના ઈન્કમ ટેક્સ કાયદાઓને સરળ બનાવવું અને તેને સામાન્ય જનતા માટે સમજવા લાયક બનાવવાનું છે. નવા આવકવેરા બીલમાં પાનાઓની સંખ્યામાં પણ 60 ટકા ઓછા કરવાનો ટાર્ગેટ છે.
આ પણ વાંચો: આ વખતે બજેટમાં શું સસ્તું અને શું મોંઘુ? જુઓ સંપૂર્ણ લિસ્ટ
નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ છે. આ વખતે પણ તે પરંપરાગત શૈલીની બેગમાં લપેટેલા ડિજિટલ ટેબ્લેટ દ્વારા બજેટ રજૂ કરી રહી છે.
નાણામંત્રી નિર્મલા સીતારણે કહ્યું,”સરકાર આગામી અઠવાડિયે સંસદમાં નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કરશે, જેમાં ‘પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો’ની અવધારણાને આગળ વધારવામાં આવશે. નવું આવકવેરા બિલ હાલના આકારનું અડધુ હશે અને શબ્દોમાં સ્પષ્ટ અને સીધુ હશે.





