/indian-express-gujarati/media/media_files/2026/01/27/nirmala-sitharaman-budget-2026-01-27-18-37-52.jpg)
Budget 2026 : દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે. Photograph: (Express File Photo)
Budget 2026 Date And Time : બજેટ 2026 રજૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરવાના છે. આ યુનિયન બજેટ પર દરેક વ્યક્તિની નજર રહેશે. બજેટ તૈયાર કરવું એક મુશ્કેલ અને જટિલ કામ છે.
બજેટમાં સામાન્ય વ્યક્તિની લઇ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ ઉદ્યોગો અને પગારદાર કર્મચારીઓની અપેક્ષાઓને ધ્યાનમાં રાખવાની સાથે આવક અને ખર્ચને સંતુલિત રાખવાનું હોય છે. બજેટ તૈયાર કરવાની કામગીરીમાં નાણા મંત્રાલયના કર્મચારીઓની સાથે સાથે આર્થિક નિષ્ણાંતો મદદરૂપ થાય છે. FM નિર્મલા સીતારમણની બજેટ ટીમના 7 ધુરંધર અધિકારીઓમાં કોણ કોણ છે અને શું કામગીરી કરે છે.
FM Nirmala Sitharaman Budget 2026 Team : નિર્મલા સીતારમણની બજેટ ટીમ
અનુરાધા ઠાકુર (આર્થિક બાબતોના સચિવ)
અનુરાધા ઠાકુર આ વિભાગનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા આઈએએસ અધિકારી છે. તેની મુખ્ય ભૂમિકા ભંડોળની ફાળવણી અને 2026 - 27 માટે માઇક્રોઇકોનોમિક રોડમેપ તૈયાર કરવાની છે. તેઓ સંપૂર્ણ બજેટ ડિવિઝન અને તમામ બજેટ દસ્તાવેજો તૈયાર કરવાની જવાબદારી સંભાળે છે.
અરવિંદ શ્રીવાસ્તવ (Revenue Secretary)
અરવિંદ શ્રીવાસ્તવ બજેટ ભાષણના પાર્ટ બી એટલે કે કરવેરા પ્રસ્તાવ માટે જવાબદાર છે. તેમા ઇન્કમ ટેક્સ (પરોક્ષ કરવેરા) તેમજ જીએસટી અને કસ્ટમ્સ (પરોક્ષ કરવેરા) સંબંધિત તમામ મોટા ફેરફારો માટે ડ્રાફ્ટ કરવાની કામગીરી સંભાળે છે.
વુમલુનમંગ વુઅલનામ (Expenditure Secretary
વુમલુનમંગ વુઅલનામ (ખર્ચ સચિવ) ને ગાર્જિયન ઓફ ધ પર્સ કહેવાય છે. તેનું કામ સરકારના ખર્ચ, સબસિડી અને કેન્દ્રીય યોજનાઓ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવાનું છે. તેઓ રાજકોષીય ખાધ નિયંત્રણમાં રાખવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
એમ નાગરાજુ (Financial Services Secretary)
એમ નાગરાજુ (નાણાકીય સેવા સચિવ) તરીકે તેઓ બજેટ 2026 તૈયાર કરવામાં સરકારી બેંકો, વીમા કંપનીઓ અને પેન્શન યોજનાની સ્થિતિ સુધારવાની કામગીરી માટે જવાબદાર છે. ડિજિટલ બેન્કિંગ અને નાણાકીય સમાવેશન સંબંધિત યોજનાઓની કામગીરી પણ સંભાળે છે.
અરુણિય ચાલવા (Dipam Secretary)
અરુણિષ ચાલવા (Dipam Secretary) સરકારની વિનિવેશ યોજના (Disinvestment) અને ખાનગીકરણની રણનીતિ બનાવવાની જવાબદારી સંભાળે છે. તેઓ સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને નોન ટેક્સ રેવેન્યૂ ઊભી કરવાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/27/budget-2026-2026-01-27-14-48-54.jpg)
કે મોસેસ ચાલઈ (Public Enterprises Secretary)
કે મોસેસ ચાલઈ (Public Enterprises Secretary) સરકારના જાહેર સાહસો (CPSEs) ના ખર્ચ અને એસેટ મોનેટાઇઝેશનનું ધ્યાન રાખે છે. તેઓ ખાતરી છે કે, બજેટમાં ફાળવેલા ભંડોળનો સરકારી કંપનીઓમાં યોગ્ય ઉપયોગ થાય.
આ પણ વાંચો | નિર્મલા સીતારમણ સતત 9મી વખત રજૂ કરશે બજેટ, જાણો ભારતના પ્રથમ મહિલા નાણાંમંત્રી કેટલું ભણેલા છે?
વી અનંત નાગેશ્વન (Chief Economic Advisor)
વી અનંત નાગેશ્વર (મુખ્ય આર્થિક સલાહકાર - CEA) બજેટ માટે જરૂરી આંકડાકીય માહિતી અને અંદાજી વૃદ્ધિદરનો અંદાજ આપવાનો છે. તેઓ ખેતી, ઉદ્યોગ અને સેવા માટે વિશ્લેષણ કરે છે અને નાણાંમંત્રીને મુખ્ય આર્થિક સુધારણા પર સલાહ આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us