/indian-express-gujarati/media/media_files/2026/01/19/india-budget-2026-and-ai-2026-01-19-15-21-36.jpg)
બજેટ 2026 માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેક્ટર માટે મોટા પ્રોત્સાહનોની અપેક્ષા
Budget 2026 AI: ભારત હવે માત્ર સોફ્ટવેર બનાવતો દેશ નથી રહ્યો, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં એક શક્તિશાળી ટેક હબ તરીકે ઉભરી રહ્યો છે. જ્યારે માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓ ભારતમાં અબજો ડોલરનું રોકાણ કરી રહી છે, ત્યારે સૌની નજર બજેટ 2026 (Budget 2026) પર છે. શું નાણામંત્રી AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોઈ મોટી જાહેરાત કરશે?
ગ્લોબલ ટેક જાયન્ટ્સનો ભારત પર મોટો દાવ
છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતમાં AI ક્ષેત્રે રોકાણની આંધી આવી છે:
- Microsoft: ભારતમાં ક્લાઉડ અને AI માટે કુલ 20.5 અબજ ડોલર ના રોકાણની જાહેરાત કરી છે.
- Google: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 15 અબજ ડોલર ના ખર્ચે અમેરિકા બહારનું પોતાનું સૌથી મોટું AI ડેટા હબ બનાવી રહ્યું છે.
- Reliance: મુકેશ અંબાણીની રિલાયન્સ જામનગરમાં 1 થી 3 ગીગાવોટ ક્ષમતાનું AI ડેટા સેન્ટર બનાવી રહી છે, જેમાં 2027 સુધીમાં 30 અબજ ડોલર સુધીનું રોકાણ થઈ શકે છે.
IndiaAI Mission: 10,000 થી 38,000 GPU સુધીની સફર
સરકારે માર્ચ 2024 માં IndiaAI Mission ને મંજૂરી આપી હતી, જેનું બજેટ 10,371.92 કરોડ રૂપિયા છે. અગાઉ 10,000 GPU (Graphics Processing Unit) નો લક્ષ્યાંક હતો જે હવે વધારીને 38,000 GPU કરવામાં આવ્યો છે. આનાથી ભારતીય સ્ટાર્ટઅપ્સ અને સંશોધકોને સસ્તી કમ્પ્યુટિંગ પાવર મળશે.
બજેટ 2026 પાસે ઉદ્યોગજગતની અપેક્ષાઓ
ડિલોઇટના રિપોર્ટ (Deloitte Budget Expectations 2026) મુજબ, ભારતને AI માં આત્મનિર્ભર બનાવવા માટે નીચે મુજબના પગલાં જરૂરી છે:
- ટેક્સમાં રાહ: AI ડેટા સેન્ટર્સ માટે 20 વર્ષ સુધીનો 'ટેક્સ હોલિડે'.
- GST બેનિફિટ: બાંધકામ અને વીજળીના ખર્ચ પર GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ અથવા રિફંડ.
- કસ્ટમ ડ્યુટીમાં છૂટ: GPU અને કુલિંગ સિસ્ટમ જેવા સાધનોની આયાત પર ડ્યુટી ઘટાડવી.
- ગ્રીન એનર્જી: રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરતા ડેટા સેન્ટર્સને વિશેષ પ્રોત્સાહન.
દેસી AI મોડલ પર ભાર
માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, ભારતને પોતાના 'લોકલ AI મોડલ્સ' બનાવવાની પણ જરૂર છે. આ માટે સ્થાનિક ડેટા અને ભારતીય ભાષાઓ પર આધારિત મોડલ વિકસાવવા માટે બજેટમાં વિશેષ ફાળવણી થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us