Budget 2026: બજેટ 2026 માં STT અને LTCG ઘટવાની અપેક્ષા, હાલ શેરબજારમાં થયેલા નફા પર કેટલો ટેક્સ વસૂલાય છે?

Budget 2026, Share Market Expectations : બજેટ 2026 થી શેરબજારના રોકાણકારોને ઘણી અપેક્ષાઓ છે. તેઓ એસટીટી, એસટીસીજી, એલટીસીજી ઘટાડવા માંગણી કરી રહ્યા છે. જાણો હાલ શેરબજારમાં થયેલા નફા પર કેટલો ટેક્સ વસૂલાય છે?

Budget 2026, Share Market Expectations : બજેટ 2026 થી શેરબજારના રોકાણકારોને ઘણી અપેક્ષાઓ છે. તેઓ એસટીટી, એસટીસીજી, એલટીસીજી ઘટાડવા માંગણી કરી રહ્યા છે. જાણો હાલ શેરબજારમાં થયેલા નફા પર કેટલો ટેક્સ વસૂલાય છે?

author-image
Ajay Saroya
New Update
Budget 2026 Share Market Expectations

Budget 2026, Share Market Expectations : બજેટ 2026માં શેરબજારમાં ટ્રેડિંગ પરના કરવેરા ઘટે તેવી અપેક્ષા છે. Photograph: (Express Photo)

Budget 2026 : Stock Market Expectations : બજેટ 2026 થી શેરબજારને ઘણી મોટી અપેક્ષાઓ છે. રોકાણકારો અને માર્કેટ એસોસિએશનો કેટલાક કર સુધારાઓ પર નજર રાખી રહ્યા છે જે રોકાણને સરળ બનાવશે, ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો કરશે અને લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપશે. કેપિટલ ગેઇન ટેક્સ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી અને અલગ અલગ રોકાણના વિકલ્પો પર કર જેવા મુદ્દાઓ આ વખતે ચર્ચાના કેન્દ્રમાં છે. એવું માનવામાં આવે છે કે જો બજેટમાં આ મોરચે રાહત મળશે તો બજારના સેન્ટિમેન્ટને મજબૂત કરી શકાય છે અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે.

Advertisment

STT ઘટાડો અપેક્ષિત

શેરબજાર સાથે સંકળાયેલી ઘણી સંસ્થાઓ એસટીટી એટલે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ઘટાડવાની માંગ કરી રહી છે. હાલમાં, ઇક્વિટીમાં ડિલિવરી આધારિત સોદા પર એસટીટી 0.1 ટકા છે, જ્યારે ડેરિવેટિવ્ઝમાં તે 0.02 થી 0.125 ટકા છે. રોકાણકારોનું કહેવું છે કે એસટીટી એ એક ટેક્સ છે જે દરેક ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવે છે, પછી ભલે રોકાણકારને તેમા નફો થાય કે નુકસાન. તેથી, ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બંનેના ખર્ચમાં વધારો થાય છે. 

જો સરકાર STT ઘટાડે તો માર્કેટમાં ટ્રેડિંગ કરવું સસ્તું થશે અને વધુ લોકો બજારમાં ટ્રેડિંગ કરવા પ્રેરાશે. ઉપરાંત, વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે એફઆઈઆઈ માટે ભારતીય બજાર વધુ આકર્ષક બની શકે છે.

LTCG Cut : લાંબા ગાળાના મૂડી લાભ પર કર રાહતની માંગ

રોકાણકારોની બીજી મોટી આશા એલટીસીજી ટેક્સ સાથે સંકળાયેલી છે. હાલમાં, એક વર્ષથી વધુ સમય માટે શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ પર થયેલા નફા પર 12.5 ટકા ટેક્સ લાગે છે. માર્કેટ ઓર્ગેનાઈઝેશન્સ ઈચ્છે છે કે આ LTCG ટેક્સ ઘટાડીને 10 ટકા કરવામાં આવે. આ સિવાય ટેક્સ ફ્રી લિમિટ વધારીને 2 લાખ રૂપિયા કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. એવા પણ સૂચનો છે કે જો એલટીસીજી ને 5 વર્ષથી વધુ સમયથી રાખવામાં આવેલા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પર સંપૂર્ણ ટેક્સ ફ્રી બનાવવામાં આવે છે, તો લોકો ટૂંકા ગાળાને બદલે લાંબા ગાળાના રોકાણ તરફ વલણ ધરાવશે.

Advertisment

એક સમાન કર માળખાંની માંગ

બીજો મહત્વનો મુદ્દો કર સમાનતા છે. હાલમાં, વિવિધ ફાઈનાન્સિયલ પ્રોડક્ટ  પર વસૂલવામાં આવતા ટેક્સ અલગ અલગ છે. અમુક ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સ પર રોકાણકારો દ્વારા તેમની આવક સ્લેબ અનુસાર ટેક્સ ચૂકવવો પડે છે, જે કેટલીકવાર ખૂબ ઊંચો હોય છે. બજારની માંગ છે કે તમામ નાણાકીય ઉત્પાદનો પરના કર માળખાને વધુ સમાન અને સંતુલિત બનાવવામાં આવે. આનાથી એવા રોકાણકારોને પણ ફાયદો થશે કે જેઓ ડેટ ફંડ્સ અથવા બોન્ડ જેવી ઓછી જોખમવાળી સંપત્તિમાં રોકાણ કરીને લાંબા ગાળે સંપત્તિ સર્જન કરવા માંગે છે.

budget 2026 | budget | budget estimates
Budget 2026 : બજેટ 2026 Photograph: (Freepik)

ગત બજેટમાં શું ફેરફાર કરવામાં આવ્યા હતા?

પાછલા બજેટ 2025માં કેપિટલ ગેઇન ટેક્સના નિયમોને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હોલ્ડિંગનો સમયગાળો ઘટાડવામાં આવ્યો હતો અને કર દરોની એકરૂપતા તરફ પગલાં લેવામાં આવ્યા હતા. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (એસટીસીજી) પર 20 ટકા અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન (એલટીસીજી) પર 12.5 ટકા ટેક્સ લાગ્યો હતો. આ સાથે જ ટેક્સ ફ્રી લોંગ ટર્મ કેપિટલ ગેઇનની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 1.25 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફારો થોડો હળવા થયા છે, પરંતુ રોકાણકારોનું માનવું છે કે ટેક્સનો બોજ વધુ ઓછો થવો જોઈએ.

આ પણ વાંચો | નિર્મલા સીતારમણની બજેટ ટીમના 7 ધુરંધર અધિકારી, જાણો કોણ શું કામગીરી કરે છે?

બજેટ 2026 થી શું અપેક્ષાઓ છે?

રોકાણકારો ઇચ્છે છે કે સરકાર એવા નિર્ણયો લે જે બજારમાં વિશ્વાસ વધે અને લાંબા ગાળે રોકાણ કરવાનું સરળ બનાવે. આ નિર્ણયોમાં એસટીટીમાં ઘટાડો, એલટીસીજી ટેક્સમાં રાહત અને વિવિધ રોકાણ વિકલ્પો પર લાગુ કરમાં સંતુલનનો સમાવેશ થાય છે. જો સરકાર આ બજેટમાં આવા પગલાં ઉઠાવશે તો તેનાથી માત્ર સ્થાનિક રોકાણકારોને જ ફાયદો થશે નહીં, પરંતુ વિદેશી મૂડી પણ આકર્ષિત થશે.

Investment બિઝનેસ નિર્મલા સીતારમણ શેર બજાર બજેટ