/indian-express-gujarati/media/media_files/2026/01/27/budget-2026-2026-01-27-14-48-54.jpg)
Budget 2026 : બજેટ 2026 Photograph: (Freepik)
FM Nirmala Sitharaman Present Budget 2026 : બજેટ 2026 નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરવાના છે. આ નિર્મલા સીતારમણનું સતત 9મું બજેટ અને મોદી સરકાર 3.0નું ત્રીજું બજેટ છે. સામાન્ય વ્યક્તિથી લઇ વેપારીઓ, ઉદ્યોગપતિ અને રોકાણકારો બધાની નજર કેન્દ્રીય બજેટ 2026-27 પર છે. દરેક વ્યક્તિ બજેટની જાહેરાતો પર નજર રાખે છે, પરંતુ તે પહેલા આ બજેટનું ગણિત સમજવું જરૂરી છે. તમારા મનમાં બજેટ વિશે જે સામાન્ય પ્રશ્નો છે, તેના જવાબ અહીં આપ્યા છે.
What Is Budget? : બજેટ એટલે શું?
બજેટ એટલે સામાન્ય ભાષામાં કહીયે તો આવક અને ખર્ચનો અંદાજીત હિસાબ. બજેટને અંદાજપત્ર પણ કહેવાય છે. ઘર હોય કે સરકાર દરેકનું પોતાનું બજેટ હોય છે. ગુજરાત વિશ્વકોષની વ્યાકઅયા મુજબ અંદાજપત્ર એ આગામી વર્ષ માટેના આવક અને ખર્ચના અંદાજો રજૂ કરતું દસ્તાવેજ છે.
આવું અંદાજપત્ર મોટી પેઢીઓ, મોટાં બિનસરકારી સંગઠનો, સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓ અને રાજ્ય સરકારો પણ તૈયાર કરે છે. આ બધાં સંગઠનો આગામી નાણાકીય વર્ષની તેમની પ્રવૃત્તિઓના આયોજન માટે તેમજ તેમના નાણાંકીય વ્યવહારોને નિયંત્રણમાં રાખવા માટે અંદાજપત્રની પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. ભારત સરકાર પણ પોતાના વાર્ષિક આવક અને ખર્ચના અંદાજ માટે વાર્ષિક બજેટ તૈયાર કરે છે.
ભારતમાં બજેટ ક્યારે અને કયા સમયે રજૂ કરવામાં આવે છે?
હાલ ભારતમાં 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે સંસદમાં બજેટ રજૂ કરવામાં આવે છે. આઝાદી બાદ સાંજે બજેટ રજૂ કરવાની પરંપરા હતી, ત્યારબાદ સમય અને તારીખ બંનેમાં ફેરફાર થયો છે. વર્ષ 2017 પહેલા ભારતમાં કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખે રજૂ કરવામાં આવતું હતું.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/16/budget-2026-nirmala-sitharaman-2026-01-16-09-46-02.jpg)
સરકાર માટે બજેટ બનાવવું કેમ મહત્વપૂર્ણ છે?
કોઈપણ સરકારે તેની આવક ખર્ચ સાથે સંતુલિત રાખવી પડે છે, તે કરવા માટે તેણે બજેટ બનાવવું પડે છે. કેટલો ખર્ચ થયો, ક્યાં ખર્ચ કરવો, બધુ બજેટ નક્કી કરે છે.
બજેટ હલવા સેરેમની શું છે?
ભારતમાં કોઇ પણ શુભ કાર્ય શરૂ કરવાની પહેલા મોં મીઠું કરવાની પરંપરા છે, તેવી જ વર્ષોથી આ પરંપરા બજેટ પહેલા પણ અનુસરવામાં આવે છે. નાણામંત્રી પોતે જ પોતાના સાથી કર્મચારીઓને મોટી કઢાઇમાંથી હલવો પીરસે છે. એવું પણ માનવામાં આવે છે કે હલવા સેરેમની પછી જ બજેટ પ્રિન્ટિંગની કામગીરી શરૂ થાય છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/16/budget-2026-nirmala-sitharaman-2026-01-16-17-56-25.jpg)
વચગાળાનું બજેટ શું છે?
જ્યારે શાસક સરકાર તેના છેલ્લા વર્ષમાં હોય છે, ચૂંટણીઓ નજીક હોય છે, આવી સ્થિતિમાં, જે બજેટ રજૂ કરવામાં આવે છે તે ફક્ત નવી સરકાર આવે ત્યાં સુધી જ લાગુ રહે છે. એટલે કે થોડા મહિનાઓ માટે જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે, ત્યારે તેને વચગાળાનું કહેવામાં આવે છે. આ બજેટમાં બધું સામાન્ય બજેટની જેમ થાય છે, ફક્ત ખર્ચ વિશે વધુ વિગતવાર માહિતી નથી.
આ પણ વાંચો | નિર્મલા સીતારમણ સતત 9મી વખત રજૂ કરશે બજેટ, જાણો ભારતના પ્રથમ મહિલા નાણાંમંત્રી કેટલું ભણેલા છે?
લોકપ્રિય બજેટ શું છે?
લોકપ્રિય બજેટનો સરળ શબ્દોમાં અર્થ એ છે કે સરકારે લોકોને ખુશ કરવા પર સંપૂર્ણ ભાર મૂકવો જોઈએ. જેમ મફત સુવિધા આપવામાં આવે છે, તેવી જ રીતે, લાભમણી જાહેરાત કરાય છે. તેનાથી અર્થવ્યવસ્થા પર બોજ પણ વધી શકે છે અને મોંઘવારી વધવાની સંભાવના પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us