Budget 2026: બજેટ 2026 માં સોનું ચાંદી સસ્તા થશે? જાણો હાલ Gold Silver પર કેટલી કસ્ટમ ડ્યૂટી લાગે છે?

Budget 2026, Gold Silver Tax In India : બજેટ 2026માં સોનું ચાંદી સસ્તુ થશે કે નહીં તેની બધા લોકો રાહ જોઇ રહ્યા છે. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય બજેટમાં આયાત જકાત ઘટે તો ભારતમાં સોના ચાંદીના ભાવ કંઇક અંશે ઘટી શકે છે.

Budget 2026, Gold Silver Tax In India : બજેટ 2026માં સોનું ચાંદી સસ્તુ થશે કે નહીં તેની બધા લોકો રાહ જોઇ રહ્યા છે. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય બજેટમાં આયાત જકાત ઘટે તો ભારતમાં સોના ચાંદીના ભાવ કંઇક અંશે ઘટી શકે છે.

author-image
Ajay Saroya
New Update
Budget 2026, Gold Silver Custom Duty In India | Budget 2026 | Gold Silver Price | Tax On Gold Silver In India

Budget 2026, Gold Silver Custom Duty In India : ભારતમાં સોના ચાંદીની આયાત પર કસ્ટમ ડ્યૂટી વસૂલાય છે. Photograph: (Canva)

Budget 2026 Gold Silver Custom Duty In India : બજેટ 2026 પહેલા સોના ચાંદીમાં આગઝરતી તેજી જોઇ લોકો સ્તબ્ધ છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો થી લઇને રોકાણકારોના મનમાં સવાલો પણ ઉઠી રહ્યા છે કે આગામી બજેટની સોના અને ચાંદીની કિંમતો પર શું અસર થઈ શકે છે? શું સરકાર તેમના પર લાગુ કસ્ટમ ડ્યુટી ઘટાડશે? અને જો આવું થશે તો શું ખરેખર સ્થાનિક બજારમાં ભાવ નીચે આવશે? છેલ્લા કેટલાક વર્ષોના બજેટના નિર્ણયો પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે કસ્ટમ ડ્યુટીમાં ફેરફારની સીધી અસર સોના અને ચાંદીના ભાવ પર પડે છે, પરંતુ આ અસર કાયમ માટે રહે તે જરૂરી નથી.

Advertisment

સોના ચાંદીના ભાવ પર કસ્ટમ ડ્યુટીની શું અસર થાય છે?

કસ્ટમ્સ ડ્યુટી એ એક કર છે જે વિદેશ માંથી દેશની અંદર આવતા માલ પર વસૂલવામાં આવે છે. ભારતમાં સોના અને ચાંદીનું સ્થાનિક ઉત્પાદન ખૂબ જ ઓછું છે, તેથી મોટાભાગની જરૂરિયાત આયાત દ્વારા પૂરી થાય છે. જ્યારે સરકાર સોના કે ચાંદી પરની આયાત ડ્યુટી વધારે છે, ત્યારે તેની કિંમત વધી જાય છે અને તેની સીધી અસર ઘરેણાં અને સિક્કાઓના ભાવ પર પડે છે. ભારતમાં સોનું માત્ર રોકાણનું સાધન જ નથી, પરંતુ લગ્ન અને ધાર્મિક કાર્યક્રમો સાથે પણ સંકળાયેલું છે. તેથી, ભાવમાં વધારાની અસર માંગ પર પણ પડે છે.

સોના ચાંદી માટે ભારત આયાત પર નિર્ભર

ભારતમાં સોનાની માંગ ઘણી વધારે છે. ઓક્ટોબર 2025માં દેશની સોનાની આયાત દિવાળી પહેલા 14.72 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. આ દર્શાવે છે કે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે આયાત કેટલી મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, જો કસ્ટમ ડ્યુટી વધારે હશે, તો સોનું અને ચાંદી બંને મોંઘા થશે અને જો ડ્યુટી ઓછી થશે, તો કિંમતોમાં થોડી રાહત મળી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ટેક્સ વધે તો સોના ચાંદીના ભાવ વધે અને ટેક્સ ઘટે તો કિંમતમાં ઘટાડો થાય છે.

છેલ્લા પાંચ બજેટમાં સોના ચાંદીની આયાત જકાતમાં ફેરફાર થયો?

વર્ષ 2021ના કેન્દ્રીય બજેટ 2021માં સરકારે સોના અને ચાંદી પરની બેઝિક કસ્ટમ ડ્યુટી (બીસીડી) 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરી હતી. આ સાથે જ 2.5 ટકાનો એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લાદવામાં આવ્યો હતો. પરંતુ એકંદરે, ટેક્સનો બોજ ઓછો થયો હતો. તેનો હેતુ દાણચોરીને રોકવાનો અને આયાત ખર્ચ ઘટાડવાનો હતો.

Advertisment

gold silver rate today | gold price | silver price | gold silver all time high | gold silver record high
સોનું અને ચાંદી કિંમતી ધાતુ છે. (Express photo) Photograph: (Express photo)

આ પછી 2022ના બજેટમાં સરકારે સોના અને ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ ત્યારબાદ વર્ષ 2023ના બજેટમાં ચાંદી પરની કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી હતી. સિલ્વર બાર એટલે કે ચાંદીની લગડી પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 7.5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવી છે અને ચાંદી પરનો સેશ 5 ટકા કરવામાં આવ્યો હતો. તે સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ચાંદી પર લાગુ ડ્યૂટીને સોના અને પ્લેટિનમની સમકક્ષ લાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

ત્યારબાદ, બજેટ 2024માં સરકારે દાણચોરી રોકવાના ઉદ્દેશ્ય સાથે સોના અને ચાંદી પરની બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી હતી, જેમા 5 ટકા BCD અને 1 ટકા AIDC સામેલ હતી. જો કે બજેટ 2025માં સોના ચાંદીની આયાત જકાતમાં કોઇ ફેરફાર કરાયો નથી. 

budget 2026 | budget | budget estimates
Budget 2026 : બજેટ 2026 Photograph: (Freepik)

બજેટ 2026 માં સોનું ચાંદી સસ્તા થશે?

જો સરકાર બજેટ 2026માં કસ્ટમ ડ્યુટી ઘટાડે તો સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ આ ઘટાડો લાંબા સમય સુધી ચાલવાની ખાતરી નથી. આનું કારણ એ છે કે તેમની કિંમતો ભારતની ટેક્સ પોલિસી કરતાં વધુ આંતરરાષ્ટ્રીય બુલિયન બજાર દ્વારા નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો | Budget 2026: 1991નું બજેટ ભારતના અર્થતંત્ર માટે ટર્નિંગ પોઇન્ટ કેમ કહેવાય છે? જાણો વિગતવાર

સોના અને ચાંદીમાં તેજી ચાલુ રહેશે?

સોના ચાંદીના ભાવ સતત વધીને નવી ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. 29 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 1,84,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. તો 1 કિલો ચાંદીનો ભાવ 3.80 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. એમસીએક્સ પર ચાંદી વાયદાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 4.04 લાખ રૂપિયાની રેકોર્ડ સપાટી વટાવી ગયા હતા. હવે બજાટ 2026માં સોનું ચાંદી સસ્તુ થશે કે નહીં તેના પર સૌની નજર છે.

કોરોના મહામારી બાદ સોના ચાંદીમાં તેજીનો માહોલ છે. હાલ ભૌગોલિક રાજકીય તણાવ, વેપાર યુદ્ધના ભય, બજારની વધઘટ અને ચલણમાં નબળાઈને કારણે કિંમતી ધાતુના ભાવ સતત વધી રહ્યા છે. આ વર્ષે પણ વેનેઝુએલા પર અમેરિકાનું આક્રમણ, ગ્રીનલેન્ડ વિવાદ, યુરોપિયન યુનિયનના ટેરિફ અને ઇરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે સોના અને ચાંદી રોકણકારો માટે સેફ હેવન બની ગયા છે.

ટેક્સ બજેટ બિઝનેસ સોનું ચાંદી