Budget 2026: દેશનું સૌથી નાનું બજેટ ભાષણ, માત્ર 800 શબ્દો; સૌથી લાંબુ બજેટ ભાષણ કોણે આપ્યું?

Budget 2026, FM Nirmala Sitharaman : બજેટ 2026 નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરશે. ભારતના બજેટ ભાષણનો પણ રસપ્રદ ઇતિહાસ છે. ભારતનું સૌથી નાનું બજેટ માત્ર 800 શબ્દોનું હતું. જાણો સૌથી લાંબા બજેટ ભાષણ કોણે આપ્યું?

Budget 2026, FM Nirmala Sitharaman : બજેટ 2026 નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરશે. ભારતના બજેટ ભાષણનો પણ રસપ્રદ ઇતિહાસ છે. ભારતનું સૌથી નાનું બજેટ માત્ર 800 શબ્દોનું હતું. જાણો સૌથી લાંબા બજેટ ભાષણ કોણે આપ્યું?

author-image
Ajay Saroya
New Update
Budget 2026 | Budget Speech | union budget 2026

Budget : બજેટ, પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)

Budget 2026: બજેટ 2026 નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરશે. બજેટ ભવિષ્યમાં દેશના આર્થિક વિકાસની રૂપરેખાનો અંદાજ આપે છે. બજેટ સત્રની શરૂઆત સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન સાથે થાય છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર એવું થશે જ્યારે કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરી, રવિવારે રજૂ કરવામાં આવશે. નાણાંમંત્રી સીતારમણ સતત 9 વખત બજેટ રજૂ કરવાનો ઇતિહાસ બનાવશે. આ મોદી સરકાર 0.3 નું ત્રીજું સંપૂર્ણ બજેટ છે.  

Advertisment

દેશનું સૌથી નાનું બજેટ ભાષણ કોણે આપ્યું હતું?

આઝાદી બાદ ભારતનું પ્રથમ યુનિયન બજેટ 26 નવેમ્બર, 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ દેશના પ્રથમ નાણામંત્રી આર. કે, શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. નાોંધનીય છે કે, દેશના કેન્દ્રીય બજેટમાં ઘણી રસપ્રદ વિગતો હોય છે. બજેટ ભાષણમાં થતી ઘોષણાઓ બહુ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે તે દેશનું આર્થિક ભવિષ્ય નક્કી કરે છે. શું તમે જાણો છો ભારતનું સૌથી નાનું બજેટ ભાષણ કોણે અને ક્યારે આપ્યું હતું?

વર્ષ 1977માં મોરારજી દેસાઇના મંત્રીમંડળમાં નાણામંત્રી રહેલા હીરુભાઇ મુલ્જીભાઇ પટેલે ભારતના ઇતિહાસનું સૌથી નાનું બજેટ ભાષણ આપ્યું હતું. તેનું બજેટ ભાષણ માત્ર 800 શબ્દોનું હતું. કહેવાય છે કે, હીરુભાઇ મુલ્જીભાઇ પટેલે પોતાનું બજેટ ભાષણ બહું નાનું રાખ્યું હતું કારણ કે પાછલા સરકારના બજેટ અંદાજ પહેલાથી તૈયાર દેવામાં આવ્યા હતા અને તેમની પાસે 31 માર્ચ 1977 સુધી સંવૈધાનિક જરૂરિયાત પૂરી કરવા માટે વોટ અને એકાઉન્ટ માટે બહુ ઓછો સમય બચ્યો હતો.

budget 2026 | budget | budget estimates
Budget 2026 : બજેટ 2026 Photograph: (Freepik)

દેશનું સૌથી લાંબુ બજેટ ભાષણ કોણે આપ્યું હતું?

ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણના નામ બજેટ રજૂ કરવાના ઘણા રેકોર્ડ છે. દેશનું સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ પણ હાલના નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે જ છે. નિર્મલા સીતારમણ વર્ષ 2020માં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું. તેનું બજેટ ભાષણ 11 વાગે શરૂ થયું અને બપોરે 1.40 વાગે સમાપ્ત થયું હતું. એટલે કે તેમણે સસંદમાં કુલ 2 કલાક 42 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યું હતું.  

Advertisment

આ પણ વાંચો | નિર્મલા સીતારમણની બજેટ ટીમના 7 ધુરંધર અધિકારી, જાણો કોણ શું કામગીરી કરે છે?

તમને જણાવી દઇયે કે, બજેટ ભાષણ એટલું લાંબુ હતુ કે, જ્યારે છેલ્લા બે પાના વાંચવાના બાકી હતા ત્યારે નિર્મલા સીતારમણની તબિયત લથડી અને બાકીનું ભાષણ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા એ વાંચ્યુ હતું. આ બજેટ ભાષણ સાથે જ નિર્મલા સીતારમણે વર્ષ 2019માં સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. તેમનું 2025નું બજેટ ભાષણ 1 કલાક અને 14 મિનિટનું હતું. 

બજેટ નિર્મલા સીતારમણ બિઝનેસ