Budget 2026: બજેટ 2026 થી મધ્યમ વર્ગને શું અપેક્ષા છે? કર લાભ અને ટેક્સ ડિડક્શન મર્યાદા વધશે?

Budget 2026 Expectations: બજેટ 2026માં મધ્યમ વર્ગ આવકવેરામાં વધુ રાહત મળવાની અપેક્ષા રાખે છે. આ સાથે જ શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા પાછળ ખર્ચ વધારવાની જરૂર છે.

Budget 2026 Expectations: બજેટ 2026માં મધ્યમ વર્ગ આવકવેરામાં વધુ રાહત મળવાની અપેક્ષા રાખે છે. આ સાથે જ શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા પાછળ ખર્ચ વધારવાની જરૂર છે.

author-image
Ajay Saroya
New Update
budget 2026 expectations | budget 2026 | union budget 2026

Budget 2026 : ભારતમાં યુનિયન બજેટ 1 ફેબ્રુઆરી રજૂ થાય છે. Photograph: (Freepik)

Budget 2026 Expectations Of Middle Class : બજેટ 2026 થી મધ્યમ વર્ગે બહુ અપેક્ષા છે. મોંઘવારીથી પરેશાન લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી થાય તેવી અપેક્ષા છે. સાથે સાથે જ શિક્ષણ અને આરોગ્ય સુવિધા અને વાહનોની ખરીદી સસ્તી થાય તેમજ આવકવેરામાં વધુ ફાયદો થાય તેવી બજેટ ઘોષણાની રાહ જોઇ રહ્યા છે. નોંધનિય છે કે, 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે.

Advertisment

આવકવેરામાં વધુ કર લાભની માંગણી

બજેટ 2026માં સામાન્ય વ્યક્તિ મોંઘવારી અને ઈન્કમ ટેક્સ મામલે વધુ રાહતની અપેક્ષા રાખે છે. અલબત્ત નાણાં મંત્રી સીતારમણ પાછલા બજેટ 2025માં નવી ટેક્સ રિઝમ હેઠળ કરમુક્ત વાર્ષિક આવક મર્યાદા વધારીને 12 લાખ કરી છે. જો કે ઈન્કમ ટેક્સના 80સી હેઠળ જુની કર વ્યવસ્થામં ઉપલબ્ધ ઘણા ટેક્સ ડિડક્શન અને કર લાભ નવી ટેક્સ રિઝમમાં ઉપલબ્ધ નથી, જે કરદાતાને આવકવેરો બચાવવામાં મદદ કરે છે. પગારદાર અને નોકરિયાત વર્ગ નવી કર પ્રણાલીમાં વધુ કરલાભ અને કર મુક્તિ મળે તેવી અપેક્ષા રાખે છે.

ઉપરાંત કરદાતાઓ જુની કર પ્રણાલી હેઠળ ઇન્કમ ટેક્સ એક્ટ 80 સી હેઠળ 1.5 લાખ રૂપિયાની કર મુક્તિ મર્યાદા વધારવા માંગણી કરી રહ્યા છે. તેનાથી પગારદાર કર્મચારીઓને વધુ લાભ મળશે.

Budget 2026 | Budget Speech | union budget 2026
Budget : બજેટ, પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)

રોકાણ અને નિવૃત્તિ યોજનમાં લાભ

મધ્યમ વર્ગ માટે એક મોટી ચિંતા રોકાણ પર વસૂલવામાં આવતો ટેક્સ પણ છે. નવી કર પ્રણાલીને સરળ બનાવવી જોઇએ સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાની બહુ જરૂર છે. તે ખાસ કરીને ફિક્સ્ડ ઇન્કમ કે પેન્શન પર નિર્ભર નિવૃત્તિ લોકો અને સિનિયર સિટીઝનને મદદ કરે છે. સાથે જ ટીડીએસ પ્રક્રિયાને સરળ બનાવવા પર ભાર મૂકાયો છે.

Advertisment

આ પણ વાંચો | દેશનું સૌથી નાનું બજેટ ભાષણ, માત્ર 800 શબ્દો; સૌથી લાંબુ બજેટ ભાષણ કોણે આપ્યું?

શિક્ષણ અને આરોગ્ય સુવિધા માટે વધારે બજેટ

શિક્ષણ અને આરોગ્ય સુવિધા ખર્ચાળ બની ગઇ છે, જેનાથી મધ્યમ વર્ગની બચત પર ગંભીર અસર થાય છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય સુવિધા અને હોમ લોન પર મળતા કર લાભ વધારવાની માંગ થઇ રહી છે. બજેટ 2026માં સરકાર રાજકોષીય ખાધ  અંકુશમાં રાખવાની સાથે સાથે સામાજિક કલ્યાણ યોજના પાછળ વધુ ખર્ચ કરે તેવી અપેક્ષા છે.

ઇન્કમ ટેક્ષ ટેક્સ નિર્મલા સીતારમણ બજેટ મારૂ બજેટ બિઝનેસ